AHMEDABAD : કલેકટરે 24 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા

આ પહેલા ગત નવેમ્બર મહિનામાં અમદાવાદ જિલ્લા કલેક્ટરે 32 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા આપી હતી. મૂળ પાકિસ્તાન અને છેલ્લા 7 વર્ષથી ભારતમાં રહેતા 32 હિન્દુઓને ઈન્ડિયન સીટિઝનશીપ મળી છે.

AHMEDABAD : કલેકટરે  24 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા
24 Pakistani Hindus awarded Indian citizenship
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 6:16 AM

AHMEDABAD : અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેના હસ્તે 24 પાકિસ્તાની લઘુમતી ધરાવતા હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામા આવ્યા હતા. આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા, અધિક નિવાસી કલેકટર શ્રી પરિમલ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.આ 24 પાકિસ્તાની હિંદુઓ છેલ્લા 7 વર્ષથી અમદાવાદમાં સ્થાયી હતા. નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે.

અત્રે નોંધનીય બાબત છે કે, રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વર્ષ 2016 થી અત્યાર સુધીમાં 924 લોકોને નાગરિકતા પત્ર અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા એનાયત કરવામાં આવ્યા છે.અત્રે નોંધીનય બાબત છે કે, વર્ષ 2016 અને 2018ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતિ ધરાવતા હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને કિશ્ર્ચનધર્મ ના લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવામાં આવે છે.

આ પહેલા ગત નવેમ્બર મહિનામાં અમદાવાદ જિલ્લા કલેક્ટરે 32 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા આપી હતી. મૂળ પાકિસ્તાન અને છેલ્લા 7 વર્ષથી ભારતમાં રહેતા 32 હિન્દુઓને ઈન્ડિયન સીટિઝનશીપ મળી હતી. તો ઓક્ટોબર મહિનામાં અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે દ્વારા લઘુમતી ધરાવતા 11 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામા આવ્યા હતા.

આ પણ વાંચો : AHMEDABAD : સરખેજ પોલીસે સરકારી અને ખાનગી જમીન પર દબાણ કરનારા 43 લોકો સામે ગુનો નોંધ્યો

આ પણ વાંચો : KUTCH : 5 વર્ષની બાળકીને ડાયાબીટીસ સાથે મ્યુકરમાઇકોસિસ થયું, 42 દિવસની સારવાર બાદ મળ્યું નવજીવન

આ પણ વાંચો : કચ્છમાં આહીર સમાજમાં લગ્નની અનોખી પરંપરા, એક જ દિવસમાં 1080 વર-કન્યાના લગ્ન થયા

g clip-path="url(#clip0_868_265)">