Ahmedabad : સીએમ ભૂપેન્દ્ર પટેલે નિર્માણાધિન ખોખરા અનુપમ બ્રીજની મુલાકાત લીધી
અમદાવાદનો(Ahmedabad) ખોખરા અનુપમ બ્રિજના સમારકામના લીધે એલજી હોસ્પિટલથી ખોખરા સુધી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે. બ્રિજની કામગીરીમાં વિલંબ બદલ કોર્પોરેશન અને રેલવે વિભાગ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. જેનો ભોગ લોકોને બનવું પડે છે. હવે લોકોની માગ છે કે બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)અમદાવાદ માં નિર્માણાધિન ખોખરા(Khokhra Bridge) અનુપમ બ્રીજની શુક્રવારે મોડી સાંજે મુલાકાત લઈ કામગીરી નિરીક્ષણ કર્યું હતું અને ઇજનેરો અધિકારીઓ પાસેથી કામની વિગતો મેળવી હતી. અમદાવાદ(Ahmedabad)શહેરના પૂર્વ વિસ્તારનો આ બ્રિજ કોર્પોરેશન દ્વારા 2017-18માં સમારકામ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 2017 થી આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશોના અણઘડ આયોજનને કારણે બ્રિજનું કામ પૂરું નથી થતું. ટેન્ડરની શરત મુજબ 2020માં બ્રિજનું કામ પૂર્ણ કરવાનું હતું. પરંતુ સમયમર્યાદા વીતી ગયાના બે વર્ષ બાદ પણ બ્રિજની કામગીરી પૂર્ણ થઈ નથી. બ્રિજ બંધ હોવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કાંકરિયાથી ખોખરા, હાટકેશ્વર અને સીટીએમ તરફ જવા માટે 4 કિલોમીટર ફરીને જવું પડે છે.
આ કારણે એલજી હોસ્પિટલથી ખોખરા સુધી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે. બ્રિજની કામગીરીમાં વિલંબ બદલ કોર્પોરેશન અને રેલવે વિભાગ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. જેનો ભોગ લોકોને બનવું પડે છે. હવે લોકોની માગ છે કે બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે.
આ ઉપરાંત માર્ચ માસમાં જ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ખોખરા બ્રિજ ઉપર 92 મીટરના ઓપન વેવ ગર્ડરનું સફળતાપૂર્વક કામ કરાયું. કોઈપણ અડચણ વિના અને સલામતી અને સાવચેતી સાથે કામ પૂર્ણ કરવામાં આવ્યું.ચીફ પ્રોજેક્ટ મેનેજર અમદાવાદ સંજય ગુપ્તાએ માહિતી આપતા જણાવ્યું કે, આ પશ્ચિમ રેલવેનો સૌથી મોટો ઓપનવેવ ગર્ડર (1045 મેટ્રિક ટન) ભારે અને 92 મીટર લાબું સિંગલ સ્પેન ગર્ડર છે જેને ફરીદાબાદ માં બનાવવામાં આવ્યું હતું.
જેને ટ્રેનોના સંચાલનમાં ખલેલ પહોંચાડ્યા વગર લોન્ચ કરવામાં આવ્યું. આવા ગર્ડરની લોન્ચ કરતા પહેલાં અને તે દરમિયાન થવાવાળી વિવિધ સમસ્યાઓનો સામનો કરી અને આ નોંધપાત્ર સિદ્ધિ સફળતાપૂર્વક અને અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી. આ એક સ્થળે લોન્ચ થનાર બે ગર્ડર માંથી પહેલું લોન્ચિંગ છે.
આ પણ વાંચો : Surendranagar : ચોટીલા ખાતે ચામુંડા માતાના દર્શનાર્થે મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડયા
આ પણ વાંચો : Kutch : પીએમ મોદીના સંબોધનમાં ફરી કચ્છ પ્રેમ છલકાયો કહ્યુ, ન હું કચ્છને છોડી શકુ ન કચ્છ મને
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો