સાબરમતી નદીની સફાઇમાં કોર્પોરેશનની બેદરકારી, નદી ઉત્સવમાં સફાઇ માટે એક જ દિવસની ફાળવણી

સાબરમતી નદીમાં પાંચ દિવસના નદી ઉત્સવના કાર્યક્રમમાં માત્ર એક જ દિવસ સફાઇ પાછળ ફાળવવામાં આવ્યો છે.જ્યારે અન્ય દિવસોમાં ચિત્ર સ્પર્ધા, યોગા, મેરેથોન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે...

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 2:17 PM

ગુજરાતમાં(Gujarat)નદી ઉત્સવની(Nadi Utsav સાથે એએમસી(AMC)એ અમદાવાદની આન, બાન, શાન ગણાતી સાબરમતી નદીની સફાઇ કામગીરી શરૂ કરી છે.જોકે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો અને AMCના કાર્યક્રમમાં નદીની સફાઇ ઓછી તો દેખાડો વધુ જોવા મળ્યો. જેમાં ન તો કોર્પોરેશનના અધિકારીઓ હાથમાં ઝાડુ પકડ્યું, કે ન ચૂંટાયેલા પદાધિકારીઓ સફાઇની કામગીરીમાં જોતરાયા માત્ર સફાઇકર્મીઓ અને વૉલીયન્ટર જ સફાઇ કામગીરી કરતા જોવા મળ્યા

નવાઇની વાત તો એ છે કે 5 દિવસના નદી ઉત્સવના કાર્યક્રમમાં માત્ર એક જ દિવસ સફાઇ પાછળ ફાળવવામાં આવ્યો છે.જ્યારે અન્ય દિવસોમાં ચિત્ર સ્પર્ધા, યોગા, મેરેથોન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે…

દુર્ભાગ્યપૂર્ણ બાબત એ પણ રહી કે છે કે ગંદકીથી ખદબદતા સાબરમતીના વિશાળ પટની અવગણના કરવામાં આવી છે. તેમજ નદીની બીજી તરફ સફાઇનો ડહોળ કરાયો.ત્યારે અહીં સવાલ એ સર્જાય છે કે શું વિવિધ સ્પર્ધાઓ દ્વારા સાબરમતી નદી સ્વચ્છ થશે.શું દેખાડો કરવાથી નદી ઉત્સવનો હેતુ સિદ્ધ થશે

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે કરાટે ટુર્નામેન્ટનું આયોજન, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાના ખેલાડીઓ સામેલ

આ પણ  વાંચો:  સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાત: ધોરણ 10ની છાત્રાએ સ્યુસાઇડ નોટમાં લખી હચમચાવી દે એવી વાત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">