AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સામે થયેલા બદનક્ષીના કેસમાં આવતીકાલે અમદાવાદ મેટ્રો કોર્ટમાં સુનાવણી

Ahmedabad: બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે ગુજરાતીઓને ઠગ કહેવા બદલ તેમની સામે અમદાવાદ મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેના પર આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. આ સુનાવણીમાં કેસના સાક્ષીઓની તપાસ કરાશે. ત્યારબાદ કેસની કાર્યવાહી આગળ વધી શકે છે.

Ahmedabad: બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સામે થયેલા બદનક્ષીના કેસમાં આવતીકાલે અમદાવાદ મેટ્રો કોર્ટમાં સુનાવણી
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 11:44 PM
Share

બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ગુજરાતીઓને ઠગ કહેવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં આવતીકાલે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. તેજસ્વી યાદવ સામે સામાજિક કાર્યકર અને બિઝનેસમેન હરેશ મહેતાએ અમદાવાદની મેટ્રો કોર્ટમાં તેમના નિવેદન સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 202 હેઠળ તપાસના આદેશ આપ્યા છે.

શું છે સમગ્ર કેસ ?

બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે બજેટ સત્ર દરમિયાન બિહાર વિધાનસભા પરિસરમાં નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે દેશમાં હાલની પરિસ્થિતિમાં માત્ર ગુજરાતીઓ જ ગુંડા બની શકે છે. તેજસ્વીએ કહ્યું કે આ ગુંડાઓને પણ માફ કરવામાં આવે છે. તેજસ્વી યાદવે પંજાબ નેશનલ બેંકના પૈસા લઈને ભાગી ગયેલા મેહુલ ચોક્સી પરની રેડ કોર્નર નોટિસ હટાવવા અને તેમની અને લાલુ પરિવાર વિરુદ્ધ ચાલી રહેલી CBI તપાસને લઈને આ નિવેદન આપ્યું હતું.

તેજસ્વીએ નિવેદન પર સ્પષ્ટતા આપી

જ્યારે તેજસ્વી યાદવના નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે તેણે તેના પર સ્પષ્ટતા કરતા કહ્યું કે તેણે આ વાત તમામ ગુજરાતીઓ માટે નથી કહી, પરંતુ તેણે કેટલાક લોકો માટે ઠગ શબ્દનો ઉપયોગ કર્યો છે. તેજસ્વી યાદવના આ નિવેદન સામે સામાજિક કાર્યકર અને બિઝનેસમેન હરેશ મહેતાએ અમદાવાદની મેટ્રો કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

આ કેસમાં સૌપ્રથમ કોર્ટ બદનક્ષીની ફરિયાદ અંગે તપાસ કરશે અને ત્યારબાદ ફરિયાદીના પક્ષે અને સાક્ષીઓના પક્ષે પુરાવાઓને ધ્યાનમાં લઈને પ્રાથમિક કેસ બને છે કે નહીં તે અંગેની તપાસ કરવામાં આવી હતી.મહત્વનું છે કે ફરિયાદ દાખલ કરનાર હરેશ મહેતાએ ખાનગી સમાચાર ન્યૂઝ ચેનલમાં તેજસ્વી યાદવને ગુજરાતીઓ વિરુદ્ધ નિવેદન આપતા સાંભળ્યા હતાં અને ત્યારબાદ તેમણે એક ગુજરાતી તરીકે તેમની લાગણી દુભાતાં બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે.

આ પણ વાંચો: Breaking News: બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ, ગુજરાતીઓને ઠગ કહેવા બદલ નોંધાઈ ફરિયાદ

કેસને લગતા સાક્ષીઓ અને પુરાવા રજૂ કરવા આદેશ

કોર્ટે ફરિયાદી પક્ષને બદનક્ષી બાબતના તમામ પુરાવાઓ અને સાક્ષીઓ રજૂ કરવા માટે આદેશ કર્યો હતો. કોર્ટના આ નિર્દેશને ધ્યાનમાં રાખીને આવતીકાલે ફરિયાદી પક્ષ તરફથી આ કેસને લઈને સાક્ષીઓ પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી શકે છે. સાથે જ જે પણ પુરાવાઓ છે તે કાલે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી શકે છે. જેમાં સર્વપ્રથમ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમગ્ર સાક્ષીઓ અને પુરાવાને ધ્યાનમાં મૂકવામાં આવશે. ત્યારબાદ ઇન્કવાયરી કરીને કોર્ટ તેજસ્વી યાદવ સામે સમન્સ પાઠવી શકે છે અને આગળની કાર્યવાહી થઈ શકે છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">