કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનો કેનાલ સફાઇ અને બાંધકામમાં ગેરરીતીનો આક્ષેપ
ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, ધોરાજી-ઉપલેટાની ભાદર, મોજ, વેણુ અને ફોફળની કેનાલ સાફ કરવા અને રીપેર કરવા અનેક રજૂઆત કરી છે છતાં કેનાલને રીપેર કરવાની કામગીરી થતી નથી
ગુજરાત (Gujarat) કોંગ્રેસના(Congress)ધારાસભ્ય લલિત વસોયાએ(Lalit Vasoya)આક્ષેપ કર્યો છે કેનાલની (Canal) સફાઈ માત્ર કાગળ પર જ થઈ રહી છે. તેમજ કેનાલ ગાબડાં પડી રહ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા તેની દરકાર લેવામાં આવતી નથી . આ બાબતે ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપ્યુ હતું કે, ગુજરાતમાં દરરોજ કેનાલમાં ગાબડાં પડવાની ઘટનાઓ સામે આવે છે અને ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળવાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુક્સાન પહોંચે છે.
ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, ધોરાજી-ઉપલેટાની ભાદર, મોજ, વેણુ અને ફોફળની કેનાલ સાફ કરવા અને રીપેર કરવા અનેક રજૂઆત કરી છે છતાં કેનાલને રીપેર કરવાની કામગીરી થતી નથી અને સિંચાઇ વિભાગની બેદરકારીને કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, કેનાલ સફાઈ અને રીપેરીંગ માટે લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવા છતાં કોન્ટ્રાકટર યોગ્ય કામગીરી નથી કરતા ન હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો: ભાવનગરની નારી ઔદ્યોગિક વસાહતમાં MSME એકમો માટે 577 પ્લોટ્સની CMના હસ્તે ફાળવણી
આ પણ વાંચો: Panchmahal : જીએફએલ કંપની બ્લાસ્ટમાં મૃતકના પરિજનોને કંપની 20 લાખની સહાય ચૂકવશે, ઇજાગ્રસ્તોને સાત લાખની સહાય
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
