AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: રાજ્યના 79 મોબાઈલ વિક્રેતાઓને ત્યાં GST વિભાગનો સપાટો, 3 કરોડની વસુલાત સાથે 500 મોબાઈલ જપ્ત

Ahmedabad: અમદાવાદમાં મોબાઈલ ફોન વિક્રેતાઓ સામે GST વિભાગે લાલ આંખ કરતા સપાટો બોલાવ્યો છે. શહેરમાં 57 મોબાઈલ વિક્રેતાઓને ત્યાં દરોડા કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યભરમાં 79 જેટલા વિક્રેતાઓને ત્યાં GST વિભાગે દરોડાની કામગીરી કરી છે. આ દરમિયાન પેઢીઓ દ્વારા કરોડોની ખોટી વેરાશાખ લીધી હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે. GST વિભાહે સ્થળ પર જ 3 કરોડ રૂપિયાની વસુલાત કરતા 500 મોબાઈલ જપ્ત કર્યા છે.

Ahmedabad: રાજ્યના 79 મોબાઈલ વિક્રેતાઓને ત્યાં GST વિભાગનો સપાટો, 3 કરોડની વસુલાત સાથે 500 મોબાઈલ જપ્ત
Narendra Rathod
| Edited By: | Updated on: Oct 23, 2023 | 5:14 PM
Share

Ahmedabad: તહેવારોની સીઝનમાં સ્ટેટ GST વિભાગે રાજ્યભરના મોબાઈલ વિક્રેતાઓ પર દરોડાની કામગીરી કરી હતી. મોબાઈલ ફોનનું બિલ વગર રોકડમાં વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીના આધારે સ્ટેટ જીએસટીએ અમદાવાદ ના 57 સહીત કુલ 79 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં પેઢીઓ દ્વારા રૂપિયા 22 કરોડની ખોટી વેરાશાખ લીધી હોવાનું સામે આવ્યું છે. જેમાં સ્થળ પર રૂપિયા 3 કરોડની વસુલાત જ્યારે 500 મોબાઈલ જપ્ત કરાયા હતા.

રાજ્યભરમાં 79 મોબાઈલ વિક્રેતાઓને ત્યા દરોડા

ગુજરાત સ્ટેટ GST વિભાગને મળેલ બાતમીના આધારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભુજના 79 મોબાઈલ વિક્રેતાઓ પર દરોડા કામગીરી કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું કે વિક્રેતાઓ 22 કરોડની ખોટી વેરાશાખ ભોગવી કરચોરી કરી છે. વિક્રેતાઓ મોબાઈલ ફોનની ખરીદીઓ ટેક્સ-ઈન્વોઈસથી કરી તેનું રોકડેથી બિલ વગર વેચાણ કરી દેતા હતા અને ફોનની ખરીદીની વેરાશાખનો ઉપયોગ ગ્રે-માર્કેટમાંથી બિલ વગર ખરીદેલ ફોનનાં B2B વેચાણોના ભરવાપાત્ર વેરા માટે કરી કરચોરી કરવામાં આવતી હતી.

દરોડા દરમિયાન સ્થળ  પરથી જ 3 કરોડની વસુલાત, બિલ વગરના 500 મોબાઈલ સીઝ

તપાસમાં એ બાબતો પણ સામે આવી કે વિક્રેતાઓએ ખરીદ-વેચાણ કરેલ મોબાઈલ ફોનની કંપની, મોડેલ નંબર, કિંમત તથા IMEI નંબરનો રેકોર્ડ ઉપલબ્ધ ના હતો. કરચોરીમાં સામેલ વેપારીઓ કોઈપણ પ્રકારના હિસાબો રાખતા ના હતાં. જેના કારણે કરચોરીની રકમનો તાગ મેળવવા વિભાગના અધિકારીઓને સંખ્યાબંધ વ્યવહારોની ડેટા-એન્ટ્રી કરવાની ફરજ પડી હતી. તપાસમાં રૂપિયા 3 કરોડની વસુલાત કરવામાં આવી અને બિલ વગરના 500થી વધુ મોબાઈલ ફોન સીઝ કરવામાં આવ્યા. GST વિભાગે દરોડામાં કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. જેના અભ્યાસ બાદ કરચોરીનો આંકડો વધે એવી શક્યતાઓ રહેલી છે.

આ પણ વાંચો: Rajkot : મોંઘી થઇ ગરીબોની ‘કસ્તૂરી’ ! ફરી એકવાર ડુંગળીના ભાવમાં તોતિંગ વધારો, જુઓ Video

કયા શહેરમાં કેટલી જગ્યાએ દરોડા ?

સ્ટેટ GST વિભાગની અલગ અલગ ટીમોએ રાજ્યના સાત શહેરોના મોબાઈલ વિક્રેતાઓ 79 જગ્યા પર દરોડાની કામગીરી કરી હતી. જેમાં સૌથી વધારે અમદાવાદમાં 57, સુરત 8, ભુજમાં 4, રાજકોટમાં 3, જુનાગઢ 3, વડોદરા-મહેસાણાના 2-2 સ્થળો પર દરોડા કામગીરી કરાઈ હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">