અમદાવાદ બોપલ ડ્રગ્સ કેસમાં 70 હાઇ પ્રોફાઇલ લોકોની પૂછપરછ

બોપલ ડ્રગ્સ કેસમાં તપાસ દરમિયાન શહેરના બે જાણીતા બિલ્ડરના પુત્રના નામ પણ સામે આવ્યા છે. જેમાના એક પુત્રની પૂછપરછ પોલીસે કર્યાનો ઘટસ્ફોટ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 5:20 PM

અમદાવાદના (Ahmedabad) બોપલ (Bopal) ડ્રગ્સ કેસમાં (Drugs) 70થી વધુ હાઇપ્રોફાઇલ(High Profile) લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જેમાં વંદીત પટેલ અને ટોળકી પાસેથી ડ્રગ્સ મેળવનારાઓની તપાસ કરવાની પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે ડ્રગ્સ મેળવીને નશો કરનારા લોકોની તપાસ કરવાની શરૂઆત કરી છે.

આ તપાસ દરમિયાન શહેરના બે જાણીતા બિલ્ડરના પુત્રના નામ પણ સામે આવ્યા છે. જેમાના એક પુત્રની પૂછપરછ પોલીસે કર્યાનો ઘટસ્ફોટ થયો છે. તેમજ ડ્રગ્સ લેનારા તમામ 70 લોકોનું ફેમિલી બેકગ્રાઉન્ડ હાઇપ્રોફાઇલ હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે. તેમજ આ તમામ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે કાયદાકીય સલાહ પણ લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ગ્રામ્ય SOGએ પકડેલા 4 ડ્રગ્સ પેડલરની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. એરકાર્ગોથી બે વર્ષમાં 300થી વધુ પાર્સલ મંગાવ્યાનું સામે આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં આરોપી વંદિત પટેલે અમેરિકાથી 300થી વધુ પાર્સલ મંગાવી આશરે 100 કિલોથી વધુનું ડ્રગ્સ વેચ્યું છે. આરોપી વંદિત પટેલે અમદાવાદ, કલોલ, જયપુર અને ઉદેપુરના 50થી વધુ સરનામા પર 10 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સની ડિલિવરી મેળવી હોવાની કબૂલાત કરી છે.

જેમાંથી 4 કરોડના વ્યવહાર ઈથરીયમ, લાઈટકોઈન, બિટ કોઈન જેવી ક્રિસ્ટોકરન્સી મારફતે ચૂકવ્યા હોવાના પુરાવા પણ પોલીસને મળ્યા છે. સાથે જ વંદિતે મંગાવેલા 27 પાર્સલમાંથી 24 પાર્સલ કસ્ટમ વિભાગે કબ્જે કર્યા છે. જે પાર્સલ પણ પોલીસે કબ્જે કરવા કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :  અમદાવાદ કોર્પોરેશન રસીકરણને ઝડપી બનાવવા એક્શનમાં, ડોર ટુ ડોર સર્વે શરૂ

આ પણ વાંચો : RAJKOT : જસદણમાં મેઇન બજારમાં મસમોટા ખાડાથી વેપારીઓ પરેશાન, પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">