NIA બાદ હવે EDનો નકલી અધિકારી ઝડપાયો, ટેન્ડર અપાવાના બહાને આચરી કરોડો રૂપિયાની ઠગાઇ
અમદાવાદમાં નકલી NIA ના અધિકારી બાદ હવે EDનો નકલી અધિકારી ઝડપાયો છે. ટેન્ડર અપાવાના બહાને EDનો નકલી અધિકારી બની કરોડો રૂપિયાની ઠગાઇ આચરી. ઠગ યુવકની સેટેલાઇટ પોલીસે ધરપકડ કરી. ઠગાઇના પૈસા મુંબઈમાં જઈ મોજશોખ માટે ઉડાવ્યા હતા ઠગ કેવી રીતે EDના અધિકારી બની રોફ જમવાતો હતો.

પોલીસ ગિરફતમાં રહેલ ઓમવીરસિંહ પોતે એન્ફોર્સમેન્ટ ડિરેટકટર અધિકારી તરીકે ફરજ બજાવતો હોવાનું કહીને 1.50 કરોડ રૂપિયાની ઠગાઇ આચરી હતી. નકલી ED અધિકારી ઓમવીરસિંહ પોતે બોગ્સ આઈકાર્ડ બનાવ્યું હતું. જેમાં આઈ.આર.એસ, એડિશનલ ડાયરેકટર,એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ,મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્ , ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું આઈકાર્ડ બનાવ્યું હતું.
બંગલો ભાડે લેવાનો હોવાથી એજન્ટના સંપર્કમાં આવ્યો
આ સમગ્ર ચાલને આધારે એક વેપારીને ટેન્ડર અપાવાની લાલચ આપી 1.50 કરોડ રૂપિયા પડાવ્યા. ઘટના કઈક એવી છે કે ઠગ નકલી ED અધિકારી બની ઓમવીરસિંહ બોપલ આંબલી રોડ પર બંગલો ભાડે લેવાનો હોવાથી એજન્ટ દિવ્યાંગ સંપર્કમાં આવ્યો હતો. જે એજન્ટએ નવગ્રહ મંડળ કંપનીના માલિક ડો.રવિ રાવનો ભાડે બંગલો લેવાનું નક્કી કર્યું. જે બાદ ઠગએ મકાન પેટે 2 લાખ રૂપિયા આપ્યા અને નવગ્રહ મંડળ દ્વારા બંગલામાં પૂજા પાઠ કરાવી હતી. જેમાં ડો.રવિ રાવે પોતાના ક્લાયન્ટ પ્રદીપ ઝાને ઠગ ઓમવીરસિંહ સાથે મળાવ્યો હતો.
ત્યારે ઓમવીરસિંહ પોતાનું EDના અધિકારીનું ડુપ્લીકેટ આઈકાર્ડ આપ્યું. જેમાં ઠગ ઓમવીરસિંહની વાત માં આવીને વેપારી પ્રદીપએ ટેન્ડર પેટે 1.50 કરોડ રૂપિયા રોકડા આપ્યા બાદ જે પછી ઠગ મકાન ખાલી કરી ભાંગી ગયો હતો.
સેન્ટ્રલ એજન્સીઓ તપાસ હાથ ધરી
આરોપી ઓમવીરસિંહ ઉત્તરપ્રદેશના હરિદ્વાર નજીક આવેલ બાદરાબાદમાં રહે છે અને પોતાની એક કંપની પણ હોવાનું કહી રહ્યો છે. જે મામલે પોલીસ તપાસ શરૂ કરી છે. ત્યારે બીજી બાજુ ઠગ ED ના અધિકારીની ઓળખ આપતા જ સેન્ટ્રલ એજન્સીઓ તપાસ હાથ ધરી છે જેમાં ગુજરાત ATS અને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ આરોપી ઓમવીરસિંહની પૂછપરછ કરી. જેમાં ઠગ પોતે ફ્લાઇટ મારફતે અમદાવાદ આવીને ED ના અધિકારી જેવો રોફ જમાવીને ડુપ્લીકેટ આઈકાર્ડ બનાવેલું લોકોને આપતો હતો અને કહેતો હતો કે સરકારમાં કઈ પણ કામ હોય તો કહેવું.
આવી જ રીતે એક વેપારીને વિશ્વાસમાં લઇ સરકારી ટેન્ડર આપવાનું કહી 1.50 કરોડ રૂપિયા ઠગાઇ આચરી. જોકે ઠગ આરોપી ઓમવીરસિંહની પૂછપરછ કરતા ઠગાઇના પૈસા તેણે મુંબઈના ડાન્સબાર અને મોજશોખ પાછળ વાપર્યા હોવાનું સામે આવ્યું છે. સાથે જ ઠગ ઓમવીરસિંહ સોશિયલ મીડિયા પર પોતે ED હોવાની વાત કરતાં ગુજરાત આવતા જ વાતવરણ ગરમ થઇ ગયું છે. આવા અલગ અલગ લખાણ સાથે ઠગ ફોટા મુકતો હતો જેથી કોઈને શંકા ન જાય કે પોતે ખોટો ED નો અધિકારી નથી.
આ પણ વાંચો : Ahmedabad : પૂર્વોત્તર રેલવેમાં બ્લોકને કારણે રેલ સેવાને થશે અસર, જાણો કઇ ટ્રેનના શિડ્યુલ ખોરવાશે
આરોપી ઓમવીરસિંહએ ડુપ્લીકેટ EDના આઈકાર્ડ દિલ્હીમાં બનાવ્યું હોવાનું સામે આવ્યું છે સાથે જ ઠગના પાંચ જેટલા બેન્ક એકાઉન્ટ મળી આવ્યા છે જેને પોલીસે ફ્રીઝ કર્યા છે ત્યારે આ ઠગે અન્ય કેટલા લોકોને નકલી ED અધિકારી ઓળખ આપી ઠગાઇ આચરી છે જેને લઈ આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.