Ahmedabad Metro: શરૂઆતમાં દર અડધો કલાકે દોડાવાશે મેટ્રો, શાહપુરથી કાંકરિયા મેટ્રો પહોંચાડશે માત્ર 7 મિનિટમાં , જાણો મેટ્રો ટ્રેન અંગેની તમામ વિગતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)  બે દિવસ ગુજરાતની મુલાકાતે છે.ત્યારે છેલ્લા ઘણા સમયથી અમદાવાદીઓ(Ahmedabad)  જેની રાહ જોતા હતા એવી મેટ્રો ટ્રેનની(Metro Train)  ભેટ નવરાત્રિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવશે

Ahmedabad Metro: શરૂઆતમાં દર અડધો કલાકે દોડાવાશે મેટ્રો, શાહપુરથી કાંકરિયા મેટ્રો પહોંચાડશે માત્ર 7 મિનિટમાં , જાણો મેટ્રો ટ્રેન અંગેની તમામ વિગતો
Ahmedabad Metro
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2022 | 6:38 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)  બે દિવસ ગુજરાતની મુલાકાતે છે.ત્યારે છેલ્લા ઘણા સમયથી અમદાવાદીઓ (Ahmedabad)   જેની રાહ જોતા હતા એવી મેટ્રો ટ્રેનની (Metro Train)  ભેટ નવરાત્રિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવશે. 30 સપ્ટેમ્બરે એટલે કે આવતીકાલે વડાપ્રધાન મોદી થલતેજથી વસ્ત્રાલ ગામના કોરિડોર પર મેટ્રો ટ્રેનની શરૂઆત કરાવશે. જેને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મેટ્રો ટ્રેનના શુભારંભને લઈ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. CCTVની સુવિધા તેમજ સુરક્ષા માટે પોલીસ જવાનો સ્ટેશનો ઉપર તૈનાત હશે. મેટ્રોના બંને કોરિડોરમાં ટ્રાયલ રન પણ લઈ લેવામાં આવ્યા છે. મેટ્રો ટ્રેન માટેની CMRSની (Commissioner of Metro Rail Safety )પૂર્ણત મંજૂરી માટેની પ્રક્રિયા પણ ચાલી રહી છે.

40 કિલોમીટરના રૂટ પર દોડશે 32 મેટ્રો ટ્રેન

મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. વસ્ત્રાલ ગામથી થલતેજ સુધી 21 કિલોમીટર જ્યારે વાસણા APMCથી મોટેરા સુધીનો રૂટ 18.89 કિલોમીટરનો છે.. બંને કોરિડોરના 40 કિલોમીટરના રૂટ માટે 32 મેટ્રો ટ્રેન દોડાવાશે. શરૂઆતમાં દર અડધો કલાકે મેટ્રો મળશે અને ડિમાન્ડ વધ્યા પછી દર પાંચ મિનિટે મળતી થશે. દરેક સ્ટેશને મેટ્રો ટ્રેન 30 સેકન્ડ રોકાશે તેમજ જૂની હાઈકોર્ટ પાસેથી આગળ જવા માટે મેટ્રોનો રૂટ બદલી શકાશે.

મેટ્રોમાં માત્ર 25 રૂપિયા જ ભાડું આપવુ પડશે

પ્રથમ સપ્તાહમાં થલતેથી વસ્ત્રાલ ગામ અને APMCથી મોટેરા રૂટ પર એકાંતરે દિવસે મેટ્રો દોડશે. મેટ્રો પરિવહન મુસાફરી માટે શહેરીજનો માટે એક સસ્તો અને ઝડપી વિકલ્પ બની રહેશે. વસ્ત્રાલ ગામથી થલતેજ રિક્ષામાં જઈએ તો 55 મિનિટનો સમય લાગે અને રિક્ષા કે કેબમાં 325 રૂપિયાથી માંડીને 360 રૂપિયા ભાડું થાય. તેની સામે મેટ્રોમાં માત્ર 35 મિનિટમાં પહોંચી જવાશે અને ભાડું પણ માત્ર 25 રૂપિયા થશે. તે જ રીતે એપીએમસીથી મોટેરા સુધી જવા માટે કેબમાં 320 રૂપિયાનું ભાડું થાય જ્યારે રિક્ષામાં 246 રૂપિયા આપવા પડે તેની સામે મેટ્રોમાં માત્ર 25 રૂપિયા જ ભાડું આપવુ પડશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે

21 કિલોમીટર લાંબા પૂર્વ-પશ્ચિમ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદી પરથી પસાર થશે અને જમીનની નીચે ભૂગર્ભમાંથી પણ પસાર થાય છે. શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે. મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. હાલના સમયમાં જો વાહન લઈને શાહપુરથી કાંકરિયા જવું હોય તો દિલ્હી દરવાજા, કાલુપુર, સારંગપુર અને કાંકરિયા ઝૂ તરફ જતાં 30 મિનિટ થાય, પરંતુ મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે

(With Input, Sachin Patil, Ahmedabad) 

Latest News Updates

આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">