પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે વર્ષ 2022-23માં માલ લાદવામાં 50 મિલિયન ટન (MT)ની મેળવી ઉપલબ્ધિ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે હાલ 50 મિલિયન ટન ક્લબમાં પ્રવેશ કરનાર પ્રથમ નોન-કોલ સેન્ટ્રિક મંડળ બન્યું છે જેણે 9000 કરોડ રૂપિયાની સકળ નવી ઉપલબ્ધિ મેળવી મંડળના ઇતિહાસમાં અત્યાર સુધીની ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે વર્ષ 2022-23માં માલ લાદવામાં 50 મિલિયન ટન (MT)ની મેળવી ઉપલબ્ધિ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Mar 31, 2023 | 12:08 PM

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ઇતિહાસમાં પ્રથમ વાર 29 માર્ચ ના રોજ માલ લાદવામાં 50 મિલિયન ટન (MT)ની ઉપલબ્ધિ મેળવી છે. આ ગત વર્ષની સરખામણીએ 31.35% ની ભારે રેકોર્ડ વૃદ્ધિ દર આ વર્ષે નોંધાવ્યો છે. જે એકંદરે વૃદ્ધિ દરમાં ભારતીય રેલવે માં ત્રીજા સ્થાને તેમ જ કુલ માલ લાદવાની બાબતમાં ભારતીય રેલવે પર 7મા સ્થાન પર છે. જેમાં પણ પશ્ચિમ રેલવેના કુલ માલ લાદવામાં ડિવિઝનનું યોગદાન લગભગ 47% છે.

સારી કામગીરીને લઇ આપ્યા અભિનંદન

મંડળ રેલ પ્રબંધક તરુણ જૈને આ ઉપલબ્ધિ માટે આખી ટીમને અભિનંદન આપ્યા અને ભવિષ્યમાં આવી જ કામગીરી જાળવી રાખવાની પ્રેરણા આપી હતી. ખાસ કરીને આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધકે કહ્યું કે આ આપણા મંડળની સૌથી મોટી ઉપલબ્ધિ છે કેમ કે વર્ષના પ્રારંભમાં આ કામ અમને અશક્ય લાગતું હતું, પરંતુ તમારા સૌના સહયોગથી આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે.

36 મિલિયન ટનનો દર માત્ર 3 મંડળોમાં

સમગ્ર કામગીરમાં હાલના સમયની ભારતીય રેલવે પર લગભગ 90 મિલિયન ટનની વૃદ્ધિનો દર છે. જેમાં 36 મિલિયન ટનનો દર માત્ર 3 મંડળોમાં જ સામે આવ્યો છે, જેમાં અમદાવાદ મંડળની કામગીરી મહત્ત્વપૂર્ણ સાબિત થઇ છે. મહત્વનું છે કે આ વાત અમદાવાદના સૌ લોકો માટે અત્યંત ગર્વની માનવામાં આવે છે. આ સાથે જે અન્ય મંડળ દ્વારા જ્યાં કોલસા અને લોખંડનું લોડિંગ થાય છે તેના દરમાં વઘઘટ થાય છે જેમાં કોઇ વસ્તુ ઓછી હોય છે, તો કોઇ વધી જાય છે. જ્યારે અમદાવાદનું જે પ્રોજેક્શન છે, તે 100 મિલિયન ટનથી વધારે છે. હાલમાં આ વાતને લઈ કેટલીક કામગીરી થઇ રહી છે, ભવિષ્યમાં આ લોડિંગમાં પણ વૃદ્ધિ થશે તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અમદાવાદ રેલ્વે મંડળે તોડ્યો રેકોર્ડ

ગત સમયમાં અમદાવાદ મંડળના નાણાંકીય વર્ષ 2015-16માં 6348.94 કરોડ રૂપિયાનો જે રેકોર્ડ બનાવ્યો હતો તે પોતાનો જ રેકોર્ડ તોડીને અત્યાર સુધીની ઉત્કૃષ્ટ કામગીરી કરતાં 9000 કરોડ રૂપિયાથી સકળ ઉપલબ્ધી મેળવી છે. જેમાં યાત્રી રાજસ્વમાં 1302.95 કરોડ, OCH દ્વારા 186.82 કરોડ અને માલ પરિવહન રાજસ્વ દ્વારા 7514.11 કરોડ રૂપિયા એકત્રિત કરી નવો જ રેકોર્ડ સ્થાપ્યો છે. જે મંડળના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધારે છે.

આ પણ વાચો : શું તમે ક્યારેય વિચાર્યું છે કે રેલવે ટ્રેક પર રેલવેના પૈડા કેમ નથી થતા સ્લીપ ? જાણો કારણ

પેટ્રોલીયમ, કોલસો, કન્ટેનર વગેરેમાં વધારો

આ વર્ષે મંડળે ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં 02 દિવસ બાકી રહેતાં હતા ત્યારે ગત વર્ષના વાર્ષિક લોડિંગ ની સરખામણીએ 31.35%ના વૃદ્ધિ દરે (50.04 મેટ્રિક ટન)નો લાંબો કૂદકો માર્યો છે. આ માઇલ સ્ટોન પ્રાપ્ત કરતાં અમદાવાદ મંડળની લોડિંગ અત્યાર સુધીના પશ્ચિમ રેલવેમાં સૌથી વધારે વૃદ્ધિશીલ લોડિંગ માનવામાં આવે છે. આ વૃદ્ધિમાં કોલસાનો 9.9 મિલિયન ટનનો વધારો, ઉર્વરકોનો 11.33 મિલિયન ટનનો વધારો, પેટ્રોલિયમમાં 1.0 મિલિયન ટન, કન્ટેનરમાં 18.0 મિલિયન ટન, ખાદ્યાન્નમાં 0.371 મિલિયન ટન અને મીઠામાં 6.01 મિલિયન ટન, તથા અન્યમાં 3.428નો વધારો સામેલ છે. અન્યમાં લોખંડ અને સ્ટીલ, સીમેન્ટ, ઓટોમોબાઇલ, ખાદ્યતેલ, બેન્ટોનાઇટ, બામ્બૂ પલ્પ વગેરે પણ સામેલ છે.

ઉચ્ચ અધિકારીઓએ આપી શુભકામના

અમદાવાદ મંડળ 50 એમટી ક્લબમાં સામેલ થનારું પ્રથમ બીનકોલસા બેલ્ટ મંડળ છે. જેનું ટાર્ગેટ 49.26 મિલિયન ટન જેટલું નાણાંકીય વર્ષ 2022-23નું જયારે 7 દિવસ બાકી રહ્યા ત્યારે જ મેળવી લીધું છે. મહત્વનું છે કે અ વધારાને લઈ મંડળ રેલ પ્રબંધક તરુણ જૈન, રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ કેક કટિંગ કરીને ખુશીની ઉજવણી કરી. આ દરમિયાન અપર મંડળ રેલવે પ્રબંધક અનંત કુમાર, અપર મંડળ રેલ પ્રબંધક દયાનંદ સાહૂ, તમામ શાખા અધિકારી, અન્ય અધિકારીઓ તેમ જ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">