અમદાવાદ : દિવાળી અને નૂતન વર્ષના પર્વમાં ઇમરજન્સી કેસોમાં વધારો, 108 સેવા સતત રહી કાર્યરત

તહેવારોમા ગ્રામ્ય વિસ્તારમાં લોકોના પ્રયાણના કારણે શહેરી વિસ્તારની સરખામણીએ ગ્રામ્ય વિસ્તાર ભાવનગર ,છોટા ઉદેપુર,જુનાગઢ ,નવસારી ,સુરત સહિતના વિસ્તારમાં ઇમરજન્સી કેસોની સંખ્યા વધે છે. ત્યારે તહેવારના ઉત્સાહમા સાવચેતી રાખવી પણ જરૂરી છે.

અમદાવાદ  : દિવાળી અને નૂતન વર્ષના પર્વમાં ઇમરજન્સી કેસોમાં વધારો, 108 સેવા સતત રહી કાર્યરત
Ahmedabad: Increase in emergency cases during Diwali and New Year
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Nov 06, 2021 | 9:45 PM

દિવાળીનો પર્વ સમગ્ર ગુજરાતમા ઉજવાઇ રહ્યો છે. ત્યારે આ તહેવારના સમયમાં ઇમરજન્સી કેસોમાં પણ વધારો થયો છે. દિવાળીએ 108માં ઇમરજન્સી કેસોમાં 0.99 ટકા અને બેસતા વર્ષે ઇમરજન્સી કેસોમાં 20 ટકાનો વધારો થયો છે.

દિવાળીના અને નવા વર્ષના પર્વને લોકો હર્ષ ઉલાલસથી ઉજવણી કરતા હોય છે. ત્યારે આ તહેવારના સમયમાં રાજ્યમાં ઇમરજન્સી કેસોમાં વધારો થતો હોય છે. 108 ઇમરજન્સી હેલ્પલાઈનમાં સામાન્ય દિવસોમાં 2500 જેટલા કોલ્સ આવતા હોય છે. જે દિવાળીના દિવસે આ વર્ષે 3581 જ્યારે બેસતા વર્ષના દિવસે 4307 ઇમરજન્સી કેસ નોંધાયા છે. જે ગત વર્ષની સરખામણીએ 17 ટકા વધ્યા છે.

દિવાળીના દિવસે ફટાકડા ફોડવાના કારણે દાઝી જવાના, તેમજ નવા વર્ષે શહેરી વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં લોકો ગામડા તરફ જાય છે. જેના કારણે અકસ્માતના અને શારીરિક હુમલાના બનાવો વધી જતાં હોય છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આંકડા પર નજર કરીએ તો

દિવાળી અને બેસતા વર્ષે રાજ્યમાં અકસ્માતના 1700 બનાવ બન્યા

2 દિવસ દરમ્યાન શારીરિક હુમલાના 419 બનાવ બન્યા.

ફટાકડા ફોડવાના કારણે દાઝી જવાના 36 જેટલા બનાવો બન્યા.

અકસ્માતના બનાવો પણ ટુ વહીલર અને ફોર વહીલરના બનાવો સૌથી વધુ બન્યા છે. 2 વહીલર અકસ્માતના 1400 જ્યારે ફોર વહીલર અકસ્માતના 160 બનાવ બન્યા છે. આ તમામ બનાવોને પહોંચી વળવા રાજ્યભરમાં 800 એબ્યુલન્સ કર્યારત કરાઈ છે.

તહેવારોમા ગ્રામ્ય વિસ્તારમાં લોકોના પ્રયાણના કારણે શહેરી વિસ્તારની સરખામણીએ ગ્રામ્ય વિસ્તાર ભાવનગર ,છોટા ઉદેપુર,જુનાગઢ ,નવસારી ,સુરત સહિતના વિસ્તારમાં ઇમરજન્સી કેસોની સંખ્યા વધે છે. ત્યારે તહેવારના ઉત્સાહમા સાવચેતી રાખવી પણ જરૂરી છે.

દિવાળી અને નૂતન વર્ષના દિવસે ટ્રોમા નોન વિહીક્યુલરના કેસોમાં પણ નોંધનીય વધારો જોવા મળ્યો છે. દિવાળીના દિવસે 36.61 ટકા અને નૂતન વર્ષના દિવસે 78.31 ટકા જેટલો વધારો નોંધાયો છે. ટ્રોમા નોન વિહીક્યુલરના કેસોમાં પણ મારામારીના કેસોમાં 93.95 ટકા જેટલો દિવાળીમાં અને 142.71 ટકા જેટલો નૂતન વર્ષના દિવસે વધારો નોંધાયો છે.

જ્યારે પડી જવાથી વાગવાના કેસોમાં દિવાળી પર 11.85 ટકા અને નૂતન વર્ષના દિવસે 45.93 ટકા જેટલો વધારો નોંધાયો છે. દિવાળી અને નૂતન વર્ષના દિવસોએ દાઝી જવાના 36 જેટલા કેસો નોંધાયા, જે દિવાળી પર 185.71 અને નૂતન વર્ષના દિવસે 128.75 જેટલો વધારો સૂચવે છે.

આ પણ વાંચો : પર્યટકો માટે ખુશ ખબર: AMC નો મોટો નિર્ણય, દિવાળી વેકેશનમાં આ તારીખે પણ ખુલ્લું રહેશે કાંકરિયા

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">