Ahmedabad : મણીનગરમાં વિધર્મી યુવકે યુવતીની કરી છેડતી, સ્થાનિકોએ આરોપીને પકડી મેથીપાક ચખાડ્યો
અમદાવાદ શહેરમાં છેડતીના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ મણિનગર વિસ્તારમાં સામે આવ્યો છે. રાત્રે એક યુવતીની છેડતી કરનાર વિધર્મીને સ્થાનિકોએ પકડી પોલીસને હવાલે કર્યો છે.

Ahmedabad : અમદાવાદ શહેર જે સ્માર્ટ શહેર (Smart City) તો બન્યું છે. પરંતુ સાથે જ ગુનાહિત પ્રવૃત્તિઓ પણ તેટલીજ જોવા મળે છે. તે પછી ચોરીની વાત હોય, લૂંટની ઘટનાની વાત હોય, દુષ્કર્મના કેસોની વાત હોય કે છેડતીની વાત હોય. શહેરમાં ગુનાઓનું પ્રમાણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. અમદાવાદ શહેરમાં છેડતીના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ મણિનગર વિસ્તારમાં સામે આવ્યો છે. રાત્રે એક યુવતીની છેડતી કરનાર વિધર્મીને સ્થાનિકોએ પકડી પોલીસને હવાલે કર્યો છે.
ગુરુવારે શહેરના મણીનગર વિસ્તારમાં રાત્રે એક વિધર્મી યુવકે રસ્તે ચાલતી જતી યુવતીની છેડતી કરી હતી. જેની જાણ થતાં સ્થાનિકોના ટોળા એકઠા થયા હતા અને તે વિધર્મી યુવકને ઝડપી પાડી મેથીપાક પણ ચખાડ્યો હતો. બાદમાં પોલીસને હવાલે કર્યો હતો. જે ઘટનામાં મણીનગર પોલીસે વીધર્મી યુવકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઇસનપુરનો શેરખાન આફતાબ પઠાણ છે. જે રીક્ષા ચલાવે છે અને તે છેલ્લા ત્રણ મહિનાથી યુવતીની છેડતી કરતો હતો તેમજ હેરાન પરેશાન કરતો હતો. જે બાબતે 15 દિવસ પહેલા યુવતીની માતાએ વિધર્મી રીક્ષા ચાલક યુવકને ઠપકો પણ આપ્યો હતો. 15 દિવસ આ સિલસિલો બંધ પણ રહ્યો. પરંતુ ફરી એકવાર વિધર્મી યુવકે યુવતીની છેડતી કરવાની શરૂઆત કરી.
જેની જાણ થતાં પરિજનોએ ગુરુવારે બનેલી ઘટના બાદ શેરખાન પઠાણને ઝડપી મેથીપાક ચોખાડ્યો અને વિધર્મી યુવકને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે યુવક અપરણિત છે અને તેના ઘરમાં ભાઈ અને બહેન છે. છેડતી અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
હાલ તો સમગ્ર ઘટનામાં છેડતીની કલમ દાખલ કરીને વીધર્મી યુવક સામે પોલીસે કાર્યવાહી કરી છે. પરંતુ આ છેડતી પાછળનો યુવકનો અન્ય કોઈ ઇરાદો હતો કે કેમ, શું તે એક તરફી પ્રેમમાં હતો, કે પછી યુવતીને માત્ર હેરાન કરવાના ઇરાદે જ છેડતી કરતો કે પછી અન્ય કોઈ કારણોસર તે યુવતીની છેડતી કરતો હતો તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.