અમદાવાદમાં મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું, પોલીસે તપાસ હાથ ધરી

પોલીસનું અનુમાન છે કે ૩ દિવસ પહેલા મનિષાબહેને ગળે ફાસો ખાઈ અને પોતાનુ જીવન ટુંકાવી લીધુ છે. તો બીજી તરફ 14 ડિસેમ્બરના રોજ મનિષા બહેનની છેલ્લી વાત તેમના પતિ સાથે થઈ હતી

અમદાવાદમાં મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું, પોલીસે તપાસ હાથ ધરી
Ahmedabad Female Constable Suiside (Representative image)
Darshal Raval

| Edited By: Chandrakant Kanoja

Dec 17, 2021 | 9:14 PM

અમદાવાદમાં(Ahmedabad) મણિનગરમા(Maninagar)  વર્ષ 2018થી ફરજ બજાવતા અને ગોરનાકુવા પાસે આવેલા કર્મયોગ રો હાઉસમા રહેતા પોલીસ કોન્સ્ટેબલ મનિષાબેન વાઘેલાએ(Manisha Vaghela) આત્મ હત્યા (Suiside) કરી લીધી છે. તેમના જ ઘરમાથી લટકતી લાશ મળતા મણિનગર અને ખોખરા પોલીસ દોડતી થઈ છે.

આ સમગ્ર કેસની વિગત મુજબ ભાઈ તેની બહેનને છેલ્લા ૩ દિવસથી ફોન કરતો હતો બેનનો ફોન વાગતો હતો પણ કોઈ ફોન ઉપાડતુ ન હતુ ત્યારે મનિષાબેનના ભાઈને શંકા ગઈ અને તે મણિનગર તેના બેનના ઘરે દોડી આવ્યા હતા.  ત્યારે મનિષાબેનને ગળે ફાસો ખાઘેલી હાલમા જોતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમજ બાદમા તેમણે પોલીસને જાણ કરી પોલીસને જાણ કરતા જ મણીનગર અને ખોખરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસનું અનુમાન છે કે ૩ દિવસ પહેલા મનિષાબહેને ગળે ફાસો ખાઈ અને પોતાનુ જીવન ટુંકાવી લીધુ છે. તો બીજી તરફ 14 ડિસેમ્બરના રોજ મનિષા બહેનની છેલ્લી વાત તેમના પતિ સાથે થઈ હતી ત્યાર બાદ કોઈ વાત થઈ નથી જોકે મનિષા બહેન અહિયા એકલા જ રહેતા હતા અને રજા દિવસોમા તેમની સાસરી જામનગર જતા હતા.

ત્યારે હાલ ખોખરા પોલીસે આસપાસના લોકોની પુછપરછ કરી અને પંચનામુ કરીને તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ મનિષા બહેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમા લઈ જવાયો છે. જોકે હાલ પોલીસને તેમના ઘરમાથી કોઈ સુસાઈડનોટ પણ નથી મળી. પણ પોલીસ મોત પાછળનું કારણ શોધી રહી છે.

આ પણ વાંચો :  કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનો કેનાલ સફાઇ અને બાંધકામમાં ગેરરીતીનો આક્ષેપ

આ પણ વાંચો : ભાવનગરની નારી ઔદ્યોગિક વસાહતમાં MSME એકમો માટે 577 પ્લોટ્સની CMના હસ્તે ફાળવણી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati