કોરોનાના કારણે સૌથી વધુ મૃત્યુઆંક નોંધાઈ રહ્યા છે અમદાવાદમાં, છેલ્લા 5 દિવસમાં કોરોનાથી 19ના મોત

અમદાવાદમાં કોરોનાના સતત વધતા કેસ અને મોતના આંકડાને લઈને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે. શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં કેસ સૌથી વધતા જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા પણ ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા કામગીરી શરૂ કરાઈ છે.

કોરોનાના કારણે સૌથી વધુ મૃત્યુઆંક નોંધાઈ રહ્યા છે અમદાવાદમાં, છેલ્લા 5 દિવસમાં કોરોનાથી 19ના મોત
corona (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 9:02 AM

ગુજરાતમાં રોજ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે તેમાં સૌથી વધુ કોરોનાના કેસ (Corona case) અમદાવાદ (Ahmedabad)માં નોંધાઈ રહ્યા છે. કોરોનાથી મૃત્યુ (Corona death) પામનાર લોકોના આંકડા પણ સૌથી વધુ અમદાવાદમાં જ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 5 દિવસમાં અમદાવાદમાં કોરોનાથી 19 લોકોના મોત થયા છે. અમદાવાદમાં કોરોનાનું સંકટ વધુને વધુ ઘેરાતુ જઈ રહ્યુ છે.

રાજ્યમાં મૃત્યુ પામનારાઓની સંખ્યામાં અમદાવાદમાં સૌથી વધુ મૃત્યુના આંકડા નોંધાઈ રહ્યા છે. છેલ્લા પાંચ દિવસના કોરોનાથી મોત થયાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 20 જાન્યુઆરીએ કોરોનાના સૌથી વધુ 9,837 કેસ નોંધાયા છે તો 7 લોકો મૃત્યુ પામ્યા છે. 19 જાન્યુઆરીએ કોરોનાના 8,391 નવા કેસ નોંધાયા અને 6ના મોત થયા છે. 18 જાન્યુઆરીએ 5, 998 નવા કેસ તો 3ના મોતના આંકડા નોંધાયા હતા તો 17 જાન્યુઆરીએ 4,340 નવા કેસ નોંધાયા અને 1નું મોત નિપજ્યું હતુ. 16 જાન્યુઆરીમાં 3,264 કેસ તો 2ના મોત નોંધાયા છે.

અમદાવાદમાં કોરોનાના સતત વધતા કેસ અને મોતના આંકડાને લઇને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે. શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં કેસ સૌથી વધતા જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા પણ ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા કામગીરી શરૂ કરાઈ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં ફરી વધારો નોંધાયો છે. શહેરમાં નવા 41 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. તો 14 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. 265 ઘરોના 1030 લોકોને માઈક્રો કન્ટેઇનમેઇન્ટ ઝોનમાં મુકાયા છે.

મહત્વનું છે કે રાજ્યમાં કોરોનાના સતત વધતા કેસોને લઇને હવે AMC દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. હવે અમદાવાદ શહેરમાં રાત્રે 10 વાગ્યા સુધી કોરોના ટેસ્ટ થશે. લોકો રાત્રે 10 વાગ્યા સુધીમાં AMCના સામુહિક આરોગ્ય કેન્દ્રો પર જઇને ટેસ્ટિંગ કરાવી શકે તે માટે ડોમ પર નજીકના CHC સેન્ટરોની માહિતી મુકવામાં આવશે. ડોમમાં કિટ નહીં હોય તો CHC પર જઈ લક્ષણો ધરાવતા વ્યક્તિ ટેસ્ટિંગ કરાવી શકાશે. આ સાથે ટેસ્ટિંગ કિટ ખૂટવાની ફરિયાદો સામે આવી રહી છે ત્યારે ટેસ્ટિંગ કિટ વધારી આપવા સહિતની સૂચનાઓ AMCની સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ PM મોદી સોમનાથ મંદિર પાસે બનેલા સર્કિટ હાઉસનું આજે કરશે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન, ઘણી સુવિધાઓથી છે સજ્જ

આ પણ વાંચોઃ ખોડલધામ કાગવડના પંચવર્ષીય પાટોત્સવની વર્ચ્યુઅલી ઉજવણી, 10 હજારથી વધુ LED સ્ક્રીન પર જીવંત પ્રસારણ થશે

Latest News Updates

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">