Ahmedabad : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે 2022-23 માં ટિકિટ ચેકિંગની આવકમાં નવો રેકોર્ડ બનાવ્યો

અમદાવાદ મંડળે વર્ષ 2022-23 દરમિયાન ટિકિટ વગર યાત્રાના કુલ 3,24,408, અનિયમિત યાત્રા કરનાર 77,340 અને બુક વગરના સામાનના 1121 કેસ નોંધી ને કુલ 4,02,869 કેસ પર 27.80 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

Ahmedabad : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે 2022-23 માં ટિકિટ ચેકિંગની આવકમાં નવો રેકોર્ડ બનાવ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2023 | 8:00 AM

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ તેના મુસાફરોની સુવિધા વધારવા માટે સતત પ્રયત્નશીલ છે, તેની સાથે તે રેલવેની આવક વધારવામાં પણ મહત્વનું યોગદાન આપી રહ્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા રેલ ટ્રાફિકમાં અનધિકૃત મુસાફરીને રોકવા માટે વિવિધ પ્રકારના ટિકિટ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવે છે. જેમાં ગત વર્ષ 2022-23 દરમિયાન અમદાવાદ મંડળ દ્વારા વિવિધ ટિકિટ ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રૂ.27.84 કરોડની આવક થઈ હતી.

કર્મચારીઓને પ્રાદેશિક સ્તરે પુરસ્કૃત કરવામાં આવ્યા

વર્ષ 2021-22 કરતા 39.86 ટકા વધુ છે. જે ટિકિટ ચેકિંગ મંડળની અત્યાર સુધીની શ્રેષ્ઠ કામગીરી માનવમાં આવે છે. તેમજ મુખ્ય મથક ખાતે જનરલ મેનેજર પશ્ચિમ રેલવે દ્વારા ડેપ્યુટી જનરલ મેનેજર, અને મુખ્ય ચીફ કોમર્શિયલ મેનેજર ની હાજરીમાં તપાસ વિભાગોના તમામ મંડળો માંથી કુલ ચાર આવા મહેનતુ અને શ્રેષ્ઠ કર્મચારીઓને પ્રાદેશિક સ્તરે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. મંડળના બે કર્મચારીઓને મહાપ્રબંધક એવોર્ડ પણ મળ્યો

મુસાફરોની પાસેથી અન્ય 27.80 કરોડ રૂપિયાની થઈ આવક

અમદાવાદ મંડળના બે કર્મચારી મુખ્ય ટિકિટ નિરીક્ષક અમદાવાદના અજમેર સિંહ દ્વારા 1.03 કરોડ અને ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર અમદાવાદના શૈલ તિવારી દ્વારા 57 લાખથી વધુ આવક મેળવવા બદલ યોગ્યતા પ્રમાણપત્ર અને રોકડથી પુરસ્કૃત કરવામાં આવ્યા. જે અમદાવાદ વર્તુળ માટે ગૌરવની વાત છે. અમદાવાદ મંડળે વર્ષ 2022-23 દરમિયાન ટિકિટ વગર યાત્રાના કુલ 3,24,408, અનિયમિત યાત્રા કરનાર 77,340 અને બુક વગરના સામાનના 1121 કેસ નોંધી ને કુલ 4,02,869 કેસ પર 27.80 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો : Ahmedabad: ઓટો વર્લ્ડ એક્ઝિબિશન ઓફ વિન્ટેજ કાર, અહીં છે વિવિધ સ્ટેટની યુનિક કારનું કલેક્શન

રેલ પરિસરમાં ગંદકી કરતા કુલ 2946 મુસાફરો પાસેથી રૂ.4.36 લાખની વસૂલાત કરવામાં આવી હતી. અને આ રીતે અમદાવાદ મંડળના ટિકિટ ચેકિંગ મંડળ દ્વારા કુલ 4,05,815 કેસોમાં રૂ.27.84 કરોડની આવક થઈ હતી. વેઇટિંગ લિસ્ટ ઈ-ટિકિટ પર મુસાફરી કરવાની પરવાનગી નથી. એ જ રીતે પ્લેટફોર્મ ટિકિટ પર પણ મુસાફરી કરવાની મંજૂરી નથી. તેથી, વેઇટિંગ લિસ્ટ ઈ-ટિકિટ અથવા પ્લેટફોર્મ ટિકિટ લઈને મુસાફરી કરશો નહીં તેવી રેલવે એ અપીલ કરી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">