AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Crime : ઘાતક હથિયારોના દમ પર સિક્યુરિટી ગાર્ડ કે ચોકીદારને બંધક બનાવી ચોરીને આપતા હતા અંજામ

એક એવી ગેંગ કે જે સિક્યુરિટી ગાર્ડ કે ચોકીદારને બંધક બનાવી ચોરીને અંજામ આપતા. ધારિયા, તલવાર જેવા હથિયારો સાથે નીકળતી ચોરી કરવા. ઢગલા બંધ ચોરીના ભેદ ઉકેલાયા.

Ahmedabad Crime : ઘાતક હથિયારોના દમ પર સિક્યુરિટી ગાર્ડ કે ચોકીદારને બંધક બનાવી ચોરીને આપતા હતા અંજામ
Harin Matravadia
| Edited By: | Updated on: Jul 07, 2023 | 6:06 PM
Share

Ahmedabad:  જિલ્લાના ચાંગોદર જીઆઈડીસી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટના સામે આવી હતી. અલગ અલગ કંપનીઓમાં નજીવી રકમની ચોરીઓ તેમજ ધારિયા તલવારો જેવા હથિયારો સાથે રાખી ગાર્ડ કે કર્મચારીને બંધક બનાવી ચોરીની પણ ફરિયાદો આવતી હતી જેને લઇને પોલીસે અલગ અલગ સીસીટીવી અને અન્ય મુદ્દાઓને આધારે તપાસ હાથ ધરી અને ચોર ગેંગને પકડી પાડી છે. પોલીસ પૂછપરછમાં આ ગેંગના સભ્યોએ અનેક ચોકાવનારી વિગતો સામે આવી છે.

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને તેમાં પણ ખાસ કરીને ચાંગોદર જીઆઇડીસી અને આસપાસના વિસ્તારોમાં આવેલી કંપનીઓ તેમજ કારખાનાઓમાં ચોરીની ઘટનાઓ વધી રહી હતી. પોલીસને અલગ અલગ ફરિયાદો મળતા ચોર ગેંગને પકડવા અલગ અલગ ટીમો કાર્યરત કરી હતી અને આખરે અમદાવાદ જિલ્લા એલસીબીની ટીમ દ્વારા આ ચોર ગેંગની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ ચોર ગેંગના ચાર સભ્યોની પોલીસે ધરપકડ કરી અને પૂછપરછ કરતા અનેક ચોરીઓના ભેદ ઉકેલાયા છે તેમજ આ ગેંગ દ્વારા અનેક ગંભીર પ્રકારના ગુનાઓ તેમજ ચોરીની અલગ પ્રકારની મોર્ડસ ઓપરેટી પણ સામે આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.

Ahmedabad crime weapons or security guards were threatened by dangerous weapons held captive to conduct theft

કોઇ રીતે આપતા હતા ચોરીને અંજામ

પકડાયેલા ચારેય આરોપીઓ એક સાથે રાતના સમયે ચોરીને અંજામ આપતા હતા. આ ચારેય આરોપીઓ જીઆઈડીસી વિસ્તારોમાં મજૂરીકામ કરતા હતા અને રાત્રીના સમયે ચોરી કરતા હતા. આ ચારેય આરોપીઓ જીઆઇડીસી વિસ્તારમાં કામ કરતા હોવાથી કારખાના અને કંપનીઓ ઉપર રેકી કરી ત્યારબાદ જે તે જગ્યાએ ચોરી કરવાનું નક્કી કરતા હતા.

આ ગેંગ ચોરીને અંજામ આપતા સમયે ધારીયા, તલવાર જેવા ઘાતક હથિયારો સાથે રાખતા હતા અને જો કોઈ સિક્યુરિટી ગાર્ડ કે અન્ય વ્યક્તિ પ્રતિકાર કરે તો તેમને ઈજા પહોંચાડતા હતા તેમજ તેને બંધક બનાવી ચોરીને અંજામ આપતા હતા. આ ગેંગ કારખાના અથવા કંપનીના ચોકીદાર કે સિક્યુરિટીને બંધક બનાવી હથિયારો બતાવી ડરાવતા હતા અને તેમની જ પાસે તિજોરી અથવા તો અન્ય જગ્યા કે જ્યાં પૈસા કે અન્ય વસ્તુઓ પડેલી હોય તેની ચાવી અથવા તો તે જગ્યા બતાવવા ધમકીઓ આપતા હતા અને ચોરીને અંજામ આપતા હતા.

કોણ છે આ ચોર ગેંગના સભ્યો અને શું છે તેનો ગુનાહીત ઇતિહાસ

અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચોરી કરતી આ ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે. જેમાં અન્નું મોતિયા, રાકેશ ભરતા, પ્રિતેશ મીનામાં અને રાકેશ બારિયાનો સમાવેશ થાય છે. આ આરોપીઓ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. પોલીસે આ ગેંગની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે ચાંગોદર જીઆઈડીસી અને આસપાસના વિસ્તારોમાં 12 જેટલી ચોરી, ધાડ અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. જેમાં કંપની કે કારખાનામાં શટર તોડી ઓફિસ માંથી પૈસા ચોરી કરવા કે તિજોરી ઉઠાવી જવાની ઘટનાઓને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો  : અમદાવાદ એરપોર્ટ વિમાન લેન્ડીંગ કરવા માટે મહત્વનુ, 150 થી વધારે પ્રકારના પ્લેન ભરી ચૂક્યા છે ઉંચી ઉડાન

ખાસ ચાંગોદર જીઆઈડીસી ઉપરાંત કરજણ સ્વામિનારાયણ મંદિરમાં દાન પેટીની ચોરી, સુરત, નડિયાદ, અસલાલી વિસ્તારમાં પણ ચોરીઓ કરી હતી તેમજ સનાથલની નારાયણ બિઝનેસ સ્કૂલમાંથી પણ તિજોરીની ચોરી કરી હતી જેના ભેદ ઉકેલાયા છે. હાલતો ગ્રામ્ય પોલીસે ચોર ગેંગની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ ગેંગ પાસેથી ઘાતક હથિયારો પણ કબ્જે કર્યા છે. પોલીસે હવે તપાસ કરી રહીં છે કે આ ગેંગ દ્વારા વધુ કોઈ ચોરી, લૂટ કે ધાડ જેવી ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">