Ahmedabad: લોકોમાં જાગૃત્તિ લાવવા માટે સાયન્સ સિટી ખાતે યોજાઈ ઇ વેસ્ટ કલેક્શન ડ્રાઈવ
ઈ વેસ્ટ (E West) એટલે કે ઇલેક્ટ્રોનિક્સ આઈટમના કારણે જમીનની ફળદ્રુપતા પર અસર પડતી હોવાનો પણ સામે આવતું હોય છે. ત્યારે આ બાબતે લોકોમાં જાગૃતિ લાવવા તેમજ ઈ વેસ્ટન યોગ્ય રીતે નિકાલ થાય તે માટે અમદાવાદ સાયન્સ સીટી દ્વારા એક અભિયાન આ કરાવ્યું છે.

અમદાવાદ શહેરમાં કચરાની સમસ્યા ખૂબ જ મોટી માનવામાં આવે છે. અમદાવાદ શહેરમાં બેવડી ઋતુ તેમજ કચરોની ગંદકીના કારણે રોગ છોડો ફાટી નીકળવાના કિસ્સાઓ સામે આવતા હોય છે તો બીજી તરફ ઈ વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક્સ આઈટમના કારણે જમીનની ફળદ્રુપતા પર અસર પડતી હોવાનો પણ સામે આવતું હોય છે. ત્યારે આ બાબતે લોકોમાં જાગૃતિ લાવવા તેમજ ઈ વેસ્ટન યોગ્ય રીતે નિકાલ થાય તે માટે અમદાવાદ સાયન્સ સીટી દ્વારા એક અભિયાન આ કરાવ્યું છે.
સાયન્સ સિટી ખાતે યોજાઈ ડ્રાઇવ
શહેર હોય, રાજ્ય હોય કે દેશ હોય. કચરો અને કચરાનો નિકાલ કરવો તે એક માથાનો દુખાવો બની ગયો છે. તંત્ર દ્વારા સૂકો કચરો અને ભીનો કચરો નિકાલ કરવા પ્રયાસ કરાયા, વ્યવસ્થા પણ કરાઈ, પણ અથાગ મહેનત બાદ પણ ક્યાંક પરિસ્થિતિ હજી તે જ છે. જેના કારણે રોગચાળો પણ ફેલાય છે. જેની સાથે ઇ વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ કે જે ખરાબ થઈ જાય છે કે બંધ થઈ જાય છે. તે વસ્તુ પણ લોકો કચરા સાથે જ્યાં ત્યાં નાખી દેતા હોય છે. જેના કારણે પણ નુકસાન થતા હોવાનું સાયન્સ સીટીના વૈજ્ઞાનિક માની રહ્યા છે. જે નુકશાન અટકાવવા તેમજ લોકોમાં જાગૃતિ લાવવા માટે અમદાવાદ સાયન્સ સીટી અને ઇ વેસ્ટ કલેક્શન કરતી કંપનીએ સાથે મળી એક પહેલ કરી છે. જે પહેલના ભાગ રૂપે સાયન્સ સીટી ખાતે 11 અને 12 નવેમ્બર એમ બે દિવસ માટે ઇ વેસ્ટ કલેક્શન અને રિસાયકલ કરવાનો કાર્યક્રમ રાખ્યો છે.
11 અને 12 નવેમ્બર ચાલશે ડ્રાઈવ
સાયન્સ સીટી ખાતે રાખેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ખરાબ ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈને આવીને આ વસ્તુઓનું રિસાયકલ કરી હતી. સાથે જ કંપની દ્વારા ઇ વેસ્ટને કલેક્ટ કરી નિકાલ પણ કરાશે. અને ત્યાં જ 13 નવેમ્બરે સાબરમતી રિવર ફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનાર 5 અને 10 કિમિની ઇ વેસ્ટ જાગૃતિ મેરેથોન દોડના રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરાઈ છે. જે મેરેથોનમાં આવનારને મેડલ અપાશે તો 5 કેટેગરીમાં 20 હજાર મળી કુલ 1 લાખ ઉપર પ્રોત્સાહન ઇનામ પણ અપાશે. જે દોડમાં ઇવેન્ટ સેન્ટર અને nid પાસે 5 કિમિનો રૂટ જ્યારે ઇવેન્ટ સેન્ટર થઈ દુધઈશ્વર અને ઇવેન્ટ સેન્ટર પૂર્ણ પર 10 કિમીનો રૂટ રખાયો છે.
ઇ વેસ્ટને લઈને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ
જો સાયન્સ સીટીના વૈજ્ઞાનિક અને જનરલ મેનેજર એવા ડો. બ્રિજેશ પરીખની વાત માનીએ તો, ઇ વેસ્ટમાં એટલે કે ઇલેક્ટ્રોનિક વસ્તુમાં ધાતુ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક સહિત અનેક વસ્તુ આવે છે. જે જમીનમાં નાખી દેતા જમીનની ફળદ્રુપતા પર તેની અસર થાય અને જો પાણી સાથે મળે તો પાણી થકી માનવીને નુકસાન થાય જે નુકસાન ન થાય તેના માટે જાગૃતિ લાવવા આ કાર્યક્રમનું આયોજન કરાયુ છે. સાથે જ આપના ત્યાં સૂકા અને ભીના કચરાનું કલેક્શન થાય છે તેમ વિદેશમાં ઇ વેસ્ટ કલેકશન થાય છે તેવી વ્યવસ્થા ઉભી કરવા અને લોકોમાં જાગૃતિ લાવવા સૂચન પણ તેમણે કર્યું. તો બીજી તરફ ઇ વેસ્ટમાંથી બેસ્ટ બનાવનાર વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીના આ પ્રયાસને આવકારી લોકોને જાગૃત કરવા અપીલ કરી.
13 નવેમ્બરે યોજાશે મેરેથોન
સાયન્સ સિટી ખાતે હાલમાં ઇ વેસ્ટ કલેક્શન અને રિસાયકલ સાથે ડ્રાઈવ ચાલી રહી છે. તેમજ મેરેથોન રજિસ્ટ્રેશનની પણ પ્રક્રિયા ચાલી રહી છે. એક અંદાજ પ્રમાણે હાલમાં 3 હજાર રજિસ્ટ્રેશન થઈ ગયા છે. તેમજ 5 હજાર સુધી નો અંદાજ છે. જેથી મેરેથોન થકી જાઇન્ટ મેસેજ લોકો સુધી પહોંચી તેવી આયોજકોને આશા છે. ત્યારે જોવાનું એ પણ રહે છે કે સાયન્સ સિટીનો પ્રયાસ કેટલો અને ક્યારે સફળ રહે છે અને લોકો ક્યારે ઇ વેસ્ટ કલેક્શન અને તેનું રિસાયકલ કરતા થાય છે.