AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 27 કલાકમાં 2 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન, 6 લોકોને નવજીવન મળશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડિસેમ્બર 2020થી શરૂ થયેલ અંગદાનને 13 મહિના પૂર્ણ થયા, આ સમયગાળામાં સિવિલ હોસ્પિટલમાં 34 વ્યક્તિઓના અંગદાનમાં સફળતા મળી છે, જેના થકી 105 અંગો મળ્યા જેણે 90 લોકોને નવજીવન આપ્યું છે

Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 27 કલાકમાં 2 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન, 6 લોકોને નવજીવન મળશે
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 27 કલાકમાં 2 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન
Jignesh Patel
| Edited By: | Updated on: Feb 06, 2022 | 7:04 PM
Share

અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) માં ડિસેમ્બર 2020થી શરૂ થયેલ અંગદાનને 13 મહિના પૂર્ણ થયા. આ સમયગાળામાં સિવિલ હોસ્પિટલમાં 34 વ્યક્તિઓના અંગદાનમાં સફળતા મળી છે. જેના થકી 105 અંગો મળ્યા જેણે 90 લોકોને નવજીવન આપ્યું છે.

આ 105 અંગોમાં 51 કિડની, 29 લીવર, 5 સ્વાદુપિંડ 6 હ્યદય , 2 હાથ અને 6 જોડ ફેફસાનો સમાવેશ થાય છે. આ અતિમહત્વના અંગો થકી વર્ષોથી અંગોની ખામીથી પીડામય અને સંધર્ષપૂર્ણ જીવન વ્યતિત કરી રહેલા જરૂરિયાતમંદ દર્દીઓની જીવનશૈલી બદલાઇ છે અને વર્ષોની પીડાનો અંત આવ્યો છે.

અત્રે મહત્વની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં સિવિલ હોસ્પિટલમાં 2 બ્રેઇન ડેડ (brain dead)  વ્યક્તિઓના અંગદાન (Organ donation)  મેળવવામાં સફળતા મળી છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા બંને બ્રેઇન ડેડ વ્યક્તિઓની કુલ ચાર કીડની અને બે લીવર પ્રાપ્ત કર્યાં છે.

દાહોદના 30 વર્ષીય ચીમનભાઇ બારિયાનું 30 મી જાન્યુઆરીએ અકસ્માત થતા પ્રાથમિક સારવાર અર્થે દાહોદની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ 31 મી જાન્યુઆરીએ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યા સારવાર દરમિયાન 2 જી જાન્યુઆરીના રોજ તેઓ બ્રેઇન ડેડ જાહેર થતા સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા પરિવારજનોને અંગદાન માટેની પ્રેરણા આપવામાં આવી. બ્રેઇનડેડ ચીમનભાઇની બંને કિડની અને લીવર મેળવવામાં સફળતા મળી છે.

34 માં અંગદાનમાં 61ની વયના અશોકભાઇ મારૂ ને 2 જી ફેબ્રુઆરીએ ઘરે ઢળી પડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ત્યારબાદ સ્થિતિ વણસતા સિવિલ હોસ્પિટલમા 2 જી ફેબ્રુઆરીના રોજ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન 4 થી ફેબ્રુઆરીના રોજ બ્રેઇનડેડ જાહેર થતા પરિવારજનોને અંગદાનનો નિર્ણય હાથ ધર્યો. સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા અશોકભાઇના અંગોને રીટ્રાઇવ કરતા બંને કિડની અને લીવર નું દાન મેળવવામાં સફળતા મળી.

આ અગાઉ અમદાવાદના 41 વર્ષીય મનહરભાઇ ડાભીનું ધોળકામાં અકસ્માત થતા તેઓને પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. તેઓ બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપતા બંને કિડનીનું દાન મેળવવામાં સફળતા મળી હતી.

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, મૃત્યુ બાદ શરીર પંચમહાભૂતમાં વિલિન થઇ જાય તેના કરતા કોઇ જરૂરિયાતમંદને અંગો ઉપયોગી થાય અને જીવનમાં બદલાવ લાવવામાં મદદરૂપ બને તે માટે અંગદાન જરૂરી છે. અમારી SOTTOની ટીમ દ્વારા હોસ્પિટલમાં બ્રેઇનડેડ થતા પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવીને અંગદાન માટે પ્રેરવામાં આવે છે.

દિવસ-રાત રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહેલી અમારી ટીમના અથાગ પરિશ્રમોના પરિણામે જ કોરોનાની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ 13 મહિનાના ટૂંકા ગાળામાં 105 અંગદાનની અપ્રતિમ સફળતા મળી છે. રાજ્યમાં અંગોનું વેઇટીંગ ઘટે જીવંત વ્યક્તિને અંગદાન કરવાની જરૂર પડે નહીં, બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનો અંગદાન માટે પ્રેરાય તે ઉમદા હેતુથી સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમે અંગદાન માટેનો સેવાયજ્ઞ આદર્યો છે.

આ પણ વાંચોઃ Surat: TMC સાંસદ મહુઆ મોઇત્રાએ સંસદમાં કરેલી જૈન સમાજ પરની ટિપ્પણીનો વિરોધ, જૈન સમાજે માફીની કરી માગણી

આ પણ વાંચોઃ Gandhinagar: PMJAY-મા યોજના હેઠળ લાભાર્થી દર્દીઓને દાવા-ચૂકવણીમાં ગુજરાત દેશમાં પ્રથમ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">