Ahmedabad: SVPI એરપોર્ટના ‘નાયકો’ની પ્રસંશનીય કામગીરી બિરદાવાઈ, ‘અતિથિ દેવો ભવ’ ની ઝાંખી કરાવનાર સ્ટાફને સન્માન અને સત્કાર
અમદાવાદ (Ahmedabad) શહેરના દૂરદૂરના વિસ્તારમાંથી આવતો એરપોર્ટના (Airport) સ્ટાફની વર્તણૂંક સાત સમંદર પારથી આવતા મુસાફરોના દિલો-દિમાગ પર ઉંડી અસર છોડતી હોય છે. આવા જ કેટલાક નાયકોને એરપોર્ટ પર સત્કારવામાં આવ્યા.
અમદાવાદના (Ahmedabad) સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના સમર્પિત સ્ટાફને બિરદાવવા માટે અનોખી પહેલ કરવામાં આવી હતી. તાજેતરમાં એરપોર્ટ ઓપરેટર દ્વારા તેમણે બજાવેલી વિશેષ કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરના કર્મચારીઓ સમર્પિત ભાવે કામ કરીને દેશ-વિદેશથી આવતા મુસાફરોના (Passengers) આકર્ષણનું કેન્દ્ર બની ખૂબ પ્રશંસા મેળવતા હોય છે.
કેટલાક નાયકોને એરપોર્ટ પર સત્કારવામાં આવ્યા
‘અતિથિ દેવો ભવ’ના સંસ્કાર ધરાવતી SVPI એરપોર્ટની ટીમ હંમેશા મુસાફરોની સલામતી અને આરામની ખાતરી માટે ઉત્સાહિત રહેતી હોય છે. અમદાવાદ શહેરના દૂરદૂરના વિસ્તારમાંથી આવતો એરપોર્ટના સ્ટાફની વર્તણૂંક સાત સમંદર પારથી આવતા મુસાફરોના દિલો-દિમાગ પર ઉંડી અસર છોડતી હોય છે. આવા જ કેટલાક નાયકોને એરપોર્ટ પર સન્માનવામાં આવ્યા. એટલું જ નહીં, તેમને SVPI એરપોર્ટ પર સ્ટેક હોલ્ડર્સ અને ટીમની સામે સન્માનિત કરવામાં આવ્યા હતા.
સ્ટેક હોલ્ડર્સે નોંધ લઈ ભારોભાર પ્રશંસા કરી
પુરસ્કારો અને સન્માન પ્રાપ્ત કરનારાઓમાં ટર્મિનલ ટીમના વરિષ્ઠ અધિકારી સુનિલ શર્મા મોખરે હતા, જેમણે જીવંત અંગોના પરિવહનમાં મદદ કરી હતી. તદુપરાંત ગ્રાહક સેવા એક્ઝિક્યુટિવ સોનમ સિંહ, પાર્કિંગ સેવાઓના સુપરવાઈઝર રાજકુમાર આચાર્ય, હાઉસકીપિંગ ટીમમાંથી ખુશ્બુ પરમાર તેમજ સહાયની જરૂરિયાતવાળા મુસાફરોને શ્રેષ્ઠ સેવાઓની ખાતરી કરવા બદલ મયુર સોલંકી પણ શામેલ હતા. પુરસ્કૃત સ્ટાફે પોતાની ફરજો બજાવવાની સાથોસાથ મુસાફરોને પુરતી મદદ કરી વફાદારીના દર્શન કરાવ્યા હતા. જેની સ્ટેક હોલ્ડર્સે નોંધ લઈ ભારોભાર પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે એરપોર્ટની ટીમને અનુકરણીય ગ્રાહક સેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. SVPI એરપોર્ટે ટીમોના ક્રોસ-ફંક્શનને પ્રોત્સાહિત કરી મહત્તમ લોકોની હાજરીમાં તેમના શ્રેષ્ઠ પ્રયાસોને નવાજ્યા. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને તેની ટીમ્સ પ્રત્યેક આગંતુક મહેમાનને મહત્વ આપે છે અને તેમની આરામદાયક મુસાફરીની ખાતરી આપે છે.
આ પહેલા અમદાવાદના (Ahmedabad) સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA)ની પ્રતિષ્ઠામાં ઉમેરો કરવામાં આવ્યો હતો. SVPIA એરપોર્ટને પ્રદેશ અને કદની દ્રષ્ટિએ શ્રેષ્ઠ એરપોર્ટનું એક્રેડીશન (Accreditation) એનાયત થયું. એરપોર્ટ સત્તાવાળાઓએ મુસાફરોની વાત સાંભળીને સુવિધાયુક્ત બનાવવા બદલ પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવ્યું. SVPI એરપોર્ટે મુસાફરોના બહેતર અનુભવ અને સરળ પ્રક્રિયાની ખાતરી માટે અનેકવિધ નવી સુવિધાઓ અમલ મૂકી છે. જેમાં એક જ વર્ષમાં વિવિધ રિટેલ અને ફૂડ કાઉન્ટર્સની સંખ્યા બમણી કરવી, મુસાફરોને વધુ સારા વિકલ્પો પ્રદાન કરવા. ડેસ્ક ઓફ ગુડનેસ અને ઈ-ગેટ્સ જેવી ટેક્નોલોજીથી મુસાફરોની સુવિધાઓ વધારવા જેવી અનેક બાબતોનો સમાવેશ થાય છે.
રિક્ષા પાર્કિંગ સાથે જોડાયેલા પીક અપ અને ડ્રોપ પોઈન્ટ્સ પણ બનાવવામાં આવ્યા
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે ગ્રાહકોની સેવામાં સતત ઉત્કૃષ્ટતા પ્રદાન કરી પાછલા પાંચ વર્ષોમાં અનેકવિધ ASQ એવોર્ડ્સ જીત્યા છે. SVPI એરપોર્ટ 2021માં વિશ્વભરમાં સન્માન મેળવનારા ચાર એરપોર્ટસ પૈકીનું એક હતું. સિટી એરપોર્ટે મુસાફરોને વધુ સારી સેવાઓ આપવા માટેની તકો ઝડપી રહી છે. અવલોકન અને મુસાફરોની જરૂરિયાતોના આધારે, છેલ્લા એક વર્ષમાં એરપોર્ટ પર સંખ્યાબંધ ફેરફારો કરવામાં આવ્યા છે. તાજેતરમાં ખાસ એપ્લિકેશન – આધારિત ટેક્સી પાર્કિંગ/પ્રીપેડ ટેક્સી પાર્કિંગ અને ઓટો રિક્ષા પાર્કિંગ સાથે જોડાયેલા પીક અપ અને ડ્રોપ પોઈન્ટ્સ પણ બનાવવામાં આવ્યા છે.