Ahmedabad: કણભામાંથી થયેલા સગીરાના અપહરણ કેસમાં હ્યુમન ટ્રાફિકિંંગનો પર્દાફાશ, રાજસ્થાનમાં વેચી દેવાનુ હતુ ષડયંત્ર
Ahmedabad: કણભામાંથી થયેલા 13 વર્ષની સગીરના અપહરણમાં હ્યુમન ટ્રાફિકિંગનો મોટો પર્દાફાશ થયો છે. પોલીસે એક દંપતી સહિત એક મહિલાની ધરપકડ કરી છે. સગીરાને લગ્નમાં લઈ જવાનુ કહી રાજસ્થાનમાં વેચી દેવાનુ ષડયંત્ર હતુ. લૂંટેરી દુલ્હનથી લઈને હ્યુમન ટ્રાફિકિંગના ગુનાને અંજામ આપનાર ત્રીપુટીની ધરપકડ કરી લેવાઈ છે.
અમદાવાદના કણભામાંથી 13 વર્ષની સગીરાના અપહરણ કેસમાં ચોંકાવનારો પર્દાફાશ થયો છે. સગીરાને રાજસ્થાન વેચી દેવાનુ અપહરણ કર્તાઓનુ ષડયંત્ર હતુ. સમગ્ર અપહરણકાંડમાં પોલીસે એક દંપતી સહિત એક મહિલાની ધરપકડ કરી છે. આ ત્રિપુટીની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખૂલાસા થયા છે. જેમા અપહરણમાં હ્યુમન ટ્રાફિકિંગનો પણ પર્દાફાશ થયો છે.
અપહરણ કરનાર ત્રિપુટી લગ્નના બહાને સગીરાને લઈ ગયા
પોલીસ કસ્ટડીમા જોવા મળતા આરોપી પતિ અશોક પટેલ, પત્ની રેણુકા અને માનીતી બહેન રૂપલ છે. એક પરિવારની જેમ રહેતા આ આરોપી કુખ્યાત ગુનેગાર છે. હ્યુમન ટ્રાફિકીગ અને લૂંટેરી દુલ્હન ગેંગના માસ્ટર માઈન્ડ છે. ઘટનાની વાત કરીએ તો કણભામાથી 13 વર્ષની સગીરાનુ અપહરણને લઈને ફરિયાદ નોંધાઈ હતી. આરોપી અશોક અને તેની પત્ની રેણુકા રૂપલના લગ્નના બહાને સગીરાને ઘરેથી લઈ ગયા હતા. જેની તપાસ કરતા પોલીસ માણસાના બોરૂ ગામમા પહોચી હતી. અશોકે સગીરા સાથે અનેકવાર દુષ્કર્મ પણ આચર્યુ હતુ.
અપહરણ કેસમાં હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ, રાજસ્થાન વેચી દેવાનું હતુ ષડયંત્ર
પોલીસે ઘટના સ્થળે પહોચીને સગીરાને આ ટોળકીને ચુંગલમાંથી છોડાવી આરોપીની ધરપકડ કરી. આરોપીની તપાસમા હ્યુમન ટ્રાફિકીંગનો ખુલાસો થયો. આ ટોળકીએ 2 લાખમા રાજેસ્થાનના પરિવારને સગીરાને વેચી હોવાનો ખુલાસો થયો. પકડાયેલ આરોપી અશોક પટેલ કુખ્યાત ગુનેગાર છે. તેની વિરુધ્ધ ચાણસ્મામાં લૂંટેરી દુલ્હન દ્રારા ઠગાઈ, ઓઢવમાં મારામારી અને વેજલપુરમાં હ્યુમન ટ્રાફિકીંગ અને દુષ્ક્રર્મની ફરિયાદ નોંધાઈ છે.
પારિવારિક સંબંધની આડમાં સગીરાનું કર્યુ અપહરણ
આરોપી અશોક જેલમા સજા ભોગવી રહયો હતો ત્યારે પીડિત સગીરાના પિતરાઈ ભાઈના પરિચયમાં આવ્યો હતો. બન્ને મિત્રો બન્યા હતા. જોકે પેરોલ પર બન્ને જયારે છુટયા ત્યારે અશોક સગીરાના પિતરાઈ ભાઈ સાથે ઘરે આવ્યો હતો. આરોપીએ સગીરાના પરિવાર સાથે પારિવારીક સંબંધ બનાવ્યા. બે મહિના પહેલા જ પત્ની રેણુકા અને રૂપલ સાથે મળીને સગીરાને વેચી દેવાનુ ષડયંત્ર રચ્યુ હતુ.
લૂંટેરી દુલ્હન દ્વારા લગ્નવાંચ્છુકોને લગ્નની લાલચ આપી પૈસા પડાવવાનો પણ ખૂલાસો
આ ત્રિપુટી ગેંગ પરિવાર બનીને સગીરાના ઘરે આવીને વિશ્વાસ કેળવ્યો હતો અને રૂપલના લગ્નના બહાને સગીરાનુ અપહરણ કર્યુ. આ ટોળકી લગ્ન વાંચ્છુકોને લગ્ન કરવાની લાલચ આપીને તેમની પાસેથી પૈસા પડાવીને લગ્નના બીજા દિવસે ફરાર થઈ જતા હતા. અશોકે રૂપલને લૂંટેરી દુલ્હન બનાવીને અનેક છેતરપીડી આચરી હોવાનુ પણ તપાસમા ખુલ્યુ છે.
આ પણ વાંચો: Surat: સરથાણામાં 12 વર્ષની બાળકીને આપ્યો ડામ, 4 મહિલાએ બાળકીનું કર્યું અપહરણ, બે મહિલાની ધરપકડ
સગીરાને રાજસ્થાનમાં બે લાખમાં વેચવાનો કર્યો હતો સોદો
અપહરણ, દુષ્કર્મ, પોકસો અને હ્યુમન ટ્રાફિકીંગના કેસમા પોલીસે ત્રણેય આરોપી વિરૂધ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ ત્રિપુટી ગેંગએ રાજેસ્થાનમા સગીરાને બે લાખમાં વેચવાનો સોદો કર્યો હતો. જેથી પોલીસે રાજેસ્થાનના વોન્ટેડ આરોપીને પકડવા જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો