શાહઆલમ વિસ્તારમાં પતિએ જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

શાહઆલમ વિસ્તારમાં પતિએ જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
Ahmedabad Husband strangles wife to death (File Photo)

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે પતિએ તેની જ પત્નીની ગળું દબાવી હત્યા કરી પતિ ફરાર થઇ ગયો. જે ઘટનામા ઇસનપુર પોલીસે ફરાર પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. 

Darshal Raval

| Edited By: Chandrakant Kanoja

Dec 26, 2021 | 2:43 PM

અમદાવાદ(Ahmedabad) શહેરમાં એક હત્યાની (Murder) ઘટના સામે આવી છે. જેમાં શહેરના ઇસનપુર  (Isanpur) પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પતિએ પત્નીનું(Wife)ગળું દબાવીને હત્યા કરવાની ઘટના સામે આવી છે. આ અંગે જે મામલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ઇસનપુર પોલીસને 25 ડિસેમ્બરે જાણ થઈ કે ચંડોળા તળાવ પાસે શાહઆલમ વિસ્તારમાં બંગાળી વાસમાં હત્યાનો બનાવ બન્યો છે. જે બનાવની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે પતિએ તેની જ પત્નીની ગળું દબાવી હત્યા કરી પતિ ફરાર થઇ ગયો. જે ઘટનામા ઇસનપુર પોલીસે ફરાર પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

ઇસનપુર પોલીસની તપાસમાં સામે આવ્યું કે હલીમાં બીબી ઉર્ફે મેરીના બીબી સાથે કમરુલ રજાક શેખના બે વર્ષ પહેલાં લગ્ન થયા હતા. જેમાં પતિ બંગાળમાં રહેતો અને ક્યારેક ક્યારે શાહઆલમ બંગાળી વાસમાં આવતો રહેતો. હત્યાના બે થી ત્રણ દિવસ પહેલા કમરુલ શાહઆલમ આવ્યો. જ્યાં બને વચ્ચે ઝઘડો થતા કમરુલએ તેની પત્નીની ગળું દબાવી હત્યા કરી. જેની જાણ આસપાસના લોકો અને કમરુલના દીકરાને થતા પોલીસને જાણ થઈ. જે બાદ પોલીસે ફરાર પતિ ની શોધખોળ સાથે તપાસ હાથ ધરી.

તપાસમાં એ પણ સામે આવ્યું કે મૃતક અને તેના હત્યાના આરોપી પતિના બંનેના આ ત્રીજા લગ્ન છે. જેમાં આરોપી પતિની બે પત્ની બંગાળમાં રહે છે. તેમજ બને છૂટક મજૂરી કરે છે. તેમજ આરોપી પતિ કમરુલ ક્યારેક તેની પત્નીને મળવા અમદાવાદ આવતો. જેથી બને વચ્ચે બનતું નહિ હોવાથી ઘર કંકાસ થતા આ ઘટના બની હોઈ શકે. જોકે અન્ય કારણ છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : સાબરમતી નદીની સફાઇમાં કોર્પોરેશનની બેદરકારી, નદી ઉત્સવમાં સફાઇ માટે એક જ દિવસની ફાળવણી

આ પણ વાંચો : સુરતની તાપીના તટ પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી નદી ઉત્સવનો શુભારંભ કરાવ્યો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati