Ahmedabad: નિકોલમાં વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, મિત્ર પર રોફ જમાવવા નિર્દોષ પર ચાકૂના ઘા ઝિંકી દીધા

ગત રવિવારે રાત્રે એક રાહદારી વૃદ્ધની અજાણ્યા શખ્શે હત્યા કરી દીધી હતી. જેને લઈ સ્થાનિક નિકોલ પોલીસ અને ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) તપાસ શરુ કરી હતી. આ દરમિયાન પોલીસે હત્યારાને ઝડપી લેતા ભેદ ઉકેલાયો હતો.

Ahmedabad: નિકોલમાં વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, મિત્ર પર રોફ જમાવવા નિર્દોષ પર ચાકૂના ઘા ઝિંકી દીધા
મિત્ર પર રોફ જમાવવા નિર્દોષ પર ચાકૂના ઘા ઝિંકી દીધા
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jul 01, 2023 | 12:27 PM

25, જૂનની રાત્રે નિકોલ વિસ્તારમાં આવેલા મંગલપાંડે હોલ પાસે એક વૃદ્ધની હત્યા ચાકૂના ઘા ઝિંકીને કરવામાં આવી હતી. વૃદ્ધ ટિફિન આપવા માટે ચાલતા જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્શે તેમની પર ચાકુ લઈને હુમલો કરી દીધો હતો. વૃદ્ધને ચાકુના ઘા વાગવાને લઈ મોત નિપજ્યુ હતુ. ઘટના બાદ અજાણ્યા શખ્શો ફરાર થઈ ગયા હતા. બીજી તરફ પોલીસે વૃદ્ધની હત્યાને લઈ તમામ પાસાઓ સાથે તપાસ શરુ કરી હતી. વૃદ્ધને કોઈની સાથે જૂનુ કે નવુ વેરઝેરથી લઈને પારિવારીક બાબતોના પાસાઓને પણ ચકાસવાામાં આવી રહ્યા હતા. પરંતુ હત્યાની કડીનો મેળ આ દિશામાં આવતો જ નહોતો. પરંતુ આખરે પોલીસે હત્યારા સુધી પહોંચી ગઈ હતી. હત્યારાને ઝડપતા હત્યાનુ કારણ જ ચોંકાવનારુ નિકળ્યુ હતુ.

હત્યારાએ જે વાત પોલીસને પ્રાથમિક પૂછપરછમાં જણાવી હતી એ ચોંકાવનારી હતી. કારણ કે હત્યારા અને વૃદ્ધને બંને એક બીજા સાથે કોઈ જ સંબંધ નહોતો કે કોઈ નિસ્બત નહોતો. સવાલ એ થતો હશે કે, હત્યા કેમ કરવામાં આવી હશે. તો જવાબ પણ અહીં જ તમને બતાવીશુ કે હત્યા કેમ અને કયા કારણોસર કરાઈ હતી.

અજાણ્યા વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યા

વૃદ્ધ નિકાલ વિસ્તારમાં પોતાના ઘરેથી ટિફિન લઈને ચાલીને જઈ રહ્યા હતા. એ દરમિયાન જ એક અજાણ્યા યુવકે તેમની પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો. મંગલપાંડે હોલ પાસેથી પસાર થવા દરમિયાન અજાણ્યા વ્યક્તિએ વૃદ્ધને છરીના ઘા માર્યા હતાં. જોકે આ બનાવ ત્યાંથી પસાર થતા લોકો જોઈ જતાં તાત્કાલિક વૃદ્ધને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

બનાવબાદ નિકોલ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. પોલીસે હત્યારા મનોજ ઉર્ફે લલ્લુ પટણીને ઝડપી લીધો હતો. તેણે પોતાના મિત્ર પર રોફ જમાવવા માટે થઈને નિર્દોષ વૃદ્ધ પર છરીના ઘા ઝિંક્યા હતા. જેમાં વૃદ્ધનુ મોત નિપજ્યુ હતુ.

શુ થયુ હતુ ઘટનાની રાત્રે?

આરોપી મનોજ 25, જૂનની રાત્રે તેના મિત્ર હિતેશ ઉર્ફે ભોલાને મળવા ગયો હતો અને બંને રિક્ષામાં બેઠા હતાં. મનોજે હિતેશ પાસે બાહર ફરવા જવું હોવાથી પાંચ હજાર રૂપિયા માંગ્યા હતા. જોકે મિત્ર હિતેશે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. જેથી આવેશમાં આવીને મનોજ ત્યાંથી પસાર થઈ રહેલા શ્યામસુંદર નામના રાહદારીને છરીના ઘા માર્યા હતા. મનોજ નો ઈરાદો એવો હતો કે તે કોઈ પણ વ્યક્તિ ઉપર હુમલો કરશે અને તેના મિત્ર હિતેશ પર પોતાની રોફ જમાવશે, અને જો પોલીસ પકડશે તો હુમલો તેના મિત્ર હિતેશ દ્વારા કરવામાં આવ્યો હોવાનું જણાવી દેશે.

મનોજ ને તેના મિત્ર હિતેશે 5 હજાર રૂપિયા આપ્યા નહિ એ જ કારણથી મનોજે રોફ જમાવવા રાહદારી વૃદ્ધ પર હુમલો કર્યો હતો. જોકે પોલીસ પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે અગાઉ આરોપી મનોજે હિતેશ પાસે રૂપિયાની ત્યારે આપ્યા હતા અને તે રૂપિયા મનોજે પણ હિતેશને પરત કરી આપ્યા હતા. જેથી આ વખતે હિતેશ પૈસા આપવાના નાં પાડતા મનોજને ગુસ્સો આવ્યો હતો. પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે આરોપી મનોજ નશો કરેલી હાલતમાં હતો. આ ઉપરાંત મનોજ ઉપર ભૂતકાળમાં પણ અનેક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે અને પાસાની સજા પણ ભોગવી ચુક્યો છે. હાલતો પોલીસે મનોજની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ  Sabar Dairy GM 2023: પશુપાલકો માટે મહત્વના સમાચાર, સાબરડેરીએ ભાવફેર કર્યો જાહેર, કેટલો કર્યો ઘટાડો, જાણો

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">