Ahmedabad Crime: 7 શખ્સની ટોળકીએ મચાવ્યો આંતક, તલવાર વડે તોડફોડ કરી ખંડણીની માગ કરી

અમદાવાદમાં 7 શખ્સોની ટોળકીએ રીતસરનો આંતક મચાવ્યો છે. સિક્યુરિટી ગાર્ડને ડરાવી ધમકાવી તલવારો વડે તોડફોડ કરી ખંડણીની માંગ કરી આ સમગ્ર ઘટનાને લઈ પોલીસ ચાર આરોપી ધરપકડ કરી છે.

Ahmedabad Crime: 7 શખ્સની ટોળકીએ મચાવ્યો આંતક, તલવાર વડે તોડફોડ કરી ખંડણીની માગ કરી
| Edited By: | Updated on: Aug 18, 2023 | 8:19 PM

માધુપુરામાં અસામાજિક તત્વોએ આંતક મચાવી દહેશત ફેલાવનાર 4 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સિક્યુરિટી ગાર્ડને ડરાવી ધમકાવી તલવારો વડે તોડફોડ કરી ખંડણીની માંગ કરી હતી. 7 શખ્સોની ટોળકીએ રીતસરનો આંતક મચાવ્યો હતો જે ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી અન્ય ફરાર ત્રણની શોધખોળ હાથ ધરી છે.

દોરડું બાંધીને હાથ જોડી માફી માંગતા ચારેય અસામાજિક તત્વોએ તલવાર, છરી જેવા હથિયારથી કોમ્પલેક્ષ માં તોડફોડ કરી આંતક મચાવ્યો હતો. જે ઘટનાની વિગતવાર વાત કર્યે તો 13મી તારીખના મોડી રાત્રે માધુપુરા માર્કેટમાં આવેલા અષ્ટવિનાયક કોમ્પ્લેક્સમાં 7 જેટલા અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો હતો. જોકે સમગ્ર ધટના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી. જેમાં આ અસામાજિક તત્વો સિક્યુરિટી ગાર્ડને તલવાર વડે ધમકાવે છે. અને તોડફોડ પણ કરે છે.

આ ગુનામાં માધુપુરા પોલીસે આરોપી જયંતિ પરમાર, મેહુલ રાણા તેનો ભાઈ કરણ રાણા અને ભાવેશ ભીલની ધરપકડ કરી છે. આરોપીએ 13 તારીખે મોડી રાત્રે કોમ્પ્લેક્સના સિક્યુરિટી ગાર્ડને ધમકી આપી ખંડણી ની માંગણી કરી હતી. સાથે જ જો સિક્યુરિટી ગાર્ડ રાખવા હોય તો દર મહિને રૂપિયા. ચુકવવા માટે ધમકીઆપતા હતા. જે અંગે માધુપુરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધી ચાર આરોપી ધરપકડ કરી હતી.

પોલીસ તપાસ કરતા આ ગેંગનો મુખ્ય આરોપી જયંતી પરમાર માધુપુરા નો માથાભારે આરોપી ગિરીશ ઉર્ફે દુનીનો ભત્રીજો છે. માટે સ્થાનિક લોકો તેનાથી ડરતા રહે છે, અને એક પણ વ્યક્તિ પોલીસ ફરિયાદ કરવા પોલીસ મથક સુધી ન પહોંચતુ હોવાનું પોલીસ માની રહી છે.

લોકોમાં પોલીસની કામગીરી દેખાય તથા આરોપીઓનો ડર ઓછો રહે તે માટે પોલીસ તમામ આરોપીને બનાવ સ્થળે લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. જેમાં ચારેય આરોપી કોમ્પલેક્ષ લઈ જતા વેપારીઓ તાળી પાડી પોલીસની કામગીરી બિરદાવી હતી. ત્યારે ખંડણી માંગવી અને ધમકી આપવાના ગુનામાં અન્ય ત્રણ ફરાર આરોપી જેના નામ મહેશ ઠાકોર, બાટલી અને પ્રશાંત રાવત છે. જે ત્રણે ફરાર હોવાથી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad : મણીનગરમાં વિધર્મી યુવકે યુવતીની કરી છેડતી, સ્થાનિકોએ આરોપીને પકડી મેથીપાક ચખાડ્યો

અસામાજિક તત્વો પર પોલીસનો ખૌફ ઓછો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. કારણકે જ્યાં સુધી આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે. ત્યાં સુધી આવા બનાવોને રોકી નહીં શકાય. સાથે જ પોલીસ લોકોને પણ અપીલ કરી રહી છે કે આવા આ સામાજિક તત્વો વિરુદ્ધ વધુમાં વધુ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવે. જેથી કરી તેઓ લાંબો સમય જેલમાં રહી શકે, અને કાયદાનો ગાળીયો કસી શકાય.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો