Surat: સરથાણામાં 12 વર્ષની બાળકીને આપ્યો ડામ, 4 મહિલાએ બાળકીનું કર્યું અપહરણ, બે મહિલાની ધરપકડ

Surat: સરથાણામાં 12 વર્ષની બાળકીને આપ્યો ડામ, 4 મહિલાએ બાળકીનું કર્યું અપહરણ, બે મહિલાની ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2023 | 10:18 PM

અમાનવીય કૃત્ય કરનાર બે મહિલાની ધરપકડ પોલીસે કરી છે. 12 વર્ષની બાળકીને ડામ આપ્યો હતો. 4 મહિલાએ બાળકીનું પહેલા અપહરણ કર્યું ત્યાર બાદ માર મારી ગુપ્ત ભાગે મરચાંની ભૂકી નાખી હતી.

સુરતના સરથાણા વિસ્તારમાં 12 વર્ષની બાળકીને ડામ આપવાની ઘટનામાં બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ કેસમાં દુષ્કર્મ કરનાર આરોપીની પત્નીની માતા અને તેના મિત્ર પણ ઝડપાયા હતા. 4 મહિલાઓએ બાળકીનું અપહરણ કરી માર મારી ગુપ્ત ભાગે મરચાંની ભૂકી નાખી હતી. SOGએ આ કેસમાં સંગીતા ઉમેશ ઉંગરેજીયા અને તેની બહેન મનીષા છના ચોવસીયાની ધરપકડ કરી છે. મહત્વપૂર્ણ છે કે મહિલાઓએ કરેલા અમાનવીય કૃત્યને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતના અમદાવાદ, વડોદરા, અરવલ્લી અને કચ્છમાં બની આગની ઘટના, જુઓ Video

માસૂમ અબોલ જીવ સાથે ક્રૂરતા ભર્યું વર્તન કરવાની ઘટના સામે આવતા આ વાતને લઈ લોકોએ નિંદા કરી હતી. આવું અમાનવીય કૃત્ય કરનાર ઈસમો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે. 12 વર્ષની બાળકીને 4 મહિલાઓએ અપહરણ કર્યું હતું. બાળકીના ગુપ્ત ભાગે ઇજાઓ પહોંચાડી હતી.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">