AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ શહેરને મળશે વધુ એક બ્રિજ, પરંતુ આ બ્રિજ સામાન્ય નહીં, જાણો કેમ, જુઓ વીડિયો

અમદાવાદ શહેરને વધુ એક બ્રિજ મળશે. સાબરમતી નદી પર બ્રિજનું નિર્માણ કરાશે. અહીં 'એરફિલ રબર બેરેજ કમ બ્રિજ' બનાવાશે અચેર કેમ્પથી સદર બજાર વચ્ચે આ બ્રિજ બનશે. બેરેજ કમ બ્રિજની આધુનિક ડિઝાઇન તૈયાર કરાશે. આ નવો બનનાર બ્રિજ બે કામ કરશે. પાણીને રોકી રાખશે સાથે ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે. પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતો બ્રિજ તૈયાર થશે.

અમદાવાદ શહેરને મળશે વધુ એક બ્રિજ, પરંતુ આ બ્રિજ સામાન્ય નહીં, જાણો કેમ, જુઓ વીડિયો
Jignesh Patel
| Edited By: | Updated on: Nov 29, 2023 | 6:21 PM
Share

અમદાવાદ શહેરને વધુ એક બ્રિજ મળશે. પરંતુ આ બ્રિજ સામાન્ય બ્રિજ જેવો નહીં હોય. જીહાં, હવે સાબરમતી નદી પર નવી ટેક્નોલોજીથી ‘રબર બેરેજ કમ બ્રિજ’ બનાવાશે. જેને લઇ આધુનિક ડિઝાઇન પણ તૈયાર કરી દેવાઇ છે. આ બ્રિજ એક નહીં, બે કામ કરશે. એક તો ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને બીજું નદીમાં પાણીનો જથ્થો રોકી શકાશે.

સાબરમતી નદી પર અચેર કેમ્પથી સદર બજાર વચ્ચે ‘રબર બેરેજ કમ બ્રિજ’ બનશે. જે પશ્ચિમ તરફ ટોરેન્ટ પાવર સ્ટેશનથી પૂર્વમાં કેમ્પ સદર બજારના બંન્ને રસ્તાઓને જોડશે. જેથી ચાંદખેડા, સાબરમતી, મોટેરા, હાંસોલ તથા એરપોર્ટ સાથે સીધી કનેક્ટીવીટી મળશે. આ બ્રિજ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત બનાવાશે.

‘બેરેજ કમ બ્રિજ’ માટે અનોખી ડિઝાઇન તૈયાર કરાશે, જે અમદાવાદ માટે એક નવી ઓળખ ઉભી કરશે. મહત્વનું છે, ગુજરાતમાં નદીના પાણીને રોકી શકે તેવો રબર સંચાલિત કોઇ પણ બ્રિજ હજી સુધી બન્યો નથી. આ બ્રિજની વિશેષતા છે, કે તે નદીમાં પાણી રોકી રાખશે. જરૂરિયાતના સમયે આ રબર સામાન્ય સ્થિતિમાં આવી જતા નદીના લેવલે આવી જશે. જેથી પૂરના સમયે અથવા વહેતા પાણીમાં અવરોધ રૂપ નહીં બને.

કારણ કે, રબર બેરેજનું ઓપરેશન અને મેઇન્ટેનન્સ ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ આધારિત છે. તેને ડીફલેક્ટ કરવાથી નદીના વહેતા પૂરને અવરોધરૂપ ન થાય. તે હેતુથી વૈકલ્પિક દરખાસ્તોનો અભ્યાસ કરીને ‘એરફિલ રબર બેરેજ કમ બ્રિજ’ બનાવાશે. વધુમાં, થીમ બેઇઝ લાઇટીંગ અને વોટર ટ્રાન્સ્પોર્ટેશન માટે પણ પ્રપોઝલ કરાયું છે.

આ પણ વાંચો : અમદાવાદ : જગન્નાથ મંદિરમાં ભક્તોએ લીધા અન્નકૂટના દર્શનનો લ્હાવો, જુઓ વીડિયો

બેરેજ વિશેષ પ્રકારનો અને ગુજરાત માટે પ્રથમ હોવાથી, આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ ભાગ લેશે. બ્રિજના કામનું મેન્યુફેક્ચરીંગ, સપ્લાય, ઇન્સ્ટોલેશન અને મેઇન્ટેનન્સ તેમજ જરૂરી ઓટોમેશન સિસ્ટમ સહિતના બાંધકામનું 73.65 કરોડનું ટેન્ડર મંગાવાયું છે. આ બ્રિજના કારણે અચેર બજારથી ઉપરવાસમાં સંગ્રહિત થનાર પાણીના જથ્થાનો મોટો ફાયદો મળશે.જેના વડે અમદાવાદ શહેરને પાણીની અછત નહીં પડે. તેમજ નર્મદા કેનાલના સમારકામ દરમિયાન કોતરપુર ઇન્ટેકવેલ મારફતે આશરે 10થી 15 દિવસ સુધીનો પાણીનો જથ્થો કોતરપુર વોટર વર્કસ ખાતે ઉપલબ્ધ થઇ શકશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
g clip-path="url(#clip0_868_265)">