Tv9 Exclusive: અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર અકસ્માત મુદ્દે ઇન્ચાર્જ CP પ્રેમવિર સિંહે Tv9 સાથે કરી ખાસ વાતચીત, કહ્યું કે કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા રજૂઆત કરીશું જુઓ Video
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજના અકસ્માતને લઈ અમદાવાદ ઇન્ચાર્જ CP પ્રેમવિર સિંહે Tv9 સાથે ખાસ વાતચીત કરી છે. કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા રજૂઆત કરીશું તેવું પણ અમદાવાદ ઇન્ચાર્જ CP પ્રેમવિર સિંહે જણાવ્યુ હતું.
Ahmedabad Crime: તથ્ય પટેલને લઈ પહેલી વાર પોલીસનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. મહત્વનુ છે કે અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ અને તેની કારમાં હાજર તેના મિત્રોની પોલીસે અટકાયત કરી છે.
પોલીસે કુલ 6 લોકોની અટકાયત કરીને તેમની પુછપરછ શરુ કરી છે. મળતી માહિતી પ્રમાણે તથ્ય પટેલ ઉપર IPCની 304 કલમ એટલે સદોષ મનુષ્ય વધની કલમ લગાડવામાં આવી છે. તો તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ અટકાયત કરવામાં આવી છે.
અમદાવાદ ઇન્ચાર્જ CP પ્રેમવિર સિંહે Tv9 સાથે ખાસ વાતચીત કરી છે. ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાઈ ચૂક્યું છે. તથ્ય તથા તેના પિતા સામે FIR કરાઇ છે. આવતી કાલે રિમાન્ડ માટે રજૂ કરાશે તેવું પણ પોલીસે જણાવ્યુ છે. કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા રજૂઆત કરીશું તેવું પણ અમદાવાદ ઇન્ચાર્જ CP પ્રેમવિર સિંહે જણાવ્યુ હતું.
અમદાવાદમાં આ વર્ષમાં અનેક આ પ્રકારની ઘટના બની છે. ફેબ્રુઆરીમાં સીમ્સ હોસ્પિટલ નજીક BMWએ દંપતીને અડફેટે લીધું તો મે મહિનામાં માતા-પુત્રીને કાર ચાલકે હડફેટે લેતા બંન્નેનું મોત થયું હતું. જૂન મહિનામાં એક સરકારી અધિકારીના દિકરાને ડમ્પરે ટક્કર મારતા મોત થયું હતું. મે 2022માં રોજ નવ યુગલને સ્વીફ્ટ કારે ટક્કર મારી, બંન્નેના મોત થય હતા. મે 2022માં ડમ્પર ચાલકે વિદ્યાર્થીનીને મારી ટક્કર. ઘટનાસ્થળે મોત થાય હતા. આ રીતે અમદાવાદમાં અનેક ઘટનાઓ બની છે.