Ahmedabad: છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીને ક્રાઇમ બ્રાન્ચના કર્મચારી તરીકે ઓળખ આપી કરી છેતરપિંડી

Ahmedabad : ક્રાઇમ બ્રાન્ચના કર્મચારી તરીકેની ઓળખ આપી છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીને છેતર્યા હતા. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.

Ahmedabad: છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીને ક્રાઇમ બ્રાન્ચના કર્મચારી તરીકે ઓળખ આપી કરી છેતરપિંડી
ક્રાઇમબ્રાન્ચના કર્મચારી તરીકે ઓળખ આપી કરી છેતરપિંડી
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 02, 2021 | 2:17 PM

Ahmedabad : છેતરપિંડીનો ભોગ બનેલા કાપડના વેપારીને ક્રાઈમ બ્રાંચના કર્મચારી (Crime Branch Employee) તરીકે ઓળખ આપી છેતરપિંડી (Fraud) કરનાર વિરુધ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. આરોપી એ ભોગ બનનાર વેપારીને પોતે ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવે છે તેવી ઓળખ આપી ફસાયેલા નાણા કઢાવી આપવાની લાલચ આપી હતી. આ બાદ વેપારી પાસેથી લાખોની છેતરપિંડી કરી હતી. જેથી ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિપક મહીડા નામના શખ્સે છેતરપિંડી આચરી છે. જે પોતે ચિટર હોવા છતાં લોકોને ક્રાઈમ બ્રાંચના પોલીસકર્મી તરીકે ઓળખ આપતો હતો. આ સાથે જ લોકો પાસેથી રૂપિયા ખંખેરતો હતો. આરોપીએ અમદાવાદના એક કાપડના વેપારી આનંદ શુક્લાને મદદ કરવાના બહાને તેમની પાસેથી 12.85 લાખની છેતરપિંડ઼ી કરી હતી.

આરોપી દીપક પોતે ક્રાઈમ બ્રાંચનો અધિકારી છે અને તમારા ફસાયેલા નાણા પાછા અપાવીશ તેવી બાંહેધરી આપી રૂપિયા પડાવ્યા હતા. પરંતુ વેપારીએ ફરિયાદની વાત કરતા 7.85 લાખ પરત આપી 5 લાખ આપ્યા ન હતા. જેથી ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી તપાસ કરતા સામે આવ્યુ કે તેણે નડીયાદમાં પણ એક મહિલા સાથે 4 લાખની છેતરપિંડી કરી છે. જેથી નડીયાદ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ક્રાઈમ બ્રાંચે આરોપીના ટ્રાન્સફર રિમાન્ડ મેળવી ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ આરોપી પાસે ક્રાઈમ બ્રાંચના અધિકારીનું આઈકાર્ડ છે કે કેમ અને તેનો ક્યાં ક્યા ઉપયોગ કર્યો છે. તે અંગે તપાસ તપાસ હાથ ધરી છે. ઉપરાંત ક્રાઈમ બ્રાંચનુ આઈકાર્ડ ક્યાં બનાવ્યુ તેની તપાસ હાથ ધરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">