AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ : શાકભાજી વેચતા વ્યક્તિની કિડનીમાંથી 250થી વધુ પથરીનું તબીબોએ સફળ ઓપરેશન કર્યું

અંગુઠાની સાઈઝથી લઈને નાની નાની અસંખ્ય પથરીઓ કિડની (Kidney) દેખાતા ડૉક્ટર પણ ચોંકી ગયા, હજુપણ બીજી કિડનીમાં પથરી કાઢવામાં આવશે બીજી કિડનીમાં પણ અનેક પથરીઓ હોવાનું તબીબોનું અનુમાન

અમદાવાદ : શાકભાજી વેચતા વ્યક્તિની કિડનીમાંથી 250થી વધુ પથરીનું તબીબોએ સફળ ઓપરેશન કર્યું
AHMEDABAD: Doctors successfully operated on more than 250 kidney stones from a vegetable seller
Jignesh Patel
| Edited By: | Updated on: Apr 30, 2022 | 6:00 PM
Share

અમદાવાદના (Ahmedabad) મણિનગરમાં રહેતા અને શાકભાજીનું વેચાણ કરતા 40 વર્ષના ચંદુભાઈને છેલ્લા 3 મહિનાથી પેટમાં ડાબી બાજુ અસહ્ય દુઃખાવો થતો હતો, ગેસની તકલીફ હતી તથા ઉબકા આવતા હતા, જેના માટે તે નજીકના ડૉક્ટર પાસેથી દવા લાવતા અને દુખાવામાં રાહત થઈ જતી હતી, પરંતુ લાંબા સમયથી દુઃખાવો ચાલુ રહેતા તેમણે સોનોગ્રાફી કરાવી, જેમાં બંને કિડનીમાં (KIDNEY)પથરીઓ આવી અને જેના માટે તેઓ LG hospital મણિનગર ઓપીડીમાં બતાવા આવ્યા હતા.

ચંદુભાઈને દુઃખાવો એક વરસથી થતો હતો. જેમાં તેઓ દવાની દુકાનથી ગેસની દવા લેતા અને રાહત થતી હતી. જેમને દાખલ કરીને વધારે લોહી પેશાબની તપાસ તથા એકસ રે કરાવતા ઘણી મોટી પથરીઓ બંને બાજુ જણાયું અને કિડનીના ફંકશન માટે સીટી સ્કેન કરવાનું નક્કી કરાયું, જેમાં કિડની બરાબર પરંતુ થોડી મોડું કામ કરતી જણાઇ, તેથી જલ્દીમાં જલ્દી (ડાબી બાજુ પહેલાં)ઑપરેશનનું નક્કી કરવામાં આવ્યું. 3.30 કલાકના ડાબી બાજુના ઓપેરેશનમાં સૌપ્રથમ અંગૂઠા જેટલી મોટી અને ત્યારબાદ નાની નાની કરીને 250થી વધુ પથરી કાઢવામાં આવી, અને ચાલુ ઓપેરેશનમાં જ એક્સ રે પાડીને બધી પથરી નીકળી છે તે કન્ફર્મ કરવામાં આવ્યું.

સામાન્ય રીતે કિડની કે પેશાબની પથરીઓ શરૂઆતમાં ગેસ અથવા ઉલ્ટી જેવા લક્ષણો બતાવતા હોય છે, અને ત્યારબાદ પેટમાં દુઃખાવો, પેશાબની બળતરા કે પેશાબમાં લોહી આવવું જેવા લક્ષણો જોવા મળે છે. કિડનીમાં નાની મોટી પથરીઓ થતી હોય છે. અને વધુ પથરી થતાં જ દર્દીઓ બતાવા આવતા હોય છે, આટલી બધી અલગઅલગ પથરીઓ જવલ્લેજ જોવા મળે છે, અને તેમાં પણ આટલી મોટી પથરી હોવા છતાં કિડની બરાબર કામ કરતી હોય તેવું સામાન્ય નથી.

આ ઓપેરેશન LG હોસ્પિટલના સર્જરી વિભાગના ડૉ. તપન શાહ, ડૉ. મુકેશ સુવેરા તથા ડૉ. જૈમિન શાહની ટીમ દ્વારા વિભાગના વડા ડૉ. અસિત પટેલના માર્ગદર્શનમાં તથા એનેસ્થેશિયાની અને ઓટીના સ્ટાફની ટીમ દ્વારા સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :Gujarat ના 62માં સ્થાપના દિવસની 1લી મેના રોજ પાટણમાં થશે ઉજવણી, તડામાર તૈયારીઓ

આ પણ વાંચો :IPL 2022: કિંગ વિરાટ કોહલીની ગર્જના, 14 ઇનિંગ બાદ ગુજરાત સામે ફટકારી અડધી સદી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">