સુરતની તાપીના તટ પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી નદી ઉત્સવનો શુભારંભ કરાવ્યો

ઉદ્યોગો દ્વારા ટ્રીટેડ વોટર જ નદીઓમાં છોડવામા આવે તે દિશામાં રાજ્ય સરકાર નક્કર આયોજન કરશે.,'એમ સુરતની તાપીનદીના તટેથી આજે રાજ્યવ્યાપી 'નદી ઉત્સવ'નો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

સુરતની તાપીના તટ પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી નદી ઉત્સવનો શુભારંભ કરાવ્યો
Gujarat CM Inaugurated Nadi Utsav At Surat Tapi River
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 12:51 PM

દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણતાના અવસરે દેશભરમાં ઉજવાઈ રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના(( Azadi Ka Amrit Mahotsav ) ભાગરૂપે દેશની પ્રગતિ અને પ્રકૃત્તિમાં મહત્વનું યોગદાન આપતી નદીઓનું ગૌરવગાન અને સન્માન કરવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની(CM Bhupendra Patel)  અધ્યક્ષતામાં સુરતના(Surat)  સિંગણપોર વિયર કમ કોઝવે ખાતે રાજ્યકક્ષાનો “નદી ઉત્સવ”(Nadi Utsav)  યોજાયો હતો. જ્યાં તાપી નદીના પાવન તટે મુખ્યમંત્રીએ ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂણ્યસલિલા તાપીમૈયાનું પૂજન-અર્ચન કર્યું હતું. તેમણે શ્રમદાન કરી નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાનો સંદેશ આપ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ‘નદી ઉત્સવ’ નદીઓના કિનારે વિસરાયેલી ભવ્ય સંસ્કૃતિને સજીવન કરવાનો આ પ્રયાસ હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું કે, નદીઓ, પર્યાવરણ આપણી મહામૂલી સંપત્તિ છે. આપણી નદીઓ રાજ્યના અપ્રતિમ વિકાસની મૂક સાક્ષી છે. માનવજીવન સહિત અનેકવિધ સજીવો માટે નદીઓ શુદ્ધ મીઠા પાણીઓ એકમાત્ર સ્ત્રોત છે. આપણી આવનારી પેઢીઓ સાથે પર્યાવરણની સુરક્ષા માટે જીવનદાતા નદીઓની જાળવણી કરવી આપણી ફરજ છે.

મુખ્યમંત્રીએ ભૂતકાળની સરકારના શાસનમાં જોવા મળતી સુવિધાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, એક સમયે સાબરમતી નદીના પટ પર ક્રિકેટના મેદાનો અને સર્કસના ડેરા-તંબુ જોવા મળતા હતા, જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને  પીએમ મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામે આજે આધુનિક સુવિધાઓથી સજ્જ રિવરફ્રન્ટ સાકાર થયો છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

‘તાપી નદી પર ઝડપભેર રિવરફ્રન્ટનું નિર્માણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાતને ગ્રીન કવરથી આચ્છાદિત કરવા તેમજ ઉદ્યોગો દ્વારા ટ્રીટેડ વોટર જ નદીઓમાં છોડવામા આવે તે દિશામાં રાજ્ય સરકાર નક્કર આયોજન કરશે.,’એમ સુરતની તાપીનદીના તટેથી આજે રાજ્યવ્યાપી ‘નદી ઉત્સવ’નો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

‘નદી ઉત્સવ’ નદીઓના કિનારે વિસરાયેલી ભવ્ય સંસ્કૃતિને સજીવન કરવાનો અનોખો પ્રયાસ છે એમ જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, માનવજીવન તેમજ અનેકવિધ સજીવસૃષ્ટિ માટે નદીઓ શુદ્ધ મીઠા પાણીનો એકમાત્ર સ્ત્રોત છે, ત્યારે આપણી આવનારી પેઢીઓ સાથે પર્યાવરણની સુરક્ષા માટે જીવનદાતા નદીઓની જાળવણી કરવી આપણી ફરજ છે.

તા.૨૬ થી ૩૦ ડિસેમ્બર દરમિયાન રાજ્યભરમાં ‘નદી ઉત્સવ’ના માધ્યમથી નદીઓ, વૃક્ષો સહિતની કુદરતી સંપત્તિના સંરક્ષણની આહલેક જગાવવામાં આવશે. ઉપરાંત, નદીઓને સિટી બ્યુટીફિકેશન સહિતના બહુવિધ વિકાસઆયામો સાથે જોડીને લોકસુવિધા ઊભી કરવાની સરકારની નેમ છે. નર્મદાના કેવડીયા ખાતે એકતા ક્રુઝ અને રિવરરાફટીંગ જેવી આનંદ-પ્રમોદની સુવિધાઓ સરકારે વિકસાવી છે એમ પણ તેમણે કહ્યું હતું.

રાજ્ય સરકાર સુશાસનના પ્રણેતા પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપેયીજીની સ્મૃત્તિમાં દરેક વ્યક્તિને સરળતાથી સરકારી સેવાઓના લાભ આપવા સાથે નાગરિકોની સમસ્યાઓ નિવારવાના અનેકવિધ પ્રયાસો કરી ‘સુશાસન સપ્તાહ’ની ઉજવણી કરવા પણ સંકલ્પબદ્ધ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

આ વેળાએ મુખ્યમંત્રી, મંત્રી અને શહેરીજનોએ નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાના સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા હતા. બાલિકાઓએ ‘ધન્ય ધન્ય તાપીના પાણી’ ગીત પર મનમોહક નૃત્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. પ્રારંભે નર્મદા, જળ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવ કે.એ.પટેલે સ્વાગત પ્રવચન કરતા નદી ઉત્સવની રૂપરેખા આપી રાજ્ય સરકાર દ્વારા નદીઓને સ્વચ્છ, સુરક્ષિત અને જીવંત રાખવા માટેના રાજ્ય સરકારના પ્રયાસોની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.

આ પણ વાંચો : Year Ender 2021 : ગુજરાતના રાજકારણની મહત્વની ઘટનાઓ

આ પણ વાંચો :   સુરતમાં ક્રિસમસ પાર્ટીમાં બેદરકારી, તંત્રના આંખ આડા કાન: હજારો લોકોએ એકઠા થઈ કોરોનાને આપ્યું આમંત્રણ!

.

g clip-path="url(#clip0_868_265)">