Ahmedabad : વિવાદિત હાટકેશ્વર બ્રિજ કેસમાં SGS ઇન્ડીયાના મહિલા મેનેજરની ધરપકડ કરી, અત્યાર સુધી સાત આરોપીની ધરપકડ

જેથી 2022માં બ્રિજ બંધ કરીને રિપેરિંગની પ્રક્રિયા શરૂ કરાઈ હતી અને બ્રિજના નમૂનાનું ટેસ્ટિંગ કરવા આવ્યું હતું. જેમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાનો રિપોર્ટ સામે આવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 13 જૂન 2022ના રોજ બ્રિજને બંધ કરી અને રિપેરિંગ કરવા માટે 90 લાખ રૂપિયા અંદાજ પણ આપવામાં આવ્યો હતો.

Ahmedabad : વિવાદિત હાટકેશ્વર બ્રિજ કેસમાં SGS ઇન્ડીયાના મહિલા મેનેજરની ધરપકડ કરી, અત્યાર સુધી સાત આરોપીની ધરપકડ
Hatkeswar Bridge Case
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jun 28, 2023 | 7:13 PM

Ahmedabad: અમદાવાદના બહુચર્ચિત હાટકેશ્વર બ્રિજ(Hatkeswar Bridge)મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. જેમાં અત્યાર સુધીમાં સમગ્ર મામલે સાત આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. ખોખરા પોલીસે SGS ઈન્ડીયા કંપનીના મહિલા મેનેજરની(Woman Magager)  ધરપકડ કરી છે. બ્રિજમાં જે રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો જેને લઈને ખોખરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. અત્યાર સુધીની પોલીસ તપાસમાં અનેક નવા ખુલાસાઓ થયા છે. પોલીસ દ્વારા amc નાં અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે. હાલ પોલીસ મહિલા મેનેજરની ધરપકડ કરી છે.

મહિલા નીલમ પટેલ SGS ઇન્ડીયામાં મેનેજર તરીકે નોકરી કરતા હતા અને ટેન્ડર ભરવા થી વર્ક ઓર્ડર સહિત બ્રીજના તમામ કામોની જવાબદારી સંભાળતા હતા. હાલતો પોલીસે મહિલા મેનેજરને વધુ પૂછપરછ હાથ ધરી છે.મહત્વનું છે કે 40 કરોડ રૂપિયાનું હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર કરનાર આરોપીઓ અગાઉ પોલીસે ધરપકડ કરી હતી.

અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ચેરમેન રમેશ પટેલ અને તેમના પુત્રો કંપનીના ડાયરેકટર ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલ તેમજ ભાગીદાર રસિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ મહાનગરપાલિકાએ 2014માં ટેન્ડર બહાર પાડ્યું હતું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જેમાં અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને હાટકેશ્વરનો છત્રપતિ શિવાજી બ્રિજનો કોન્ટ્રાકટ મળ્યો હતો. જે વર્ષ 2015માં બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ. બે વર્ષ બાદ 2017માં બ્રિજ તૈયાર થઈ જતા લોકો માટે ખુલ્લો મુકાયો હતો પરંતુ બ્રિજમાં અવાર નવાર ગાબડાં પડવાનો સિલસિલો ચાલતો રહ્યો હતો.

જેથી 2022માં બ્રિજ બંધ કરીને રિપેરિંગની પ્રક્રિયા શરૂ કરાઈ હતી અને બ્રિજના નમૂનાનું ટેસ્ટિંગ કરવા આવ્યું હતું. જેમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાનો રિપોર્ટ સામે આવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 13 જૂન 2022ના રોજ બ્રિજને બંધ કરી અને રિપેરિંગ કરવા માટે 90 લાખ રૂપિયા અંદાજ પણ આપવામાં આવ્યો હતો.

ત્યાર બાદના સેમ્પલો લઈ અને બે ખાનગી લેબોરેટરીઓમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં M45ની જગ્યાએ M20 એટલે કે જે સિમેન્ટ રેતી કોંક્રિટ વગેરે વાપરવાનું હોય તે 30 ટકા ઓછું મટિરિયલ વાપરવામાં આવ્યું હતું.આટલી હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપર્યું હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેથી ખોખરા પોલીસ સ્ટેશનમાં AMC દ્વારા અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેકટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

છેલ્લા 46 વર્ષથી સક્રિય અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ ગુજરાતમાં 100થી વધુ બ્રિજ બનાવ્યા છે જેમાં અમદાવાદ અને સાબરકાંઠામાં સૌથી વધુ બ્રિજ બનાવ્યા હોવાનું ખુલ્યું છે.ફરિયાદ બાદ કંપનીના ડાયરેકટર ફરાર થઇ ગયા હતા. તેમને સેસન્સ કોર્ટ, હાઇકોર્ટે અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીનમાં અરજી કરી હતી. પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. જેથી આરોપીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

હાટકેશ્વર બ્રિજના કૌભાંડ અને વિવાદ મામલએ 15 એપ્રિલના રોજ ફરિયાદ દાખલ થતાં જ અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડાયરેક્ટર ફરાર થઈ ગયા હતા. દોઢ મહિના સુધી અલગ અલગ ધાર્મિક સ્થળોમાં ભાગતા ફરતા હતા.

જોકે પોલીસ સ્ટેશનમાં હાજર થતાં જ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરીને તેમના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી. જોકે અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે અન્ય કંપની પણ બ્રિજના કામમાં સામેલ હતી. પોલીસ દ્વારા ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી અને અન્ય કંપનીઓ દ્વારા કઈ પ્રકારે બ્રિજમાં સામેલ હતી અને શું ભૂમિકા હતી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">