AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: વધુ એક વિધર્મી સામે ફરિયાદ, એક્સ આર્મીમેનની ઓળખ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યુ દુષ્કર્મ

Ahmedabad: અમદાવાદના ચાંદખેડામાં વિધર્મી યુવક સામે યુવતીએ પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાવી છે. યુવક પરિણિત હોવાછતા પોતાને અપરિણિત ગણાવી લગ્નનું વચન આપી યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને યુવતીને ખોટા વાયદા કર્યા હતા.

Ahmedabad: વધુ એક વિધર્મી સામે ફરિયાદ, એક્સ આર્મીમેનની ઓળખ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યુ  દુષ્કર્મ
Mihir Soni
| Edited By: | Updated on: Aug 21, 2023 | 10:32 PM
Share

Ahmedabad: ચાંદખેડામાં એક યુવતીએ મુસ્લિમ યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પરીક્ષાની તૈયારી કરતી યુવતીએ કોચિંગ માટે એક વ્યક્તિનો સંપર્ક કરતા યુવકે એક્સ આર્મીમેન તરીકેની ઓળખ આપી મિત્રતા કરી અને લગ્નના વાયદા કરી દુષ્કર્મ ગુજાર્યું, અંતે યુવક  પરિણિત નીકળતા ફાંડો ફૂટ્યો અને સમગ્ર હકીકત સામે આવી.

એક્સ આર્મીમેનની ઓળખ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવી

ફરિયાદ મુજબ અમદાવાદમાં રહેતી યુવતીએ નાર્કોટિક્સ વિભાગમાં સબ ઇન્સપેક્ટરની લેખિત પરીક્ષા પાસ કરી હતી, ત્યારબાદ શારીરિક કસોટીની પરીક્ષાની તૈયારી કરતી હતી. ત્યારે તેને રનીંગ માટેની પ્રેક્ટિસ કરવાની હોવાથી તેણે કોચ બાબતે સોશિયલ મિડીયા પર સર્ચ કર્યુ હતુ. ત્યારે બી.કે ખાન નામના શખ્સ સાથે તેની મુલાકાત થઈ હતી. ત્યારબાદ આરોપીએ તેને એક્સ આર્મીમેનની ઓળખ આપી હતી.  તે બાદ યુવતીએ ટ્રેનિંગ શરૂ કરી હતી. તેવામાં મુસ્લિમ યુવક બી.કે.ખાને પોતે અપરણિત છે તેવુ જણાવ્યુ હતુ અને ટ્રેનિંગના બહાને  પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું.

વિધર્મીએ પરિણીત હોવા છતા અગાઉ અપરિણિત હોવાનુ કહ્યુ

મુળ મહેસાણાની અને હાલ અમદાવાદના ચાંદખેડામાં રહેતી 29 વર્ષીય યુવતી 2022માં નાર્કોટિક્સ વિભાગમાં સબ ઇન્સપેક્ટરની લેખિત પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ શારીરિક કસોટીની પરીક્ષાની તૈયારી કરતી હતી. ત્યારે રનીંગ માટે કોચની શોધ કરી રહી હતી. ત્યારે સોશિયલ મીડિયાથી બી.કે ખાન (મિશન ફીટ ઇન્ડિયા)સંસ્થા ચલાવતા બી.કે ખાન સાથે સંપર્ક થયો હતો.જેની સાથે વાત કરતા આરોપીએ એક્સ આર્મીમેન હોવાની ઓળખ આપી હતી.

યુવતીને હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ

પ્રેક્ટિસ અને કોચિંગ  દરમિયાન આરોપી યુવતીને અંગત જીવનના સવાલો કરી તેને બદઇરાદાથી જોતો હતો. એક દિવસ આરોપીએ પરિણીત હોવાનું કહી છુટાછેડા લઇને યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારે તે જુનાગઢથી ગાડી ચલાવીને આવ્યો હોવાથી થાક્યો હોવાનું કહી હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતુ.  બાદમાં યુવતી આરોપીના ઘરે ગઈ તો તેની પત્ની ત્યાં મળતા તેમણે પણ ઝઘડો કર્યો હતો. આ સમગ્ર મામલે યુવતીએ ચાંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસેગુનો નોંધી SCST સેલને તપાસ સોંપતા પોલીસે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી છે. જોકે આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">