કુછ બડા કરતે હે, પૈસા કમાવવાની લાલચે પેટ્રોલપંપના બંધુક બતાવી કરી લૂંટ, કોઈએ બાઈકની ચાવી કાઢી લેતા થઈ જોવા જેવી
અમદાવાદનાં આનંદનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રે ફિલ્મી ઢબે લુટારુઓએ પેટ્રોલ પંપની ઓફિસમાં પ્રવેશ કરી તમંચો બતાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે આ લુટારુઓ લૂંટ કરી ભાગી રહ્યા હતા અને ત્યારે જ બે પોલીસકર્મીને ખ્યાલ આવતા તેણે પીછો કર્યો હતો અને પોલીસે બે લૂંટારુઓની ધરપકડ કરી હતી. જોકે આ સમગ્ર પ્રકરણમાં 3 જેટલા આરોપીઓ સામેલ હતા.

અમદાવાદ આનંદનગર વિસ્તારમાં આવેલા સેલના પેટ્રોલ પંપ ઉપર ગઈકાલે રાત્રે લૂંટની ઘટના સામે આવી હતી. શેલના પેટ્રોલપંપની ઓફિસમાં તમંચા સાથે એક વ્યક્તિ પ્રવેશ કર્યો. અંદર હિસાબ કરી રહેલા કર્મચારીને તમંચો બતાવી રોકડ રૂપિયાની લૂંટ ચલાવી, જે દરમ્યાન પાછળથી અન્ય એક વ્યક્તિ આવી ઓફિસમાં રહેલા મોબાઈલ અને અન્ય રોકડની લૂંટ કરી.
બંને લુટારુઓ પેટ્રોલપંપની સામેના રસ્તા પર મૂકેલા પોતાના બાઈક તરફ ભાગ્યા હતા તે દરમ્યાન પેટ્રોલપંપનાં કર્મચારીઓએ બૂમાબૂમ કરતા ત્યાંથી પસાર થતા લોકોની ભીડ એકઠી થઈ હતી અને કોઈ વ્યક્તિએ લૂંટારૂઓના બાઈકની ચાવી કાઢી લીધી હતી.
આ દરમિયાન સમગ્ર ઘટનાની જાણ ત્યાંથી પસાર થઈ રહેલા બે પોલીસકર્મીને થતા તેઓ તાત્કાલિક પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા હતા અને તેમણે દોઢ થી બે કિલોમીટર સુધી લુંટારૂઓને પીછો કરી તેમને પકડી પાડ્યા હતા. બાઈક ચાલુ નહિ થતાં લુટારુઓ દોડીને નાસી છૂટયા હતા અને સામે આવેલા બગીચામાં ઘૂસી ગયા હતા.
અમદાવાદઃ આનંદનગર વિસ્તારના પેટ્રોલ પંપમાં થયેલી લૂંટનો મામલો, લૂંટ કરી ભાગેલા બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા | TV9GujaratiNews#Ahmedabad #Anandnagar #Crimeinahmedabad #Gujarat #Police #TV9News #Petrolpumploot pic.twitter.com/zY9UMBcg1d
— Tv9 Gujarati (@tv9gujarati) November 5, 2023
આ બગીચામાં બેઠેલા એક દંપતીને તમંચો બતાવી તેનું બાઈક માંગી રહ્યા હતા, જે સમય દરમિયાન જ બે પોલીસ કર્મીઓ ત્યાં પહોંચ્યા હતા અને પોતાની લાકડી એક લુંટારૂને મારતા તેના હાથમાં રહેલો તમંચો નીચે પડી ગયો હતો અને બંનેને પકડી પાડ્યા હતા.
બંને લૂંટારુની પૂછપરછમાં સામે આવ્યું છે કે બંને માંથી એકનું નામ સંજય સહાની અને બીજાનું નામ વકીલ સહાની છે. જેમાં વકીલ સહાની, સિંગરવા ખાતે રહે છે. જ્યારે સંજય સહાની, વાય.એમ. સી. કલબ પાછળ રહે છે. આ બંને ત્રણ વર્ષથી અમદાવાદમાં રહે છે.
સંજય ટાઇલ્સ ઘસવાનું કામ કરે છે અને તમંચા વાળો વકીલ સહાની એન્યુમિનિયમ ભઠ્ઠીની અંદર ધાતુ ઓગળવાનું કામ કરે છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ તમંચો સિકંદર સહાની નામના વ્યક્તિ પાસેથી લીધો હતો. આ વ્યક્તિ આરોપી સાથે રહેતો અને ટાઇલ્સને લગતું કામ કરતો. તેની પાસેથી આ તમંચો લીધો હતો.
તમંચો આપનાર સિકંદર હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓમાં અંજાર પોલીસ સ્ટેશનમાં જેલની સજા ભોગવી ચુક્યો છે અને હમણાં જ છૂટ્યો હોવાનું સામે આવ્યું છે. સિકંદર સહાનીએ સંજય અને વકીલને પૈસાની લાલચ આપી હતી અને પેટ્રોલપંપ કે જવેલર્સ કે જ્યાં લાખોની રોકડ પડી હોય તેવી જગ્યા પર ચોરી કરવાનું કહ્યું હતું. સિકંદર આ તમંચો છ મહિના પહેલા બિહારથી લઈ આવ્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં અહીં વગર ચોમાસે છે ચોમાસા જેવી સ્થિતિ, રસ્તા પર ભરાયા ગટરના પાણી
પેટ્રોલપંપ પર થયેલી લૂંટની ઘટના CCTV માં પણ કેદ થઈ હતી. આ ઘટના બનતા જ પેટ્રોલપંપનાં કર્મચારીઓએ બૂમાબૂમ કરતા તેમજ લોકોની પણ સતકતાને કારણે એક મોટી ઘટના બન્યા બાદ આરોપીઓ પકડાઈ ચૂક્યા છે તો બીજી તરફ આનંદનગર પોલીસ મથકના બંને કર્મચારીઓ પણ પોતાના જીવને જોખમમાં મૂકીને લુંટારૂઓને પીછો કરી પકડી પાડ્યા હતા. જેને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બંને પોલીસકર્મીનું સન્માન કરવામાં આવ્યું હતું.