AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RAJKOT : જસદણમાં મેઇન બજારમાં મસમોટા ખાડાથી વેપારીઓ પરેશાન, પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં

10 ઓક્ટોબર બાદ રાજ્યમાં કોઇ પણ રસ્તો ખરાબ નહીં હોવાનાં બણગાં ફૂંકવામાં આવ્યા હતા. ત્યારે સરકારી અધિકારીઓની આંખ ઉઘાડનારો એક માર્ગ જસદણના મેઇન બજારમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી આ માર્ગનું સમારકામ કરવામાં નથી આવ્યું

RAJKOT : જસદણમાં મેઇન બજારમાં મસમોટા ખાડાથી વેપારીઓ પરેશાન, પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં
જસદણ : મેઇન બજાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 4:13 PM
Share

રાજકોટ જિલ્લાના જસદણની મેઈન બજાર રોડમાં મસમોટા ખાડા પડ્યા છે. ત્યારે DSVK હાઇસ્કૂલથી લઈને જૂના બસ સ્ટેન્ડ સુધીનો રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. રોડ બિસ્માર હાલતમાં હોવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા ત્રણ વર્ષમાં એક પણ વખત સમારકામ કરવામાં નથી આવ્યું. વહેલી તકે આ રોડ બનાવવામાં આવે તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે.

તંત્ર દ્વારા 10 ઓક્ટોબર બાદ રાજ્યમાં કોઇ પણ રસ્તો ખરાબ નહીં હોવાનાં બણગાં ફૂંકવામાં આવ્યા હતા. ત્યારે સરકારી અધિકારીઓની આંખ ઉઘાડનારો એક માર્ગ જસદણના મેઇન બજારમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી આ માર્ગનું સમારકામ કરવામાં નથી આવ્યું અને માર્ગને નવો બનાવવામાં નથી આવ્યો. જસદણની મેઇન બજાર વિસ્તારની અંદર અંદાજિત 400થી 500 દુકાનો આવેલી છે. ધૂળની ડમરીઓ એટલી બધી ઉડે છે કે દુકાનમાં રહેલો માલ ધુળથી ઢંકાઈ જાય છે. ત્યારે ધુળને લઈ દુકાનમાં રહેલો માલને લેવાનું ગ્રાહકો ટાળી રહ્યા છે. વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે વેપારી અને ગામ લોકો દ્વારા નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં ત્રણ વર્ષમાં જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા એક પણ વખત રોડ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી.

જસદણમાં જાહેર રસ્તા પર ઠેરઠેર મોટામોટા ખાડા પડ્યા છે. ત્યારે લોકો નગરપાલિકા તંત્રને રજૂઆતો અનેકવાર કરી પણ નગરપાલિકા બાબુઓ લોકોની રજૂઆત સાંભળતા જ નથી. ત્યારે લોકો નગરપાલિકા તંત્ર પર રોડ રસ્તામાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે. એકબાજુ જસદણમાં રોડ રસ્તા કામમાં જસદણ નગરપાલિકા નિષ્ફળ નિવડી છે. વેપારીનો આક્ષેપ છે કે આ રોડ ત્રણ વર્ષ પહેલા બન્યો છે. છતાં ધૂળ અને ડમરી ઉડે છે, તેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. પાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી તે ગંભીર બાબત છે.

તેમજ વેપારીએ જણાવ્યું હતું કે મેઇન બજારમાં પાનનો ગલ્લો છે. ઘણા સમયથી રોડનો પ્રશ્ન છે, પાલિકાના હોદેદારોને ધ્યાને નથી આવતું દરરોજ હજારો લોકો ખરીદી કરવા માટે અવર-જવર કરતાં હોય છે અને મોટરસાઈકલ પરથી ઘણા લોકો પડી જાય છે છતાં જસદણ પાલિકાને ધ્યાન નથી આવતું અને જ્યાં રોડ રસ્તાની જરૂર નથી ત્યાં પાલિકાના હોદ્દેદારો રોડ બનાવે છે ત્યારે મેઈન બજારનો રોડ બનાવવા વેપારીઓની રજૂઆત છે.

g clip-path="url(#clip0_868_265)">