રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ખાબકશે મુશળધાર વરસાદ

આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ રાજ્યભરમાં સારો વરસાદ વરસશે. જેમા 7 અને 8 તારીખે અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ખાબકશે મુશળધાર વરસાદ
પ્રતિકાત્મક તસવીર
TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Jul 05, 2022 | 2:14 PM

આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ (Universal rain) વરસશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ રાજ્યભરમાં સારો વરસાદ વરસશે. જેમા 7 અને 8 તારીખે અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં દબાણ સર્જાવાના કારણે વાતાવરણમાં તેની અસર જોવા મળી રહી છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 4 ઈંચ વરસાદ થયો છે. રાજ્યમાં હજુ પણ 34 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠામાં મહીસાગર દાહોદમાં ભારેથી અતીભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 અને 9 જુલાઈ અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના છે. આગાહીના પગલે આગામી પાંચ દિવસ સુધી માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ઉમરગામમાં સાડા છ ઇંચ વરસાદ વરસ્યો હતો. પારડીમાં સાડા પાંચ, પલસાણામાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વાપીમાં પણ સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. ચોર્યાસી અને સુરત શહેરમાં ચાર-ચાર ઇંચ વરસાદ વરસ્યો છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ

મહત્વનું છે કે, અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 4 ઈંચ વરસાદ થયો છે. રાજ્યમાં હજુ પણ 34 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે. રાજકોટના જસદણમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જસદણના ડોડીયાળા ગામમાં ધોધમાર વરસાદના પગલે નદીમાં પૂર આવ્યું હતું. તો સુરેન્દ્રનગરમાં પણ સાંબેલાધાર વરસાદના પગલે બજારોમાં પાણી ભરાયા હતા. આ તરફ બોટાદ અને ભાવનગરમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ત્યારે હવે વરસાદને પગલે ગુજરાતના વિવિધ વિસ્તારમાં NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati