Ahmedabad: નવા વાડજ બસ ટર્મિનલના લોકાર્પણ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનરની મોટી જાહેરાત, શહેરની તમામ બસ CNG અને ઇલેક્ટ્રિક થશે

નવા વાડજ બસ ટર્મિનલ (Bus terminal) ઓપનિંગ દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે મોટું નિવેદન આપ્યું. મ્યુનિસિપલ કમિશનરે નિવેદન આપતા જણાવ્યું કે આ વર્ષના અંત સુધી તમામ ડીઝલ AMTS બસ હટાવી દેવાશે અને તમામ બસ CNG અને ઇલેક્ટ્રિક બસ (Electric bus) કરી દેવાશે.

Ahmedabad: નવા વાડજ બસ ટર્મિનલના લોકાર્પણ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનરની મોટી જાહેરાત, શહેરની તમામ બસ CNG અને ઇલેક્ટ્રિક થશે
નવા વાડજ બસ ટર્મિનલનું 1.74 કરોડના ખર્ચે નવીનીકરણ બાદ લોકાર્પણ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 09, 2022 | 9:28 AM

અમદાવાદમાં (Ahmedabad) નવા વાડજ બસ ટર્મિનલથી મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર છે. તે સમાચાર એ છે કે નવા વાડજ બસ ટર્મિનલનું (Bus terminal) 1.74 કરોડના ખર્ચે નવીનીકરણ કરીને બસ ટર્મિનલ પ્રજાજનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું. મેયર કિરીટ પરમાર અને મ્યુનિસીપલ કમિશનર લોચન સહેરાએ (Municipal Commissioner Lochan Sahera) આ બસ ટર્મિનલની શરૂઆત કરાવી. તેમજ કાર્યક્રમ દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે ચાલુ વર્ષના અંત સુધી AMTSની તમામ ડીઝલ બસ હટાવી CNG અને ઇલેક્ટ્રિક બસ કરવાની પણ જાહેરાત કરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ કામો કરાઈ રહ્યા છે. જેમાંથી એક કામ નવા વાડજ AMTS બસ ટર્મિનલનું છે. જે છેલ્લા છ મહિનાથી ચાલતું હતું. તેનું કામ પૂર્ણ થતાં તે નવનિર્મિત બસ સ્ટેશન પ્રજા માટે ખુલ્લું મુકવામાં આવ્યું. બસ ટર્મિનલ પર એક કાર્યક્રમ યોજી મેયર અને મ્યુનિસિપલ કમિશનર તેમજ AMTS ચેરમેન અને અન્ય હોદેદારોની હાજરીમાં બસ ટર્મિનલ ખુલ્લું મુકવામાં આવ્યું.

બસ ટર્મિનસ નવીનીકરણ કરવાના કામ અંગેની વિગત જોઈએ તો.

પ્લોટનો એરીયા- 5,703.00 ચો.મીટર અંદાજની રકમ- રુ. 1,74,01,407.00 (સ્વર્ણિમ બજેટ અંતર્ગત) પ્રોજેક્ટનો ખર્ચ- રુ. 1.73 કરોડ

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

નવીનીકરણની વિગતો

ટર્મિનસમાં નવો આર.સી.સી. રોડ બસો રીપેરીંગ માટે નવો શેડ બસ રીપેરીંગ માટે નવી રૂમો શેડ સ્ટેન્થનીંગ ફૂટપાથ, પેવર બ્લોક કમ્પાઉન્ડ વોલ ગ્રીલ કન્ટ્રોલ કેબીન રીપેરીંગ ટર્મિનસના બસ સ્ટેન્ડોના કલરકામ

ટર્મિનસની સુવિધાઓ

નવા વાડજથી પસાર થતા રૂટની સંખ્યા 14 નવા વાડજથી પસાર થતા બસોની સંખ્યા 66 રાત્રી દરમિયાન 80 બસોના પાર્કિંગની સુવિધા ટર્મિનસમાં કેશ કેબીન કંન્ટ્રોલ પોઇન્ટ પે એન્ડ યુઝ પાણીની પરબ

આ સિવાય બસ સ્ટેન્ડમાં મુસાફરો વરસાદમાં પલળે નહિ અને ઉનાળામાં સીધો તાપ ન લાગે તે પ્રકારે શેડની પણ  વ્યવસ્થા કરાઇ. તેમજ CCTV મોનીટરીંગ સિસ્ટમ પણ રખાઈ છે. સાથે જ ટિકિટ બારી અને બેઠક વ્યવસ્થા સાથે લોકો મોબાઈલ ચાર્જ કરી શકે માટે પાવર પ્લગ પણ દરેક સ્થળે રખાયા છે.

તમામ બસ CNG અને ઇલેક્ટ્રિક થશે

એટલું જ નહીં પણ નવા વાડજ બસ ટર્મિનલ ઓપનિંગ દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે મોટું નિવેદન આપ્યું. મ્યુનિસિપલ કમિશનરે નિવેદન આપતા જણાવ્યું કે આ વર્ષના અંત સુધી તમામ ડીઝલ AMTS બસ હટાવી દેવાશે અને તમામ બસ CNG અને ઇલેક્ટ્રિક બસ કરી દેવાશે. જેથી પોલ્યુશન પર અસર પડતી ઘટાડી શકાય. તેમજ વધુમાં જણાવતા કહ્યું કે તંત્ર ઇકો સિસ્ટમ તરફ આગળ વધવાના પ્રયાસના ભાગે પ્રક્રિયા કરી રહ્યું છે. મેટ્રો પણ ઓગસ્ટ મહિનામાં શરૂ થવાની હોવાનું જણાવી ઇકો સિસ્ટમ ઉભી થશે તેવું પણ નિવેદન આપ્યું. જે તમામ સુવિધા શરૂ થતાં મેટ્રો. CNG અને ઈકેક્ટ્રિક બસ અને ઇ રીક્ષા મારફતે ઇકો સિસ્ટમ ઉભી થશે તેવું મ્યુનિસિપલ કમિશનર જણાવ્યું.

લાલ દરવાજા AMTS બસ ટર્મિનલ બનશે

ઉલ્લેખનીય છે કે હાલમાં શહેરમાં AMTSની અંદાજે 700 જેટલી બસ ચાલે છ. જે 700 બસમાંથી અંદાજે 200 બસ ડીઝલ બસ છે. જ્યારે અન્ય બસ CNG બસ છે. તો 50 ઇલેક્ટ્રિક બસનો ઓર્ડર આપી દેવાયો છે. જ્યારે અન્ય 400 CNG બસનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. જે તમામ બસ CNG અને ઇલેક્ટ્રિક થતા પોલ્યુશનમાં મોટી રાહત મળશે. તેમજ લાલ દરવાજા AMTS બસ ટર્મિનલ પણ 8.5 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે. જેની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જે ટર્મિનલ દોઢ વર્ષમાં બનાવની ટાઈમ લાઇન છે. જેમાં હાલ 9 મહિના બાકી રહ્યા છે. જે બસ ટર્મિનલ પણ તમામ સુવિધા ધરાવતું શહેરનું મોટું બસ ટર્મિનલ બનશે. જે બસ ટર્મિનલ પણ બનીને શરૂ થવાની લોકો રાહ જોઈ રહ્યા છે. જેથી લોકોને વધુ સુવિધા મળી રહે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
g clip-path="url(#clip0_868_265)">