Ahmedabad : બેડ પર બેઠા થયા ‘બા’, ગઈકાલની સરખામણીએ હીરાબાની તબિયત સુધારા પર

TV9 GUJARATI

|

Updated on: Dec 29, 2022 | 12:52 PM

હીરા બા એ બેડ ઉપર ઉઠીને બેસાડવા માટેનો ઈશારો કર્યો અને બેઠા થયા.સાથે જ  તેમણે લિક્વિડ પણ પીધુ. મહત્વનું છે કે MRI અને સીટી સ્કેન બાદ રિપોર્ટ નોર્મલ આવે તો ડૉક્ટર્સ એમને રજા આપે એવી શક્યતા.

અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં વડાપ્રધાન મોદીના માતા હિરાબાની સારવાર ચાલી રહી છે.  જો કે ગઈકાલની સરખામણીએ હીરા બા ની તબિયત સુધારા ઉપર છે. હીરા બા એ આજે બેડ ઉપર ઉઠીને બેસાડવા માટેનો ઈશારો કર્યો અને બેઠા થયા. સાથે જ  તેમણે લિક્વિડ પણ પીધુ. મહત્વનું છે કે MRI અને સીટી સ્કેન બાદ રિપોર્ટ નોર્મલ આવે તો ડૉક્ટર્સ એમને રજા આપે એવી શક્યતા.

રિપોર્ટ નોર્મલ આવે તો ડૉક્ટર્સ એમને રજા આપે એવી શક્યતા

CM ભૂપેન્દ્ર પટેલ આજે સત્તત બીજા દિવસે યુ એન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. મુખ્યપ્રધાને હીરાબાના સ્વાસ્થ્ય મામલે જાણકારી મેળવી. આપને જણાવી દઈએ કે, યુએન હોસ્પિટલના ડાયરેકટર આર કે પટેલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું, હીરાબાની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. હીરાબાને એકાદ દિવસમાં રજા અપાશે. ગઈ કાલે માતાની નાદુરસ્ત તબિયતના સમાચાર મળતાની સાથે જ પીએમ મોદી પણ અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાં હોસ્પિટલ જઈ તેઓ માતા હીરાબાને મળ્યા હતા અને તેમના ખબર અંતર પુછ્યા હતા. દિલ્હીથી માતાને મળવા પહોંચેલા પીએમ મોદી હોસ્પિટલમાં આવ્યા ત્યારે તેમના ચહેરા પર હીરાબાની તબિયતને લઈને ચિંતા દેખાઈ રહી હતી.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati