અમદાવાદ (Ahmedabad) શહેરને વધુ હરિયાળું બનાવવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમનેટ પ્રોજકેટ અંતર્ગત વધુ ને વધુ વૃક્ષો રોપવાની કામગીરી સતત ચાલુ રહે છે. જેથી કરીને શહેરમાં ગ્રીન વિસ્તાર વધારી શકાય. સાબરમતી રિવફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ તેમજ AMC ના સંયુક્ત ઉપક્રમે આંબેડકર બ્રિજ નજીક બાયોડાયવર્સીટી પાર્ક પાસે વૃક્ષારોપણ (Plantation), સ્વચ્છતા અભિયાન (sanitation campaign) તેમજ સફાઈ કામદારને સેનીટેશન કીટ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વચ્છતા અભિયાનના ભાગ રૂપે તેમની ઉપસ્થિતિમાં આંબેડકર બ્રિજ પાસે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું જેમાં અન્ય અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.
સ્વચ્છતા અભિયાન બાદ વોટર એરોડ્રોમની સામે રાજ્યપાલ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવાથી વૃક્ષોનો વિકાસ 10 થી 15 ફૂટ સુધી જોવા મળશે. હાલમાં પણ સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં ઘણી જગ્યા પર મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરેલ છે જેના લીધે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં ગ્રીન કવર વધ્યું છે.
Sanitation and tree planting program in the presence of the Governor
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્ય રાકેશ શાહ, ડે મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, રેવેન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલ, દંડક અરૂણસિંહ રાજપૂત, કલેક્ટર સંદીપ સાંગલે, મ્યુનિસિપલ કમિશ્નર લોચન સેહરા(I.A.S)તેમજ અ.મ્યુ.કો ના તેમજ સા.રી.ફ્ર.ડે. કો.લી ના અધિકારીઓ પણ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
વૃક્ષારોપણના કાર્યક્રમ બાદ સફાઈ કામદારોને સુરક્ષાકીટનું વિતરણ પણ માનનીય રાજ્યપાલના હસ્તે યોજાયો હતો. આ કાર્યક્રમને સંબોધતા ગવર્નરે સ્વચ્છતાનું મહત્વ સમજ્યું તદુપરાંત લોકોને પોતાની નૈતિક ફરજ પુરી કરતા ઘર ઉપરાંત શહેરને પણ સ્વચ્છ રાખવાની જવાબદારી નાગરિકોની છે તેવો સંદેશો પાઠવ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય લોકોને સ્વચ્છતા વિષે સજાગ અને જાગૃત કરવાનો હતો જેથી લોકો પોતાની આજુબાજુના વિસ્તારમાં સ્વચ્છતા જાળવે.