Ahmedabad: પોલીસ પર જીવલેણ હુમલો કરનારા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

.છેલ્લા 4 દિવસમાં પોલીસ પર હુમલાના 3 બનાવો સામે આવ્યા છે. આવા જ એક વોન્ટેડ આરોપીને અમદાવાદ (Ahmedabad)ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે

Ahmedabad: પોલીસ પર જીવલેણ હુમલો કરનારા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
પોલીસ પર જીવલેણ હુમલો કરનારા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Jun 12, 2021 | 5:45 PM

Ahmedabad:  રાજ્યમાં ગુનાખોરી(Crime)આચરતા આરોપીઓની હિંમત હવે એટલી હદે વધી ગઈ છે કે આરોપીઓ પોલીસ(Police)પર હુમલો કરતા પણ ખચકાતા નથી.છેલ્લા 4 દિવસમાં પોલીસ પર હુમલાના 3 બનાવો સામે આવ્યા છે.આવા જ એક વોન્ટેડ આરોપીને અમદાવાદ(Ahmedabad)ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે જેણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર જાહેરમાં છરી વડે હુમલો કર્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડવાનો પ્રયાસ કર્યો હતો

અમદાવાદ(Ahmedabad)ક્રાઇમ(Crime)બ્રાન્ચની ટીમે 11મી જૂને વેજલપુર તેમજ મહેસાણા પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીઓ હારુનશા ઉર્ફે હારુન બાવા તેમજ સાહિલ ઉર્ફે મચ્છી ને બાતમી આધારે પકડવા શ્યામલ ચાર રસ્તા પર પેટ્રોલિંગમાં હતા તે સમયે બંને આરોપીઓ ચાર રસ્તા પર સિગ્નલ પર ઉભા હતા જેને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડવાનો પ્રયાસ કર્યો હતો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર છરી વડે હુમલો કર્યો

જેવી ક્રાઇમ(Crime) બ્રાન્ચની ટીમે બન્ને આરોપીઓને પકડવાનો પ્રયત્ન કર્યો બંને આરોપીએ ભાગવાનો પ્રયત્ન કર્યો પરંતુ એક આરોપી હારુન ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવી ગયો જેણે છૂટવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર છરી વડે હુમલો કર્યો હતો. તે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.સમગ્ર ઘટના ફિલ્મી અંદાજમાં થઈ હતી.

ટ્રાફિકનો લાભ લઇ ફરાર થઈ ગયો હતો

બંને આરોપીઓ દસેક જેટલા ગુનામાં વોન્ટેડ છે.આરોપી પ્રોહીબિશન, હત્યાની કોશિશ, શરીર સંબંધી ગુનાઓ આચરવાની ટેવ ધરાવે છે.આ બંને આરોપીઓ વેજલપુર અને મહેસાણા પોલીસના અનેક ગુનામાં વોન્ટેડ છે.જ્યારે આરોપીને પોલીસ પકડવા ગઈ ત્યારે તેની સાથે એક આરોપી સાહિલ ઉર્ફે મચ્છી અજમેરી પણ હતો.જે ટ્રાફિકનો લાભ લઇ ફરાર થઈ ગયો હતો.

આરોપીને કોર્ડન કરી ઝડપી પાડ્યો

શ્યામલ ચાર રસ્તા પર સમી સાંજે જ્યારે પોલીસ અને કુખ્યાત આરોપી વચ્ચે ભાગદોડ થઈ ત્યારે લોકોમાં ગભરાઈ ગયા હતા.પણ પોલોસે કોઈ હેરાન ન થાય તે રીતે ચારેય બાજુથી આરોપીને કોર્ડન કરી ઝડપી પાડ્યો.બંને આરોપીએ પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરીને સાહિલ પાસે રહેલ છરો આપવા માટે કહ્યું હતું.

સાહિલ એ છરો આપતા જ હારુનશા એ પોલીસ ને ધમકી આપી હતી કે અમને પકડવાની કોશિશ કરી તો આ છરાથી જાનથી મારી નાખીશ અને તેમ કરવામાં હું જરાય ખચકાઈશ નહિ.એટલું કહીને સાહિલને પણ પોલીસ પર હુમલો કરવા માટે કહ્યું હતું.પણ સાહિલ ફરાર થઈ જતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">