AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: પાંડેસરામાં યુવકે બાળકીને ફોસલાવી કર્યુ અપહરણ, આરોપી યુવકની ધરપકડ

Surat News : પાંડેસરા વિસ્તારમાં એક યુવકે 6 વર્ષીય બાળકીને લલચાવી ફોસલાવી અપહરણનો પ્રયાસ કર્યો હતો. જો કે શાળામાં બાળકીને ગુડ ટચ બેડની જાણકારી પોલીસ દ્વારા અપાઈ હોય બાળકીએ જોરદાર પ્રતિકાર કર્યો હતો.

Surat: પાંડેસરામાં યુવકે બાળકીને ફોસલાવી કર્યુ અપહરણ, આરોપી યુવકની ધરપકડ
Baldev Suthar
| Edited By: | Updated on: May 11, 2023 | 4:57 PM
Share

સુરતના (Surat) પાંડેસરા વિસ્તારમાં એક યુવકે 6 વર્ષીય બાળકીને લલચાવી ફોસલાવી અપહરણનો પ્રયાસ કર્યો હતો. જો કે શાળામાં બાળકીને ગુડ ટચ બેડની જાણકારી પોલીસ દ્વારા અપાઈ હોય બાળકીએ જોરદાર પ્રતિકાર કર્યો હતો. જેના કારણે યુવક બાળકીને ત્યાં જ મૂકી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનામાં બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો-Gujarati Video : અમદાવાદમાં વિકાસ એસ્ટેટમાં લાગેલી આગમાં મોટો ખુલાસો, 179માંથી મોટાભાગના શેડ ગેરકાયદે

બાળકીએ યુવકનો કર્યો પ્રતિકાર

મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પર પ્રાંતીય પરિવાર રહે છે. આ પરિવારની 6 વર્ષીય બાળકી ઘરના દાદર પાસે રમી રહી હતી. આ દરમિયાન એક યુવાન દ્વારા બાળકીને લલચાવી ફોસલાવી પોતાની સાથે આવવાનું કહી ખોળામાં ઉઠાવી લીધી હતી. દરમિયાન બાળકીને શાળામાં પોલસની ‘શી ટીમ’ દ્વારા ‘ગુડ ટચ બેડ ટચ’ની માહિતી આપવામાં આવી હોવાથી બાળકીએ જોરદાર પ્રતિકાર કર્યો હતો. જે પછી યુવક બાળકીને ત્યાં જ મુકીને જતો રહ્યો હતો.

બાળકીએ પરિવારજનોને કહી સમગ્ર વાત

બાદમાં બાળકી ગભરાયેલી હાલતમાં ઘરે આવી પિતાને સમગ્ર વાત કહી હતી. જેથી તેના પિતા દ્વારા ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા જેમાં આ સમગ્ર ઘટના કેદ થઇ જવા પામી હતી. બીજી તરફ આ બનાવ અંગે પડોશીઓની સમજાવટ બાદ પિતા દ્વારા પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી યુવકની ધરપકડ

પોલીસે જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાં રહેતા એક બાળકીના પિતાએ પોલીસ મથકે આવીને રજૂઆત કરી હતી કે, અજાણ્યા ઇસમ દ્વારા તેમની સાડા 6 વર્ષની બાળકીને ખોળામાં ઉપાડી પોતાની સાથે લઇ જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બાળકી શાળાએ જતી હોવાથી પોલીસની શી ટીમ દ્વારા શાળામાંથી આપેલી ડ ટચ બેડ ટચ અંગેની જાણકારી હતી. આ તાલીમ બાળકીએ લીધી હતી અને તેણીએ પ્રતિકાર કરી જોર જોરથી બુમો પાડતા યુવક બાળકીને ત્યાં જ મુકીને ફરાર થઇ ગયો હતો. આ બનાવમાં 23 વર્ષીય રાજન જીતેન ગુપ્તાની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
g clip-path="url(#clip0_868_265)">