Ahmedabad: બોગસ ડોક્યુમેન્ટના આધારે ફલાઇટની ટિકિટ ખરીદનાર ઝડપાયો, પુછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા

અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પોલીસે કસ્ટડીમાં લીધેલા આરોપીનું નામ સરફરાજખાન સમી ઉલ્લાહ છે. આ આરોપી દિલ્હીથી અમદાવાદ સમીર કિશનલાલ બનીને આવ્યો હતો.

Ahmedabad: બોગસ ડોક્યુમેન્ટના આધારે ફલાઇટની ટિકિટ ખરીદનાર ઝડપાયો, પુછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા
અમદાવાદ એરપોર્ટ પોલીસે બોગસ ડોક્યુમેન્ટના આધારે ટિકિટ ખરીદનારની ધરપકડ કરી
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 09, 2022 | 12:03 PM

અમદાવાદના (Ahmedabad) એરપોર્ટ પર સ્મગલિંગ સહિતની ક્રાઇમની (Crime) અનેક ઘટનાઓના સમચાર સામે આવતા હોય છે. જો કે તાજેતરમાં અમદાવાદના એરપોર્ટ (Ahmedabad Airport) પરથી બોગસ ડોક્યુમેન્ટના આધારે ટિકિટ મેળવી એક વ્યક્તિએ મુસાફરી કરી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે બોગસ ડોક્યુમેન્ટથી ટિકિટ ખરીદનાર આ શખ્સની ધરપકડ કરી લીધી છે. આરોપીએ સાચા નામની ટિકિટ (Tickets) ખરીદી હતી. પરંતુ તે રદ્દ કરાવી ખોટા નામે બીજી ટિકિટ કરી મુસાફરી કરવા જતો હતો. જેથી એરપોર્ટ ઓથોરિટીને આરોપી શંકાસ્પદ લાગતા તેને ઝડપી પોલીસને હવાલે કર્યો છે. જે અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મુંબઇની ટિકિટ લીધી પણ અમદાવાદ ઉતરી ગયો આરોપી

અમદાવાદ એરપોર્ટ પોલીસે કસ્ટડીમાં લીધેલા આરોપીનું નામ સરફરાજખાન સમી ઉલ્લાહ છે. આ આરોપી દિલ્હીથી અમદાવાદ સમીર કિશનલાલ બનીને આવ્યો હતો. બાદમાં તેણે પોતાના સાચા નામ સરફરાજખાનના નામે મુંબઈની ટિકિટ લીધી હતી. જોકે ફ્લાઈટમાંથી તે ઉતરી ગયો હતો. બાદમાં તેણે સમીરના નામે દિલ્હીની ટિકિટ મેળવી હતી. જેથી એરપોર્ટ અધિકારીને તે શંકાસ્પદ જણાતા તેની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી પાસે બનાવટી ચૂંટણી કાર્ડ મળી આવ્યુ

આરોપી સરફરાજ ખાનની પુછપરછ કરી તપાસ કરતા પોલીસને એક સમીરના નામનું બનાવટી ચૂંટણી કાર્ડ મળી આવ્યુ હતુ. સાથે જ સાચા નામનુ આધારકાર્ડ મળી આવ્યુ છે. જે બન્નેમાં એડ્રેસ ખોટા છે. જેથી પોલીસે તે અંગે તપાસ હાથ ધરી છે. ઉપરાંત આરોપીની પુછપરછ કરતા તેણે અલગ અલગ બહાના કર્યા હતા. એરપોર્ટ સ્ટાફની પુછપરછમાં સમીર તેનો જુડવા ભાઈ છે. તેનુ ચૂંટણી કાર્ડ હોવાનુ જણાવ્યુ હતુ. તો બીજી તરફ એરપોર્ટ પોલીસે પુછપરછ કરતા પોતાની ગર્લફ્રેન્ડને મળવા માટે સમીરના નામનો ઉપયોગ કરે છે. તેવુ જણાવ્યુ હતુ. જોકે પોલીસે આ અંગે હકિકત તપાસવાની કાર્યવાહી હાથ ધરી છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

પુછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા

મહત્વનુ છે કે, ન માત્ર એરપોર્ટ પોલીસ પરંતુ અન્ય તપાસ એજન્સીઓ પણ આરોપી સરફરાજની પુછપરછ કરી રહી છે. સાથે જ આરોપીના મોબાઇલ લોકેશનના આધારે તે ક્યાં કોને મળ્યો છે. તે જાણવા માટે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્વનું છે અને સરફરાજના રિમાન્ડ દરમિયાન શું ખુલાસા થાય છે. તેના પર નજર રાખવી જરૂરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">