AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ફોનમાં બેંકિગ અને ફાઇનાન્સ એપ્લીકેશનથી નાણાં ટ્રાન્સફર કરી 20 લાખની છેતરપિંડી, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

મોબાઇલ ફોનમાં બેંકિગ અને ફાઇનાન્સ એપ્લીકેશનથી નાણાં ટ્રાન્સફર કરી 20 લાખની છેતરપિંડી આચરતા સેટેલાઇટ પોલીસે તપાસ કરતાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.

Ahmedabad: ફોનમાં બેંકિગ અને ફાઇનાન્સ એપ્લીકેશનથી નાણાં ટ્રાન્સફર કરી 20 લાખની છેતરપિંડી, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
Mihir Soni
| Edited By: | Updated on: Aug 14, 2023 | 11:47 PM
Share

સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ઠગએ અલગ જ પ્રકારની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. લોકોના લાખો રૂપિયા સેરવી લીધા હતા. પોલીસે નીલ પટેલ નામના ઠગની ધરપકડ કરી છે. અનેક લોકોએ આરોપી નીલ પાસે ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

આરોપીએ મોબાઇલ ફોનમાં બેંકિગ અને ફાઇનાન્સ એપ્લીકેશનથી નાણાં ટ્રાન્સફર કરી 20 લાખની છેતરપિંડી આચરતા સેટેલાઇટ પોલીસે તપાસ હાથ ધરી છે. તપાસમાં એ પણ સામે આવ્યુ છે કે આરોપી અમેરિકામાં ફોર્ડ અને બીએમડબલ્યુના એન્જીન બનાવતી કંપનીનો માલિક હોવાની પણ ઓળખ આપતો હતો.

માણેકબાગમાં રહેતા સ્વયંમભાઇ જરમરવાળા ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફર તરીકે ફ્રી લાન્સ કામ કરે છે. થોડા સમય પહેલા તે સેલા ખાતે આવેલી ક્લબમાં તેમના એક મિત્રના રેફરન્સથી નીલ જંયતિ પટેલ નામના યુવકને મળ્યા હતા. તેણે પોતાનો પરિચય અમેરિકામાં આવેલી એક કંપનીના માલિક તરીકે આપ્યો હતો અને આ કંપની બીએમડબલ્યુ અને ફોર્ડ કંપની માટે એન્જીન બનાવવાનું કામ કરતી હોવાનું જણાવી વસ્ત્રાપુરની હયાત હોટલમાં રહેતો હોવાની વાતો કરી હતી.

જે બાદ તે અવારનવાર સ્વંયમભાઇની ઓફિસ પર આવતો અને તેમનો ફોન ઉપયોગ કરવાના બહાને બેંકિગ અને અન્ય ફાઇન્સીયલ એપ્લીકેશનની વિગતો જાણી હતી. બાદમા વિશ્વાસ કેળવવા માટે તેણે એક કંપનીમાંથી 50 ટકાના ભાવે ઓનલાઇન ચીજવસ્તુઓ અપાવી હતી અને ટુરમાં પણ 50 ટકા ડિસ્કાઉન્ટ આપ્યું હતું.

જે બાદ તે મિત્રતા કેળવીને અવારનવાર તેના ઘરે પણ આવતો હતો. જેમાં આરોપીએ મોબાઇલ એક્સેસ કરીને એક લાખ રૃપિયા મેળવી લીધા હતા. જ્યારે ક્રેડિટ કાર્ડ આવ્યું ત્યારે સ્વયંમ અને તેના પરિવારના સભ્યો ચોંકી ઉઠયા હતા કારણ કે તેમના કાર્ડથી 4.71 લાખ લઇ લીધા હતા. જેથી હયાત હોટલ ખાતે જઇને નીલની પુછપરછ કરતા તેણે નાણાં લીધાની કબુલાત કરી હતી.

આ પણ વાંચો : Ahmedabad: બાપુનગરમાં દારૂડિયા પુત્રએ લોખંડનો હથોડો મારી માતાની કરી હત્યા, જુઓ Video

એટલું જ નહી ત્યાં રાહુલ પરમાર નામનો અન્ય એક વ્યક્તિ આવ્યો હતો. તેની સાથે પણ નીલ પટેલે 14.78 લાખની છેતરપિંડી આચરી હતી. બાદમાં તપાસ કરતા એવી પણ વિગતો જાણવા મળી હતી કે તે કોઇ અમેરિકાની કંપનીની માલિકી નથી ધરાવતો અને તેણે અનેક લોકો સાથે છેતરપિંડી પણ આચરી હતી. ત્યારે હાલ સેટેલાઇટ પોલીસે નીલ પટેલ સામે 20 લાખની ઠગાઇનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નીલ પટેલની હયાત હોટલ માથી ધરપકડ કરી જે બાદ પોલીસ તપસ કરતાં સામે આવ્યું કે ઠગ નીલ પટેલ અલગ અલગ રીતે 5 થી વધુ લોકોને સતહ ઠગાઇ કરી 35 લાખથી વધુ ની ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ઠગ નીલ પટેલના 2 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">