Ahmedabad : એરપોર્ટ પર 40 ચિત્તા ભરેલું કાર્ગો પ્લેન પહોચ્યું, પ્રાણીઓને જામનગર રવાના કરાયા

અમદાવાદ(Ahmedabad) એરપોર્ટ પર આવ્યા બાદ પ્રાણીઓને ક્લિયરન્સ આપ્યા બાદ જામનગર મોકલાયા હતા. રોડ પર પ્રાણીઓને લઈ જવામાં હાલાકી પડે માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ ને ડોમેસ્ટિકમાં રૂપાંતર કરી જામનગર એરપોર્ટ મોકલી અપાઈ હતી.

Ahmedabad : એરપોર્ટ પર 40 ચિત્તા ભરેલું કાર્ગો પ્લેન પહોચ્યું, પ્રાણીઓને જામનગર રવાના કરાયા
Ahmedabad Airport Cheetah Bring From South Africa
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 10, 2022 | 5:11 PM

ગુજરાતના(Gujarat)જામનગર ખાતે બની રહેલ એશિયાના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય(Zoo)માટે બુધવારે 40 ચિત્તા ભરેલું કાર્ગો પ્લેન બુધવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ(Airport)  પર પહોચ્યું. જે બાદ ક્લિયરન્સ મળતા કાર્ગો પ્લેન અમદાવાદથી જામનગર રવાના થયું હતું.જામનગરમાં એશિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય તૈયાર થઈ રહ્યું છે. જે પ્રાણી સંગ્રહાલય માટે વિદેશથી પ્રાણીઓ લાવવામાં આવી રહ્યા છે. બુધવારે એટલે કે 8 મે ના રોજ અમદાવાદ પર 40 ચિત્તા ભરેલું કાર્ગો અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચ્યું હતું. જેના કારણે બુધવારે મોડી રાતે એરપોર્ટ ચિત્તાના અવાજ થી ગુંજી ઉઠ્યું હતું.

મોરક્કોથી બેલારુસના કાર્ગો પ્લેનમાં 40 ચિત્તા સાથેની ફ્લાઇટ અમદાવાદ આવી પહોંચી

મળતી માહિતી પ્રમાણે દક્ષિણ આફ્રિકાના મોરક્કોથી બેલારુસના કાર્ગો પ્લેનમાં 40 ચિત્તા સાથેની ફ્લાઇટ અમદાવાદ આવી પહોંચી હતી. પ્રાણીઓના ક્લિયરન્સ માટે વન ટાઈમ ડિજીએફટીનું લાયસન્સ લેવું ફરજિયાત છે. જેમાં પ્રાણી વેકસીનેટેડ છે. મેડિકલ હિસ્ટ્રી નથી. સ્વાસ્થ્ય સારું છે જેવા વિવિધ મુદાની ચકાસણી કરી પ્રાણીઓને ક્લિયરન્સ અપાય છે. અમદાવાદ એરપોર્ટ પર આવ્યા બાદ પ્રાણીઓને ક્લિયરન્સ આપ્યા બાદ જામનગર મોકલાયા હતા. રોડ પર પ્રાણીઓને લઈ જવામાં હાલાકી પડે માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ ને ડોમેસ્ટિકમાં રૂપાંતર કરી જામનગર એરપોર્ટ મોકલી અપાઈ હતી.

થોડી ક્ષણ માટે પ્રાણી સંગ્રહાલય જેવો માહોલ સર્જાયો હતો

અગાઉ 18 મે ના રોજ બુધવારે કાર્ગો મારફતે 95 પ્રાણીનું વિદેશથી અમદાવાદ એરપોર્ટ પર આગમન કરી જામનગર મોકલાયા હતા. જામનગરમાં બની રહેલા એશિયાના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય માટે પ્રાણી લવાયા. મળતી માહિતી પ્રમાણે દક્ષિણ આફ્રિકાના મોરકકોથી 18 મે ના રોજ અંદાજે 95 જેટલા પ્રાણીઓનું લવાયા. જેનું 18 મે બુધવારે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. જેને લઈને એરપોર્ટ પર થોડી ક્ષણ માટે પ્રાણી સંગ્રહાલય જેવો માહોલ સર્જાયો હતો.

Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ

પ્રાણીઓને ગરમીની અસર ન થાય અને અન્ય ફ્લાઇટને અસર ન થાય માટે રાત્રે લવાયા

આ તમામ પ્રાણીઓને એરપોર્ટથી 20 ટ્રેલર વડે રેસ્ક્યુ કરી જામનગર ખાતે પ્રાણી સંગ્રહલયમાં લઈ જવાયા. જે તમામ પ્રાણી રશિયન કાર્ગો વિમાનમાં 9 કલાકની મુસાફરી બાદ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જે પ્રાણીઓને ગરમીની અસર ન થાય અને અન્ય ફ્લાઇટને અસર ન થાય માટે રાત્રે લવાયા હોવાની માહિતી મળી રહી છે. અને આ પ્રકારે એરપોર્ટ પર આટલી સંખ્યામાં પ્રાણીઓ લાવવાની આ પહેલી ઘટના મનાઈ રહી છે.

રાજ્યમાં એક બાદ એક આકર્ષણના સ્થળ ઉમેરાઈ રહ્યા છે. ત્યારે વધુ એક નવું નજરાણું રાજ્યમાં જામનગર ખાતે તૈયાર થઈ રહ્યું છે અને તે છે એશિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય. જેને લઈને હાલમાં તડામાર તૈયારી ચાલી રહી છે.

300 એકરમાં બની રહેલા એશિયાના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય આકર્ષણનું કેન્દ્રતો બનશે પણ જે વિદેશમાં જોવા મળતું હશે તે આ પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે અને લોકોએ વિદેશ ન જવું પડે તેવી વિદેશી સુવિધા સાથે નું આ પ્રાણી સંગ્રહાલય બનાવાઈ રહ્યું છે. જ્યાં વિદેશથી લાવવામાં આવેલા પ્રાણી પણ એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમજ 2023 માં આ પ્રોજેકટ પૂર્ણ કરવાનો હોવાથી હાલ કામગીરી તડામાર ચાલી રહી છે. તેમજ પ્રાણીઓ અહીંના વાતાવરણમાં સેટ થાય માટે તેમને લાવી તેમને લગતું વાતાવરણ ઉભું કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.

અગાઉ 18 મે ના રોજ ક્યાં ક્યાં પ્રાણીઓ લવાયા..

વાઘ 27, અમેરિકન જંગલી બિલાડી 10. રીંછ. 10. ચિતા 10. શાહુડી 10. લિકસ 10. દિપડા 7. ટેમાંનાડોસ 4. ઓકેલોટ 3 સહિત અનેક પ્રાણીઓ લવાયા છે. જે એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે.

g clip-path="url(#clip0_868_265)">