AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: આજીડેમ નજીક કન્ટેનરની અડફેટે 3 લોકોના મોત, અકસ્માત નહીં પરંતુ ઇરાદાપૂર્વકની હત્યા, જાણો હકીકત

રાજકોટના આજીડેમ ચોકડી નજીક હાઈવે પર ગતરોજ બપોરના સમયે કન્ટેનરની અડફેટે એક મહિલા, પુરુષ અને 12 વર્ષના કિશોરનું મોત થયું હતું, પ્રાથમિક દૃષ્ટિએ તો આ ઘટના અકસ્માતની લાગી રહી હતી અને પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી હતી. પરંતુ પોલીસ તપાસમાં જે ઘટસ્ફોટ થયો તેણે શહેરભરમાં ચકચાર મચાવી દીધો. શા માટે કન્ટેનર ચાલકે આટલી બેરહેમી પૂર્વક પોતાની પત્નિ અને બાળક સહિત ત્રણ લોકોની હત્યા કરી નાખી? જાણો આ અહેવાલમાં

Rajkot: આજીડેમ નજીક કન્ટેનરની અડફેટે 3 લોકોના મોત, અકસ્માત નહીં પરંતુ ઇરાદાપૂર્વકની હત્યા, જાણો હકીકત
Ronak Majithiya
| Edited By: | Updated on: Oct 23, 2023 | 4:05 PM
Share

રાજકોટમાં બનેલી અકસ્માતની ઘટના, આ ઘટના ખરેખર અકસ્માતની નહિ પરંતુ ઇરાદાપૂર્વકની હત્યા હતી. કન્ટેનર ચલાવનાર શખ્સે પોતાની પત્નિ,બાળક અને યુવકની કન્ટેનર નીચે કચડીને હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે.

આરોપીની પત્નિ તેના પ્રેમી સાથે રહેતી હોવાથી કરી નાખી હત્યા

સમગ્ર ઘટનાની વાત કરીએ તો મૃતક મહિલા પારુલ દાફડાને વર્ષોથી તેના પતિ સાથે ઘરકંકાસ ચાલતો હતો. આ દરમિયાન છેલ્લા કેટલાક સમયથી તેની સાથે કેટરિંગમાં કામ કરતા નવનીત વરુ નામના યુવક સાથે તેને પ્રેમસંબંધ થયો હતો. છેલ્લા વીસેક દિવસથી તે તેના પતિને મૂકીને તેના 12 વર્ષીય પુત્રને લઈને તેના પ્રેમી નવનીત વરુ સાથે રહેવા જતી રહી હતી.

આ વાત પારુલના આરોપી પતિ પ્રવીણ દાફડાને માફક ન આવતા તેણે 181 માં ફોન કરીને ફરિયાદ કરીને નવનીત નામનો શખ્સ તેની પત્નિને હેરાન કરે છે અને ભગાડી ગયો છે તેમ જણાવ્યુ. જેથી 181ની ટીમે પારુલ અને તેના પ્રેમી નવનીતને ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા અને પૂછપરછ કરી હતી.

મહિલા પોતાની મરજીથી પ્રેમી સાથે રહે છે

પૂછપરછ દરમ્યાન પારૂલે પોલીસને જણાવ્યું કે તેના પ્રેમી તરફથી તેને કોઈ ત્રાસ કે બળજબરી નથી, તે પોતાની મરજીથી જ નવનીત સાથે રહેવા ગઈ છે. જેથી પોલીસે બંનેને પૂછપરછ કરીને જવા દીધા હતા. જેથી પ્રવીણની મરજી મુજબ ન થતાં તેનામાં બદલાની આગ સળગી અને તેણે તેની પત્નિ અને તેના પ્રેમીની હત્યા કરવાનું નક્કી કર્યું, એ પણ અકસ્માત લાગે એ રીતે.

આરોપી પ્રવીણ દાફડા નમકીનની કંપનીનું કન્ટેનર ચલાવતો હતો. તે કન્ટેનર લઈને જ તે આજીડેમ ચોકડી નજીક હાઇવે પર નવનીત અને પારૂલની રાહ જોતો હતો. આ દરમ્યાન નવનીત, પારુલ અને પોતાનો 12 વર્ષીય બાળક એક્ટિવા પર આવ્યા તેવા જ કન્ટેનરથી કચડીને પોતાની પત્નિ તેના પ્રેમી અને પોતાના બાળકની નિર્દયતા પૂર્વક હત્યા કરી નાખી.

કેવી રીતે ઉકેલાયો હત્યાનો ભેદ?

સમગ્ર ઘટનાનો ભેદ કેવી રીતે ઉકેલાયો તે અંગે ટીવી9 સાથે વાતચીતમાં જણાવતા એસીપી ભાવેશ જાધવે જણાવ્યું કે સમગ્ર ઘટનામાં આરોપીની પત્નિ અને બાળકનું તો ઘટના સ્થળ પર જ મોત નિપજયું હતું પરંતુ પ્રેમી નવનીત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. જે દરમિયાન તેણે પોતાના મોટાભાઈ હિતેશ સાથેની વાતચીતમાં જણાવ્યું કે પારુલના પતિએ ત્રણેય પર કન્ટેનર ચડાવી દીધું હતું.

આ નિવેદન બાદ પોલીસે આરોપી પ્રવિણ દાફડાની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ થોડા સમય બાદ નવનીતનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પ્રવીણ પર બદલાનું ભૂત એ રીતે સવાર હતું કે તેણે પોતાની પત્નિ અને તેના પ્રેમીની સાથે સાથે પોતાના જ 12 વર્ષીય બાળકને મોતને ઘાટ ઉતાર્યો. જેનો આ સમગ્ર ઘટનામાં કોઈ જ વાક નહોતો.

આ પણ વાંચો : Rajkot : મોંઘી થઇ ગરીબોની ‘કસ્તૂરી’ ! ફરી એકવાર ડુંગળીના ભાવમાં તોતિંગ વધારો, જુઓ Video

આ સિવાય આરોપી પ્રવિણ અને મૃતક પારુલ અને એક અન્ય પણ 14 વર્ષીય પુત્ર છે જેણે પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે અને પિતા જેલમાં જતા તે પણ અનાથની જેમ જીવન જીવવા મજબૂર થયો છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">