Ahmedabad: અમદાવાદમાં સ્નિફર ડોગ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ, નશીલા પદાર્થોને લઈ સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ
અમદાવાદ સહિત રાજ્યભરમાં જે રીતે નશીલા પદાર્થોનું સેવન અને વેચાણ વધ્યું છે તેને જોતા પોલીસ પણ હવે સતર્ક બની છે. પોલીસ દ્વારા નશીલા પદાર્થોને શોધવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે
અમદાવાદ સહિત રાજ્યભરમાં જે રીતે નશીલા પદાર્થોનું સેવન અને વેચાણ વધ્યું છે તેને જોતા પોલીસ પણ હવે સતર્ક બની છે. અમદાવાદ ખાતે હાલમાં પોલીસ દ્વારા નશીલા પદાર્થોને શોધવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ડ્રાઈવમાં ખાસ વડોદરાથી ટ્રેનિંગ અપાયેલા સ્નિફર ડોગનો ઉપયોગ કરવામાં આવે છે.
શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાલ ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોને લગતી સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી છે. જે રીતે યુવાનોમાં ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોનું ચલણ વધી રહ્યું છે જે ખૂબ ચિંતાજનક છે જેને કારણે હવે પોલીસ પણ અલગ અલગ માધ્યમો દ્વારા ડ્રગ્સને રોકતું અટકાવવા માટેના પ્રયત્નો કરી રહી છે.
શંકાસ્પદ સ્થળો પર ડ્રાઈવ
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવતા અલગ અલગ જાહેર સ્થળો, કોલેજોમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ચેકિંગમાં વડોદરા થી આવેલું સ્નિફર ડોગ દ્વારા ચેકિંગ થઈ કરવામાં આવ્યુ છે. જાહેર સ્થળો, કોલેજ કેમ્પસ કે જ્યાં પણ ડ્રગ્સ અથવા અન્ય નશીલા પદાર્થોની હેરાફેરી કે વેચાણ થઈ શકે તેવી તમામ જગ્યાઓ પર હાલમાં આ પ્રમાણે ડ્રાઈવ ચાલી રહી છે.
સ્નીફર ડોગની ખાસિયત એવી છે કે નશીલા પદાર્થ અથવા ડ્રગ્સને તે સૂંઘી બતાવે છે અને તે જ્યાં પણ પડ્યું હોય ત્યાં તે ઓળખી બતાવે છે. તેને કારણે જ્યાં પોલીસ ન પહોંચી શકતી હોય ત્યાં સ્નિફર ડોગનો ઉપયોગ કરવામાં આવે છે અને નશીલા પદાર્થોને શોધવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી વટવા, વટવા જીઆઇડીસી, મણીનગર, કાગડાપીઠ સહિતના વિસ્તારોની બજારો તેમજ કોલેજો અને જાહેર સ્થળો પર ડોગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ એવો કોઈ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો નથી. જોકે જે રીતે નશીલા પદાર્થો વેચનાર વ્યક્તિ ખૂબ ચાલાકી વાપરી રહ્યા છે, જેને લઈને પોલીસ પણ હવે સજાગ બની છે. અલગ અલગ માધ્યમોથી આ પ્રમાણે ચેકિંગ કરી રહી છે.
સ્પેશિયલ ડ્રાઈવ નશાખોરોમાં ડર પેદા કરશે
મહત્વનું છે કે અમદાવાદમાં સ્થાનિક પોલીસ અને એસ.ઓ.જી કે ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ દ્વારા અનેક જગ્યાઓ પર ચેકિંગ કરવામાં છે તો બીજી તરફ સિંધુ ભવન અને એસજી હાઇવે રોડ પરના કાફેમાં પણ સમયાંતરે દ્રગસ અને અન્ય પદાર્થો મામલે પણ ખાસ ડ્રાઈવ યોજવામાં આવે છે પરંતુ હવે સ્નિફર ડોગ દ્વારા પણ આ રીતે ચેકિંગ શરૂ કરાતા આવા પદાર્થોની હેરાફેરી કરતા અથવા વેચતા લોકોમાં પણ એક ભયનો માહોલ ઉભો થશે.