AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: પિતા પુત્રના સંબંધ પર કલંક લગાવતો કિસ્સો, દારૂ પિવાની લતે ચડી ગયેલા પુત્રની હત્યા કરી નાખી

અમદાવાદ શહેરમાં પિતા પુત્ર પર કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પિતાએ જ તેના પુત્રની હત્યા કર્યાનું સામે આવ્યું છે આ અંગે બીજા પુત્રએ પોલીસને જાણ કરતા પોલીસે હત્યારા પિતાને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે

Ahmedabad: પિતા પુત્રના સંબંધ પર કલંક લગાવતો કિસ્સો, દારૂ પિવાની લતે ચડી ગયેલા પુત્રની હત્યા કરી નાખી
મૃતક ભવાન ભરવાડ (File photo)
Darshal Raval
| Edited By: | Updated on: Feb 06, 2022 | 4:14 PM
Share

અમદાવાદ શહેરમાં પિતા પુત્ર પર કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પિતાએ જ તેના પુત્રની હત્યા કર્યાનું સામે આવ્યું છે. આ અંગે બીજા પુત્રએ પોલીસને જાણ કરતા પોલીસે હત્યારા પિતાને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂબંધીને લઈને અનેક બાબતો સામે આવતી હોય છે, પણ અમદાવાદમાં દારૂને લઈને એવી ઘટના બની જેનાથી સંબંધો પર માઠી અસર પડી. દારૂ પીવાની લતે પુત્ર ચઢી જતા પિતા સાથે બબાલ કરનાર આ પુત્રને એવો ફટકાર્યો કે જેમાં પુત્રનું મોત નિપજતું. જે અંગે બીજા પુત્રએ પિતા સામે ફરિયાદ કરતા પોલીસે પિતા ને ઝડપી કાર્યવાહી કરી છે..

ઘટના એમ બની કે સરદાનગરમાં આવેલ સુભાષનગરમાં શર્માજીની ચાલીમાં એક દિવસ પહેલા હત્યાનો બનાવ સામે આવ્યો. જેની પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરી તો સામે આવ્યું કે એક પિતા એ જ તેના પુત્રની માર મારી હત્યા કરી. જે ઘટના અંગે મૃતકના ભાઈ એ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ નોંધી હત્યારા પિતાની ધરપકડ કરી કાર્યવાહી કરી.

તપાસમાં હત્યાનું કારણ દારૂ હોવાનું સામે આવ્યું.

મૃતક ભવાન ભરવાડ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સાથે દારૂ પીવાની ટેવ પણ ધરાવતો હતો. તેમજ પત્ની સાથે મનદુઃખ થતા પત્ની પણ પિયરમાં ગઈ હતી. દારૂ પીવાની ભરવાડ સમાજમાં મનાઈ હોવા છતાંય મૃતક દારૂ પીવાની લતે ચઢી ગયો હતો અને પિતા સાથે અવાર નવાર ઝગડા કરતો હતો. ગઈકાલે પણ આવું જ કંઈક બન્યું હતું અને પિતાએ ઝગડો થતા પુત્રને ફટકાર્યો હતો. અને એટલો ફટકાર્યો કે પુત્રનું મૃત્યુ થયું.

ઘટના બનતા જ ફરિયાદી પુત્રએ પિતા ને જેલ હવાલે જોવાનો વારો તો આવ્યો જ પણ ભાઈને ખોવાનો પણ વારો આવ્યો એ પણ એક દારૂની બાબતમાં. ત્યારે દારૂ હકીકતમાં એક દુષણ છે તે ફરીએક વાર આવી ઘટના પરથી સાબિત થાય છે.

આ પણ વાંચોઃ Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 27 કલાકમાં 2 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન, 6 લોકોને નવજીવન મળશે

આ પણ વાંચોઃ લતા મંગેશકરનું અમરેલી કનેક્શન, રાજુલા તાલુકાના મોરંગી ગામમાં બંધાવ્યું સાઈબાબાનું ભવ્ય મંદિર, જાણે શું છે તેની પાછળની હકિકત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">