AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : પૂર્વોત્તર રેલવેમાં બ્લોકને કારણે રેલ સેવાને થશે અસર, જાણો કઇ ટ્રેનના શિડ્યુલ ખોરવાશે

પૂર્વોત્તર રેલવે (North Eastern Railway) વારાણસી મંડળના ગોરખપુર કેન્ટ યાર્ડના રિમોડેલિંગ અને ગોરખપુર કેન્ટ-કુસુમ્હી સ્ટેશનની વચ્ચે ત્રીજી લાઇનના સંબંધમાં નોન -ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક પ્રસ્તાવિત કરાયો છે.

Ahmedabad : પૂર્વોત્તર રેલવેમાં બ્લોકને કારણે રેલ સેવાને થશે અસર, જાણો કઇ ટ્રેનના શિડ્યુલ ખોરવાશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 4:02 PM
Share

Ahmedabad : પૂર્વોત્તર રેલવે (North Eastern Railway) વારાણસી મંડળના ગોરખપુર કેન્ટ યાર્ડના રિમોડેલિંગ અને ગોરખપુર કેન્ટ-કુસુમ્હી સ્ટેશનની વચ્ચે ત્રીજી લાઇનના સંબંધમાં નોન -ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક પ્રસ્તાવિત કરાયો છે. જેના કારણે અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ અને ગાંધીધામ-ભાગલપુર વિશેષ ટ્રેનોને અસર થશે.

આ પણ વાંચો- Narmada: કૃષિપ્રધાન રાઘવજી પટેલે એક કાર્યક્રમમાં જાહેરમાં પીધો દેશી દારુ! ભુલ થઇ હોવાનો પણ કર્યો સ્વીકાર, જૂઓ Video

રદ કરાયેલી ટ્રેનની માહિતી

  •  તારીખ 11, 18 અને 25 ઓગસ્ટ, 2023 ના રોજ ગાંધીધામ થી ઉપડતી ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સ્પેશ્યલ એક્સપ્રેસ રદ રહેશે.
  •  તારીખ 14, 21 અને 28 ઓગસ્ટ, 2023 ના રોજ ભાગલપુર થી ઉપડતી ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સ્પેશ્યલ એક્સપ્રેસ રદ રહેશે.

શોર્ટ ટર્મિનેટેડ/ શોર્ટ ઓરિજિનેટેડ ટ્રેનની માહિતી

  •  તારીખ 23, 27 અને 29 ઓગસ્ટ 2023 ના રોજ અમદાવાદ થી ઉપડતી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ભટની જંક્શન સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટેડ (સમાપ્ત) થશે. અને ભટની અને ગોરખપુર વચ્ચે રદ રહેશે.
  •  તારીખ 24, 28 અને 30 ઓગસ્ટ 2023 ના રોજ ગોરખપુર થી ઉપડતી ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન ભટની જંકશન સ્ટેશન થી શોર્ટ ઓરિજિનેટેડ (શરૂઆત) થશે. અને ગોરખપુર અને ભટની જંક્શન વચ્ચે રદ્દ રહેશે.

મુસાફરોને આ ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવી છે. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

10 ઓગસ્ટના રોજ ભાવનગરથી બાંદ્રા સુધી “સ્પેશિયલ ટ્રેન” દોડશે.

યાત્રિયોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર “સ્પેશિયલ ટ્રેન”ની 2 ટ્રીપ ચલાવવાનો નિર્ણય કર્યો છે.

સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે

  • ટ્રેન નંબર 09208/09207 ભાવનગર – બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09208 ભાવનગર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 10 ઓગસ્ટ, 2023 (ગુરુવારે) ના રોજ ભાવનગર ટર્મિનસથી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પહોંચશે.
  • તેવી જ રીતે, ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ 11 ઓગસ્ટ, 2023 (શુક્રવારે) ના રોજ બાંદ્રા ટર્મિનસથી 09.15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
  • આ ટ્રેન ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે.

ટ્રેન નંબર 09208 અને 09207 માટે બુકિંગ 09 ઓગસ્ટ 2023 (બુધવાર) થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન અંગેની વિગતવાર માહિતી માટે યાત્રિયો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

(With Input-Darshal Raval, Ahmedabad)

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">