અમદાવાદમાં આજે 41 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા, 14 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્તિ

સૌથી વધારે દક્ષિણ ઝોનમાં 12 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેઇન્ટ ઝોનમાં મુકાયા છે. પશ્ચિમ બાદ દક્ષિણ ઝોનમાં કોરોના વિસ્ફોટ થયો છે. દક્ષિણ ઝોનમાં મણિનગર અને ખોખરા કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. જેમાં દક્ષિણ પશ્ચિમ ઝોનના 10 અને પશ્ચિમ ઝોનના 10 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેઇન્ટ ઝોનમાં મુકાયા છે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Jan 20, 2022 | 11:07 PM

અમદાવાદમાં (Ahmedabad) માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની (Micro Containment Zone) સંખ્યામાં ફરી વધારો નોંધાયો છે. શહેરમાં નવા 41 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. તો 14 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. 265 ઘરોના 1030 લોકોને માઈક્રો કન્ટેઇનમેઇન્ટ ઝોનમાં મુકાયા.

તો સૌથી વધારે દક્ષિણ ઝોનમાં 12 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેઇન્ટ ઝોનમાં મુકાયા છે. પશ્ચિમ બાદ દક્ષિણ ઝોનમાં કોરોના વિસ્ફોટ થયો છે. દક્ષિણ ઝોનમાં મણિનગર અને ખોખરા કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. જેમાં દક્ષિણ પશ્ચિમ ઝોનના 10 અને પશ્ચિમ ઝોનના 10 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેઇન્ટ ઝોનમાં મુકાયા છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સાઉથ બોપલમાં કોરોના વિસ્ફોટ થયો છે.

તો પશ્ચિમ ઝોનમાં નવરંગપુરામાં કેસો વધ્યા. અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 104થી વધી 131 થઈ ગઈ છે. શહેરમાં (Corona)કોરોનાના 9 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. ત્યારે માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ વધારો કરાયો છે.

અમદાવાદમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ

અમદાવાદમાં ગત 24 કલાકમાં સૌથી વધુ 9 હજાર 837 કેસ નોંધાયા છે.  તો 7 લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં મૃત્યુ પામનારાઓની સંખ્યામાં અમદાવાદમાં સૌથી વધુ મૃત્યુના આંકડા નોંધાઈ રહ્યા છે. શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં કેસ સૌથી વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા કામગીરી શરૂ કરાઈ છે.

આ પણ વાંચો : કચ્છ : ભુજના હબાય-નાળાપા નજીક કિશોર પર દિપડાનો હુમલો, આસપાસના ગામોમાં ભય ફેલાયો

આ પણ વાંચો : Ahmedabad : નરોડામાં ગેરકાયેદસર રહેતા 6 બાંગ્લાદેશી નાગરીકોની ધરપકડ, કયારે અટકશે આ સિલસિલો ?

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati