Dahod : પોએમ મોદીના પ્રવાસ પૂર્વે સીએમ ભૂપેન્દ્ર પટેલે તૈયારીની સમીક્ષા કરી
પીએમ મોદી(PM Modi) 20 એપ્રિલે દાહોદના ડોકી ખાતે આદિવાસી સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે PMની મુલાકાતને લઇને વહીવટ તંત્ર તૈયારીમાં છે. રેન્જ આઇજીપી, જીલ્લા પોલીસ વડા, જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી સહીતના ઉચ્ચ અધિકારીઓેએ સભા સ્થળની મુલાકાત લીધી હતી
પીએમ મોદી (PM Modi) 20 અને 21 એપ્રિલ એમ બે દિવસ ગુજરાત પ્રવાસે (Gujarat) આવવાના છે. તેઓ દાહોદ (Dahod) માં આદિવાસી સમાજના સંમેલનમાં હાજરી આપવા આવશે. ત્યારે તેમના આગમન પહેલા દાહોદમાં તૈયારીઓ શરુ થઇ ગઇ છે. PM મોદીની મુલાકાતને લઇ સુરક્ષા સઘન કરાઇ છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે જનસભા સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ અધિકારીઓ સાથે જરૂરી સુવિધાઓ ઉભી કરવા ચર્ચા વિચારણા પણ કરી હતી.
PM નરેન્દ્ર મોદી 20 એપ્રિલે દાહોદના ડોકી ખાતે આદિવાસી સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે PMની મુલાકાતને લઇને વહીવટ તંત્ર તૈયારીમાં છે. રેન્જ આઇજીપી, જીલ્લા પોલીસ વડા, જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી સહીતના ઉચ્ચ અધિકારીઓેએ સભા સ્થળની મુલાકાત લીધી હતી. આદિવાસી સમાજના સંમેલનમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, વડોદરા સહીતના જીલ્લામાંથી 3 લાખથી વધુ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
દાહોદ જીલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે (1) ઝાયડસ મેડીકલ કોલેજ તૈયાર થયેલ 750 બેડની હોસ્પિટલ, વિધાર્થીઓ રહેવા માટે કવાર્ટર, PSA PLANTનુ લોકાર્પણ (2) દેવગઢબારીયા વન વિભાગ દ્વારા તૈયાર કરેલ એનીમલ રેસ્ક્યુ સેન્ટર ઉચવાણ ગામે (3) સીગવડ તાલુકા પંચાયત ભવન (4) દાહોદ જીલ્લા સાઉદન એરિયા રિજીયોનલ વોટર સપ્લાય સ્કીમ (5) લીમખેડા ઔધોગિક તાલીમ સંસ્થાનુ નવીન બિલ્ડીંગ (6) 66 કેવી બાવકા સબ સ્ટેશન આમ કુલ જીલ્લાના 1767.22 કરોડનું નવીન કામોનુ લોકાર્પણ વડાપ્રધાન કરશે. જ્યારે સ્માર્ટ સીટીઅંતર્ગત (1) વોટર સકાડા (2) નગરપાલીકા બિલ્ડીંગ (3) ટ્રાયબલ મ્યુઝિયમ (4) સ્પોટર્સ કોમ્પ્લેક્ષ (5) લાઇબ્રેરી (6) તાલુકા પ્રાયમરી શાળા(7) ટ્રક ટર્મિનલ અને એનિમલ શેલટર (8)જીલ્લા ગ્રામવિકાસ એજન્સીના કામો (9) સિંચાઇ વિભાગ (10) પાણી પુરવઠા વિભાગના (11) ગુજરાત એનજી ટ્રાન્સમિશન કોર્પોરેશન. લી ના કામો ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. જેની કિંમત કુલ 620.10 કરોડ ના કામો નવીન કામો શરુ કરાશે.
આ પણ વાંચો : Ahmedabad : 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં વિકલાંગ આરોપીને આજીવન કેદની સજા
આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી પૂર્વે નેતાઓની નારાજગી દૂર કરવા અપનાવશે આ રણનીતિ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો