Ahmedabad : શહેર પોલીસ હવે સોશિયલ મીડિયા પર વધુ સક્રિય, કામગીરી લોકો સુધી પહોચાડવા સૂચના
અમદાવાદ (Ahmedabad) ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રમાણે સક્રિય અને હકારાત્મક કામગીરી સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતી હતી તેજ રીતે હવે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ લોકોને જરૂરી માહિતીઓ પહોંચે તેમજ પોલીસની કામગીરી અંગે જાણ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ (Ahmedabad) ટ્રાફિક પોલીસ બાદ હવે શહેર પોલીસ (Police) પણ સોશિયલ મીડિયામાં (Social Media) સક્રિય થઈ રહી છે. મહત્વનું છે કે આજના સમયમાં સોશિયલ મીડિયા થકી નાનાથી લઇ યુવાનો અને મોટી ઉમરના લોકો પણ સક્રિય રહેતા હોય છે અને તેમાં પણ પોલીસના નેગેટિવ વીડિયો તેમજ વાતો વધુ વાઇરલ થતાં હોય છે જેનાથી અમુક સમયે પોલીસની છબી ખરડાતી હોય છે ત્યારે પોલીસે આવી નેગેટિવિટી ફેલાઈ નહિ તેને લઈને દરેક પોલીસ કર્મીઓ અને અધિકારીઓને વધુમાં વધુ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવા સૂચના આપી છે. પોલીસના ઓફીસિયલ ગ્રુપ એટલે કે ઇંસ્ટાગ્રામ, ટ્વીટર, ફેસબુકમાં બનાવવામાં આવેલા ગ્રુપ કે પેજમાં પોલીસની સક્રિય અને હકારાત્મક કામગીરીઓ લોકો સુધી પહોંચાડવામાં આવશે.
મહત્વનું છે કે સૌ પ્રથમ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રમાણે સક્રિય અને હકારાત્મક કામગીરી સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતી હતી તેજ રીતે હવે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ લોકોને જરૂરી માહિતીઓ પહોંચે તેમજ પોલીસની કામગીરી અંગે જાણ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
હાલના આધુનિક ટેકનોલોજી તેમજ સોશિયલ મીડિયાના સમયમાં લોકો પણ ટેકનોલોજીના આધારે વધુ સ્માર્ટ બની ચૂક્યા છે. જેમાં સોશિયલ મીડિયા થકી એક તરફ ફાયદો છે તો બીજી તરફ એટલું જ નુકશાન પણ છે. કોઈ પણ વિભાગની મોટા ભાગની નકારાત્મક કામગીરી અથવા વીડિયો સોશીયલ મીડિયામાં તરત જ વાઇરલ થઈ જતાં હોય છે અને લોકો તેનું તથ્ય તપસ્યા વગર જ વધુ વાઇરલ કરતા હોય છે જેનાથી અમુક સમયે અમુક કિસ્સામાં પોલીસ અથવા અન્ય કોઈ પણ વિભાગની વધુ છબી ખરડાતી હોય છે.ત્યારે હવે પોલીસ દ્વારા પણ કેવી સકારાત્મક કામગીરીઓ થઈ રહી છે આ ઉપરાંત લોકોને માહિતગાર કરતી માહિતીઓ, નિયમો પણ સોશિયલ મીડિયા થકી લોકો સુધી પહોંચાડવામાં આવશે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે નિયમના ભંગ બદલ 8. 30 લાખનો દંડ વસુલ્યો
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 6 થી 12મી મે સુધી યોજવામાં આવેલી ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન અધધ રૂપિયાનો દંડ પોલીસે વાહનચાલકો પાસેથી વસૂલ્યો છે. કારમાં બ્લેક ફિલ્મ અને ટુ-વ્હીલરમાં સાયલેન્સર કે મોડીફાય કરનારા ચાલકો સામે પોલીસે કાર્યવાહીની ઝૂંબેશ યોજી જેમાં 7 દિવસની ડ્રાઈવ દરમિયાન કારમાં કાર પર બ્લેક ફિલ્મ લગાવી વાહન ચલાવવા મામલે 1617 કેસ કરવામાં આવ્યા છે. જેમાં કારચાલકોને 8.30 લાખ રૂપિયાનો દંડ કરાયો છે.