AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : સીયુ શાહ કોલેજ ઈમારત જર્જરિત થતા બંધ કરવા નિર્ણય,વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાશે

જો કે આ મામલે વિદ્યાર્થીઓની માંગ મુજબ સંચાલકો ફી માફ કરવાના મૂડ મા તો નથી.પરંતુ જે વિદ્યાર્થીઓને એનઓસી જોઈતું હોય એમને છુટ્ટા કરવા અને પ્રેક્ટિકલ વાળા વિદ્યાર્થીઓ માટે અન્ય વ્યવસ્થાનું વિચારી રહ્યા છે. ટ્રસ્ટી જનક ખાંડવાલાએ જણાવ્યું કે સ્ટ્રક્ચર રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે ઇમારતમાં પ્રવેશ કરવો પણ ભયજનક છે.

Ahmedabad : સીયુ શાહ કોલેજ ઈમારત જર્જરિત થતા બંધ કરવા નિર્ણય,વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાશે
Ahmedabad CU Shah College
Narendra Rathod
| Edited By: | Updated on: Jul 05, 2023 | 10:56 PM
Share

Ahmedabad : અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ શહેરની જૂની અને જાણીતી સી યુ શાહ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ જર્જરિત થતા વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ બંધ કરી ઓનલાઈન ભણાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની નોટિસ બાદ લેવાયેલ નિર્ણયથી વિદ્યાર્થીઓ નારાજ છે અને વૈકલ્પિક વ્યવસ્થા કે 50 ટકા ફી પરત કરવાની માંગણી કરી રહ્યા છે. તો સંચાલકો જે વિદ્યાર્થીઓને એનઓસી લેવું હોય એને આપવાની તૈયારી દર્શાવી છે.

યુનિવર્સિટીને પહેલા વર્ષના એડમિશન નહીં ફાળવવા રજૂઆત કરી હતી

આશ્રમ રોડ પર આવેલ સી યુ શાહ કોલેજને નવેમ્બર 2022માં મહાનગરપાલિકાએ નોટિસ ભટકારી એમનું બિલ્ડીંગ ભયજનક હોવાનું જણાવ્યું હતું. કોલેજ સંચાલકોએ સ્ટ્રક્ચર એન્જિનિયરની નિમણુક કરી યુનિવર્સિટીને પહેલા વર્ષના એડમિશન નહીં ફાળવવા રજૂઆત કરી હતી.

જો કે બાદમાં સ્ટ્રક્ચર રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે બિલ્ડિંગમાં પ્રવેશ કરવો પ્રતિબંધિત થવો જોઈએ.. રિપોર્ટના થોડા જ દિવસોમાં યુનિવર્સીટીએ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેતા કોલેજ સંચાલકો હાઇકોર્ટમાં ગયા કે કોલેજ બંધ કરવા મંજૂરી અપાય.

50 ટકા ફી પરતની માંગણી કરી છે

જો કે બાદ માં આજ રોજ વિદ્યાર્થીઓને જણાવી દેવાયું કે તેમને કોલેજમાં ઓફલાઇન શિક્ષણ આપવામાં નહીં આવે.. બિલ્ડીંગ જર્જરિત હોવાથી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને સંચાલકોને નિર્ણયની જાણ થતા જ નારાજગી વ્યક્ત કરતા વૈકલ્પિક વ્યવસ્થા અને 50 ટકા ફી પરતની માંગણી કરી છે.

સી યુ શાહ કોલેજ મોર્નિંગ અને નૂન એમ બે પાળીમાં ચાલે છે. જ્યાં ગ્રાન્ટેડ અને પ્રાઇવેટ એમ બંને રીતની કોલેજોના મળી અંદાજીત 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ સામેલ છે. આટલા બધા વિદ્યાર્થીઓને અચાનક મેસેજ કરી જાણ કરી દેવામાં આવે કે તેમને માત્ર ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવશે.

ઇમારતમાં પ્રવેશ કરવો પણ ભયજનક છે

તો સ્વાભાવિક રીતે જ વિદ્યાર્થીઓને આંચકો લાગે. જો કે આ મામલે વિદ્યાર્થીઓની માંગ મુજબ સંચાલકો ફી માફ કરવાના મૂડ મા તો નથી.પરંતુ જે વિદ્યાર્થીઓને એનઓસી જોઈતું હોય એમને છુટ્ટા કરવા અને પ્રેક્ટિકલ વાળા વિદ્યાર્થીઓ માટે અન્ય વ્યવસ્થાનું વિચારી રહ્યા છે. ટ્રસ્ટી જનક ખાંડવાલાએ જણાવ્યું કે સ્ટ્રક્ચર રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે ઇમારતમાં પ્રવેશ કરવો પણ ભયજનક છે.

વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લીધા બાદ આ નિર્ણય લેવાયો છે.. અમે વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની વિચારણા કરી રહ્યા છીએ. જે પ્રેક્ટિકલ વાળા છે એમને અન્ય જગ્યા પર પ્રેક્ટિકલ શિક્ષણ આપીશું.. આ સિવાય જેમને એનઓસી જોઈતું હોય તેમને પણ કોલેજ આપી દેશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">